USAID
Spread the love

યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) એ યુએસ સરકારની વૈધાનિક સંસ્થા છે જેને ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા ઉપર આવતાં જ બંધ કરી દીધી છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે આ એજન્સી પાસેથી મળેલી રકમ ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ સંગઠનોને પહોંચતી હતી. ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન (FIF), જે હાફિઝ સઈદની લશ્કર-એ-તૈયબા (LET) એ ફંડિંગ મેળવવા બનાવેલું મહોરુ સંસ્થા છે. આ જૂથને યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ દ્વારા ભંડોળ મળતુ હતું. આ ફાઉન્ડેશન પાકિસ્તાનથી ચાલે છે અને આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

એવું કહેવાય છે કે USAID ને ભારત વિરોધી જ્યોર્જ સોરોસ તરફથી ભંડોળ મળતું હતું. ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવા (JUD) સાથે જોડાયેલું છે, જે ભારતમાં થયેલા 26/11ના મુંબઈ આતંકી હુમલા માટે જવાબદાર છે. જો કે, એકવાર યુએસ સરકારે આવા સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો હતો, તેમ છતાં તેઓ યુએસએઆઈડી દ્વારા નાણાં મળવાનું ચાલુ રહ્યું હતું.

ટ્રમ્પે USAID બંધ કર્યું

ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત રાષ્ટ્રપતિ બનતાની સાથે જ USAIDને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. ટ્રમ્પ વહીવટીતંત્રે એજન્સી પર અમેરિકન કરદાતાઓના નાણાંનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. યુએસએઆઈડી બંધ કરીને તેના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને રજા પર મોકલી દેવામાં આવ્યા હતા અને વિશ્વભરમાં કામ કરતા કર્મચારીઓને અમેરિકા પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશનની વાસ્તવિકતા

ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન (FIF) ને અમેરિકા અને ભારત દ્વારા લશ્કર-એ-તૈયબાનું સમર્થન કરતી સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે તપાસ અને પ્રતિબંધોથી બચવા માટે FIF ની રચના કરવામાં આવી હતી. અમેરિકાએ તેને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું છતાં આ ફાઉન્ડેશનને 2010 સુધી USAID દ્વારા ભંડોળ મળતું રહ્યું હતું.

FIF પર યુએસ પ્રતિબંધો અને ફંડિંગનો વિવાદ

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન પાકિસ્તાન સ્થિત એક સંગઠન છે, જે લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવા સાથે ગાઢ રીતે જોડાયેલું છે. યુએસ સરકારે આ સંસ્થા પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં, તેને USAID દ્વારા ભંડોળ મળતું રહ્યું.

FIF કેવી રીતે ભંડોળ મળતું રહ્યું?

USAID એ FIF ને હેલ્પિંગ હેન્ડ ફોર રિલીફ એન્ડ ડેવલપમેન્ટ (HHRD) દ્વારા સહાય પૂરી પાડી હતી. HHRD એ મિશિગન સ્થિત ઇસ્લામિક ચેરિટી છે જે દક્ષિણ એશિયામાં જેહાદી સંગઠનો સાથે જોડાણ ધરાવે છે. યુએસએઆઈડી અને ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન વચ્ચેના ભંડોળે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. યુએસ પ્રતિબંધ છતાં, FIF ને ફંડિંગ અને લશ્કર-એ-તૈયબા જેવા સંગઠનો સાથેનું જોડાણ અમેરિકા અને અન્ય દેશો માટે ચિંતાનો વિષય છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

3 thoughts on “USAID બંધ કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી ભારત વિરોધી આતંકવાદી હાફિઝ સઈદને પડશે મોટો ફટકો”
  1. […] લોસ એન્જલસમાં ભૂકંપ આવ્યો ત્યારે અમેરિકા (USA) ના કેલિફોર્નિયામાં સમુદ્રમાંથી એક […]

  2. […] પ્રયાસ થયો હતો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પ્રશાસન દ્વારા રચિત અને જેનું […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *