Grooming Gang
Spread the love

બ્રિટન (UK) માં છેલ્લા કેટલાક દાયકાઓ દરમિયાન સામે આવેલા બાળ જાતીય શોષણ (Child Sexual Abuse) અને ‘ગ્રૂમિંગ ગેંગ્સ’ (Grooming Gang) ના કેસોને લઈને સોશિયલ મીડિયાથી (Social Media) લઈને બ્રિટિશ સમાજમાં (British Society) ફરી એકવાર ઉગ્ર ચર્ચા અને જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. આ વિવાદ ત્યારે વધુ ઘેરો બન્યો જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ‘ડ્યુસબરી ગ્રૂમિંગ ગેંગ’ (Dewsbury Grooming Gang) મામલે કરાયેલી એક ગંભીર પોસ્ટ પર વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે (Elon Musk) પણ પોતાની પ્રતિક્રિયા આપી. આ સંગઠિત અપરાધમાં પાકિસ્તાની મૂળના (Pakistan Origin) પુરુષો દ્વારા અસહાય અને સગીર વયની સ્થાનિક યુવતીઓને જાળમાં ફસાવીને તેમનું શારીરિક શોષણ (Sexual Abuse) કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

શું છે ‘ડ્યુસબરી ગ્રૂમિંગ ગેંગ’ નો (Dewsbury Grooming Gang) સમગ્ર મામલો?

અહેવાલો અનુસાર, બ્રિટનના (Britain) કિર્કલિસ (Kirklees) ક્ષેત્ર, ખાસ કરીને ડ્યુસબરી અને બેટલેમાં (Dewsbury and Batley) બાળ જાતીય શોષણનું (Child Sexual Abuse) એક મોટું સંગઠિત નેટવર્ક (Organized Network) સામે આવ્યું હતું.

  • આરોપો અને માનસિકતા: સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થયેલી પોસ્ટ અને કોર્ટની કાર્યવાહીના આધારે દાવો કરવામાં આવ્યો છે કે આ ગ્રૂમિંગ ગેંગ્સના (Grooming Gang)ગુનેગારો (Criminals) એક ખાસ નસ્લીય અને ધાર્મિક માનસિકતા હેઠળ સ્થાનિક શ્વેત (White) અને બિન-મુસ્લિમ (Non-Muslim) સગીરાઓને નિશાન બનાવતા હતા.
  • ગુનાની પદ્ધતિ: રિપોર્ટ્સ અનુસાર, આ ગ્રૂમિંગ ગેંગની (Grooming Gang) મોડસ ઓપરેન્ડી (Modus Operandi) ) એક સરખી જ રહેતી હતી. ગુનેગારો (Criminal) ઓછી ઉંમરની છોકરીઓ સાથે મિત્રતા કેળવતા, તેમને નશીલા પદાર્થો, દારૂ કે સિગારેટની લત લગાડતા અને ત્યારબાદ સ્કૂલ ગેટ, કેર હોમ કે રસ્તાઓ પરથી લઈ જઈને સામૂહિક અત્યાચાર ગુજારતા હતા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

બ્રિટિશ સુરક્ષા તંત્રની નિષ્ફળતા અને ‘કેસી રિપોર્ટ’

આ સંવેદનશીલ મુદ્દે વધતા જતા જનાક્રોશને જોતાં બ્રિટિશ સરકાર (British Government) દ્વારા નિયુક્ત બેરોનેસ લુઈસ કેસીનો (Baroness Louise Casey) રાષ્ટ્રીય ઓડિટ અહેવાલ (‘કેસી રિપોર્ટ’ – Casey Report) સાર્વજનિક કરવામાં આવ્યો છે. ‘કેસી રિપોર્ટ’ માં (Casey Report) ગ્રૂમિંગ ગેંગ્સ (Grooming Gang) અંગે બ્રિટિશ સત્તાવાળાઓ અને સુરક્ષા તંત્રની ગંભીર અને લાંબા ગાળાની નિષ્ફળતાને ખુલ્લી પાડવામાં આવી છે. આરોપ છે કે સ્થાનિક પ્રશાસન અને પોલીસ ‘નસ્લવાદી’ (Racist) કહેવાઈ જવાના ડરથી વર્ષો સુધી આ ગંભીર ગુનાઓ સામે આંખ આડા કાન કરીને બેસી રહ્યા, જેના કારણે ગુનેગારોનું નેટવર્ક અંદર સુધી મજબૂત થઈ ગયું.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સોશિયલ મીડિયા પર ઉગ્ર બહેસ અને એલન મસ્કનો પલટવાર

‘X’ પ્લેટફોર્મ પર @Rothmus નામના યુઝરે આ ઘટનાઓ પાછળ સામાન્ય ગુનાખોરીને બદલે કટ્ટર ઈસ્લામિક વિચારધારા (Islamic Ideology) હોવાનો દાવો કર્યો હતો અને કોર્ટમાં અપરાધીઓ દ્વારા બોલાયેલા શબ્દોનો હવાલો આપ્યો હતો. આ ગંભીર પોસ્ટ અને તેની સાથે જોડાયેલા વીડિયો પર પ્રતિક્રિયા આપતા એલન મસ્કે (Elon Musk) આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

બીજી તરફ, બ્રિટિશ મીડિયા (British Media) જગતમાં મેહદી હસન (Mehdi Hasan) જેવા કેટલાક વિશ્લેષકો આ અહેવાલો અને કેસી રિપોર્ટના (Casey Report) તથ્યોને નકારી રહ્યા છે, જેના લીધે ‘નેરેટિવ’ને (Narrative) બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપો પણ પ્રતિ-પોસ્ટમાં કરવામાં આવ્યા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ સમગ્ર વિવાદે બ્રિટનમાં (Britain) કાયદો અને વ્યવસ્થા, વહીવટી તંત્રની નબળાઈ અને પોતાના નાગરિકોની સુરક્ષા જેવા મૂળભૂત વિષયો પર એક મોટો સામાજિક વમળ પેદા કર્યો છે. પીડિત પરિવારો અને સ્થાનિક સમુદાયોમાં એવી લાગણી પ્રબળ બની રહી છે કે જો કડક પગલાં લેવામાં નહીં આવે તો જનતાનો સિસ્ટમ પરથી ભરોસો સંપૂર્ણપણે ઉઠી જશે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *