Spread the love

ચીનના હેકિંગે અમેરિકા સહિત અનેક દેશોમાં ખળભળાટ મચાવી દીધો છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, ચીની હેકર્સ ઘણા દેશોના ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક પર હુમલા કરી રહ્યા છે.

ચીની હેકર્સે વિશ્વના ઘણા દેશોને નિશાન બનાવ્યા છે. તેઓ વિવિધ દેશો અને તેમની જાણીતી કંપનીઓ પર સતત સાયબર હુમલાઓ કરી રહ્યા છે. ચીનના આ સાયબર હુમલાથી અમેરિકા પણ બચી શક્યુ નથી. વ્હાઇટ હાઉસનો આરોપ છે કે ચીને ઓછામાં ઓછી 8 અમેરિકન ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ પર હુમલા કર્યા છે. એટલું જ નહીં, અમેરિકા સિવાય ચીને અન્ય ઘણા દેશોના ટેલિકોમ્યુનિકેશન અને કમ્પ્યુટર નેટવર્ક પર પણ હુમલા કર્યા છે.

વ્હાઇટ હાઉસનો દાવો છે કે ચીનના ‘હેકિંગ’ અભિયાનથી અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશો પ્રભાવિત થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય વ્હાઇટ હાઉસના ટોચના અધિકારીએ બુધવારે આ માહિતી આપી હતી. નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એની ન્યુબર્ગરે વ્યાપક ચાઈનીઝ ‘હેકિંગ’ ઝુંબેશ વિશે નવી વિગતો જાહેર કરી હતી. આ વિગતો અનુસાર, ચીન દ્વારા કરવામાં આવેલા આ ‘હેકિંગ’ અભિયાનને કારણે બેઇજિંગમાં અધિકારીઓ અજાણ્યા અમેરિકનોના ખાનગી સંદેશાઓ અને ફોન પરની વાતચીતને ઍક્સેસ કરી રહ્યા હોવાની આશંકાઓ છે.

ન્યુબર્ગરે ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) અને સાયબર સિક્યુરિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યુરિટી એજન્સીએ ‘હેકિંગ’ અને તેની સાથે સંકળાયેલા લોકોને જડમૂળથી દૂર કરવા અને ભવિષ્યમાં સમાન સાયબર જાસૂસી અટકાવવા માટે માર્ગદર્શિકા જારી કરી તેના એક દિવસ બાદ ‘હેકિંગ’ના આ મામલાનો ખુલાસો કર્યો હતો. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ ચેતવણી આપી હતી કે અસરગ્રસ્ત ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ અને દેશોની સંખ્યા હજુ વધી શકે છે. આથી અમેરિકાએ તેની સુરક્ષા એજન્સીઓને હેકર્સને રોકવા માટે એલર્ટ કરી દીધી છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *