પશ્ચિમ બંગાળની (West Bengal) રાજધાની કોલકાતાના (Kolkata) તારાતલા વિસ્તારમાંથી (Taratala Area) એક અત્યંત ચિંતાજનક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. કોલકાતાના (Kolkata) તારાતલા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી બની રહેલું એક ચા (Tea) નું મોટું ગોડાઉન (Godown) બુધવારે બપોરે આશરે 12:15 વાગ્યે અચાનક પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું હતું. આ ભયાનક દુર્ઘટના સમયે ત્યાં બાંધકામનું કામ ચાલી રહ્યું હોવાથી 30 થી વધુ મજૂરો (Labourer) કાટમાળ નીચે દબાયા હોવાની ગંભીર આશંકા છે. અત્યાર સુધીમાં 7 શ્રમિકોને (Labourer) અત્યંત ગંભીર હાલતમાં બહાર કાઢી હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સેના અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો મેદાનમાં
ઘટનાની ગંભીરતાને જોતાં કોલકાતા (Kolkata) પ્રશાસન તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે કોલકાતા પોલીસ (Kolkata Police), ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપ (DMG), સિવિલ ડિફેન્સ (Civil Defense) અને ફાયર બ્રિગેડની (Fire Brigade) ટીમો યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operation) ચલાવી રહી છે. આ રાહત કામગીરીમાં મદદ માટે ભારતીય સેના (Indian Army) ના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તૂટી પડેલા લોખંડના ભારે બીમ અને પિલરોને હટાવવા માટે આધુનિક ક્રેન (Crane) અને જેસીબી મશીનો (JCB Machine) તૈનાત કરવામાં આવ્યા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઈમરજન્સી નંબરોની ઘોષણા
કોલકાતાના (Kolkata) તારાતલા (Taratala) વિસ્તાર ખાતે થયેલી દુર્ઘટના માટે નબન્ના ખાતે આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ (Control Room) સ્થાપવામાં આવ્યો છે; તેના નંબરો નીચે મુજબ છે:
- 1070
- 8697981070
- 033 22143526
- 033 22535185
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઇમરજન્સી કંટ્રોલ રૂમ અને લેવાયેલા ત્વરિત પગલાં
આ હાઈ-પ્રોફાઈલ અકસ્માત બાદ રાજ્ય સરકારની સૂચનાથી સચિવાલય (નબાન્ન) (Nabanna) ખાતે આપત્તિ વ્યવસ્થાપનનો વિશેષ કંટ્રોલ રૂમ (Control Room) શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ ઓથોરિટી (SMPA) દ્વારા રાહત કાર્ય માટે નીચે મુજબના મહત્વના પગલાં લેવાયા છે. ભારે મશીનરીની તૈનાતી: કાટમાળ હટાવવા અને લોખંડના મજબૂત માળખાને કાપવા માટે તાત્કાલિક ક્રેન અને ગેસ કટર સેટ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઈજાગ્રસ્ત મજૂરોની ત્વરિત સારવાર માટે SMPA ની સ્પેશિયલ ફાયર બ્રિગેડ ટીમની (Fire Bridged Team) સાથે ડોક્ટરોની (Doctors) મેડિકલ ટીમ (Medical Team) અને એમ્બ્યુલન્સ (Ambulance) પણ તૈનાત કરી દેવાઈ છે. બચાવ કાર્યમાં કોઈ અડચણ ન આવે અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા જળવાઈ રહે તે માટે એસ્ટેટ ડિવિઝન (Estate Division) અને પોર્ટ સિક્યોરિટીની ટીમોએ (Port Security Team) મોરચો સંભાળી લીધો છે. SMPA ના વરિષ્ઠ અધિકારીઓ પોતે ઘટનાસ્થળે હાજર છે અને સમગ્ર બચાવ કામગીરી (Rescue Operation) અને પરિસ્થિતિ પર સીધી નજર રાખી રહ્યા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કોલકતામાં (Kolkata) નિર્માણાધીન ગોડાઉન ધરાશાયી
કોલકાતાના (Kolkata) તારાતલા વિસ્તારમાં (Taratala Area) છેલ્લા 1 વર્ષથી નિર્માણાધીન ચાનું ગોડાઉન ધરાશાયી થયું છે. 7 મજૂરોને ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યા છે ગોડાઉન ધસી પડવાથી 30 થી વધુ શ્રમિકો કાટમાળ નીચે દટાયા હોવાની ભીતિ સેવાઈ રહી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
કાટમાળ ઘણો મોટો અને લોખંડના બીમથી બનેલો હોવાથી રેસ્ક્યૂ ઓપરેશનમાં (Rescue Operation) થોડો સમય લાગી શકે તેમ છે. જેમ જેમ બચાવ કાર્ય આગળ વધશે તેમ જાનહાનિ અને ઈજાગ્રસ્તોના સત્તાવાર આંકડા અંગે વહીવટી તંત્ર દ્વારા વધુ માહિતી જાહેર કરવામાં આવશે.
कोलकाता के तारातला में निर्माणाधीन गोदाम का शेड गिरने से हादसा.. सर्च ऑपरेशन जारी #Kolkata #WarehouseCollapse #WestBengal pic.twitter.com/7ZG7a94Vb8
— Times Now Navbharat (@TNNavbharat) June 24, 2026
