Mahua MoitraMahua Moitra
Spread the love

ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra) પર કાનૂની સંકજો કસાયો છે. પશ્ચિમ બંગાળના (West Bengal) રાજકારણમાંથી આવતા સમાચાર મુજબ હેટ સ્પીચ કેસમાં કોર્ટના સમન્સનું પાલન ન કરવા અને તેની અવગણના કરવા બદલ તૃણમુલ કોંગ્રેસના સાંસદ (TMC MP) મહુઆ મોઇત્રા (Mahua Moitra) સામે વોરંટ જારી થયું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પશ્ચિમ બંગાળના (West Bengal) રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં હેટ સ્પીચ કેસમાં (Hate Speach Case) નાદિયા જિલ્લાની કોર્ટના (Nadia District Court) સમન્સનું પાલન ન કરવા અને તેની અવગણના કરવા બદલ ટીએમસી (TMC) સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra) પર કાનૂની સંકજો કસાયો છે. પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીની (Mamata Banerjee) પાર્ટીના સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra) વિરુદ્ધ અદાલતે ધરપકડ વોરંટ જારી કર્યું છે. બુધવાર 19 ઓગસ્ટે જારી થયેલા આ આદેશ બાદ ટીએમસી સાંસદની (TMC MP) મુશ્કેલીઓ વધી ગઈ છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI) અનુસાર, પશ્ચિમ બંગાળની (West Bengal) નાદિયા જિલ્લાની (Nadia District) એક અદાલતે બુધવારે ટીએમસી સાંસદ (TMC MP) મહુઆ મોઇત્રા (Mahua Moitra) વિરુદ્ધ ધરપકડ વોરંટ (Arrest Warrant) જારી કરવાનો આદેશ આપ્યો હતો. તેમના પર આ આદેશ કથિત હેટ સ્પીચ કેસમાં (Hate Speach Case) કોર્ટમાં હાજર થવાના નિર્દેશનું પાલન ન કરવા બદલ આપવામાં આવ્યો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કૃષ્ણાનગર અદાલતે (Krishnanagar Court) નિર્દેશ આપ્યો છે કે મહુઆ મોઇત્રા (Mahua Moitra) વિરુદ્ધ ધરપકડ વોરંટના (Arrest Waraant) અમલનો રિપોર્ટ 28 ઓગસ્ટે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. આ ઉપરાંત મોઇત્રા વિરુદ્ધ મહિલાઓનું અપમાન કરવા અને હેટ સ્પીચ (Hate Speach) આપવાના આક્ષેપ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારપછી અદાલતે આ સમગ્ર મામલે સમન્સ જારી કર્યું હતું.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સમન્સ મોકલવા છતાં ટીએમસી સાંસદ હાજર ન થયા: અદાલત

અદાલત તરફથી વારંવાર સમન્સ મોકલવા છતાં ટીએમસી સાંસદ (TMC MP) હાજર ન થયા. આ પછી તરત જ કૃષ્ણાનગર અદાલતના (Krishnanagar Court) ત્રીજા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે મહુઆ મોઇત્રા (Mahua Moitra) વિરુદ્ધ તાત્કાલિક ધરપકડ વોરંટ (Arrest Warrant) જારી કરવાનો આદેશ આપ્યો હતો. જજે મંગળવારે ટીએમસી સાંસદને (TMC MP) બીજા દિવસે અદાલતમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ તેઓ હાજર રહ્યા નહીં.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અદાલતે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, ‘અદાલતના આદેશની સતત અવગણના એ કોર્ટના આદેશનું પાલન કરવા પ્રત્યે આરોપીનું બેદરકાર વલણ દર્શાવે છે અને તેથી અદાલત પાસે તેમની સામે ધરપકડ વોરંટ (Arrest Warrant) જારી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.’

જજે પોતાના આદેશમાં નોંધ્યું છે કે મોઇત્રા તરફથી હાજર થયેલા વકીલે જણાવ્યું છે કે તેઓ કોઈપણ સમયે અદાલતમાં હાજર થશે નહીં. આનાથી એ સ્પષ્ટ થાય છે કે તેમને અદાલત પ્રત્યે કોઈ સન્માન નથી. સાંસદના વકીલે અદાલત સમક્ષ એવી આશંકા વ્યક્ત કરી છે કે જો તેઓ હાજર થશે તો કોર્ટ પરિસરની બહાર તેમની સાથે ગેરવર્તણૂક થઈ શકે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મહુઆ મોઇત્રા (Mahua Moitra) વિરુદ્ધ આ કલમો હેઠળ ગુનો નોંધાયો

કૃષ્ણાનગર જિલ્લા પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તેમની વિરુદ્ધ કલમ 79 (મહિલાના ગૌરવનું અપમાન), કલમ 196 (જૂથો વચ્ચે શત્રુતાને પ્રોત્સાહન આપવું), કલમ 299 (ધાર્મિક લાગણી દુભાવવી), કલમ 351 (ગુનાહિત ધમકી) અને કલમ 353 (2) (હેટ સ્પીચ) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *