Snake Waterfall: વાયરલ વિડીયો સોશ્યલ મીડિયાના ઘરેણા બની ચુક્યા છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક ધોધનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં દેખાતા ખડકો બિલ્કુલ સાપના આકારના દેખાય છે. આ વાયરલ વીડિયો (Viral Video) જોયા પછી, લોકો ડરી ગયા અને કહેવા લાગ્યા કે અહીં જવાવાળા લોકો હિંમતવાળા કહેવાય.
દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો
ક્યાં છે વાયરલ વિડીયોમાં દેખાતો ધોધ?
વાયરલ વીડિયોમાં (Viral Video) દેખાતા ધોધનું નામ સ્નેક વોટરફોલ (Snake Waterfall) છે. તે ઈન્ડોનેશિયામાં (Indonesia) આવેલો છે. ઈન્ડોનેશિયા (Indonesia) તેની કુદરતી સુંદરતા અને સાંસ્કૃતિક વારસા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અહીંના જંગલો, દરિયાકિનારા અને ધોધ પ્રવાસીઓને આકર્ષે છે. આ અનોખા આકર્ષણોમાંનું એક “સ્નેક વોટરફોલ (Snake Waterfall) છે, જેને બાલીમાં બેજી ગ્રીયા વોટરફોલ (Beji Griya Waterfall) તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ ધોધ ફક્ત તેના કુદરતી સૌંદર્ય માટે જ નહીં પરંતુ સાપના આકારમાં તેના પ્રાચીન શિલ્પો અને તેના આધ્યાત્મિક મહત્વ માટે પણ જાણીતો છે. તાજેતરમાં અહીંના સ્નેક વોટરફોલનો (Snake Waterfall) આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો
સ્નેક વોટરફોલની (Snake Waterfall) શું છે વિશેષતા?
બેજી ગ્રીઆ વોટરફોલ (Beji Griya Waterfall) બાલીના (Bali) પુંગગુલ વિસ્તારમાં આવેલો છે, જે ઉબુદથી બહુ દૂર નથી. આ ધોધ 2022 માં પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ત્યારથી તે તેની અનોખી વિશેષતાઓને કારણે લોકપ્રિય બની રહ્યો છે.

આ ધોધની સૌથી ખાસ વાત એ છે કે તેની આસપાસ સાપના આકારમાં શેવાળથી ઢંકાયેલા શિલ્પો બનાવવામાં આવ્યા છે, જે પાણીની વચ્ચે પ્રાચીન ખંડેરનો દેખાવ આપે છે. આ મૂર્તિઓને જોઈને એવું લાગે છે કે જાણે કોઈ વિશાળ સાપ પથ્થરમાં ફેરવાઈ ગયો હોય, જેના કારણે તેને સોશિયલ મીડિયા પર “સ્નેક વોટરફોલ (Snake Waterfall)” કહેવામાં આવવા લાગ્યો.

વાસ્તવમાં, આ કુદરતી ખડકો નથી પરંતુ સ્થાનિક કારીગરો દ્વારા બનાવેલ કલાકૃતિઓ છે, જે બાલીની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે. કેટલાક લોકો તેને કુદરતી રચના સમજે છે પરંતુ તે એક મંદિર અને આધ્યાત્મિક સ્થળ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે જ્યાં પ્રવાસીઓ પ્રકૃતિ તેમજ મેલુકટ (Melukat) જેવા પવિત્ર સ્નાન વિધિઓનો અનુભવ કરી શકે છે.
The rocks look like a giant petrified snake in this waterfall in Indonesia pic.twitter.com/WESFVHJq3N
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) May 15, 2025
આ વાયરલ વીડિયો (Viral Video) સોશિયલ સાઇટ X પર @AMAZlNGNATURE નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આ ધોધ ઈન્ડોનેશિયામાં (Indonesia) છે અને આ ધોધમાં સ્થિત ખડકો એક વિશાળ સાપ જેવા દેખાય છે.
દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો
ડિસ્ક્લેમર: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. દેવલિપિ ન્યુઝ કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

[…] રહ્યા છે. વાયરલ વિડીયોમાં (Viral Video) એક સાપ પાણીની બોટલમાંથી ઘટક ઘટક પાણી પીતો […]