દારૂનું સેવન (Alcohol Consumption) આમ તો સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય છે તે જાણતા હોવા છતા અનેક લોકો દારૂનું (Alcohol) સેવન કરતા હોય છે. યુરોપિયન દેશો વિશ્વમાં દારૂનાં સેવનની બાબતમાં ઘણાં આગળ છે. ટોચનાં 10 દેશોમાંથી આઠ યુરોપમાં (Europe) છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

દારૂના (Alcohol) સેવન સૌથી વધુ કયા દેશમાં?
ડબ્લ્યુએચઓના (WHO) જણાવ્યાં અનુસાર, યુરોપિયન દેશ મોલ્ડોવામાં (Moldova) દારૂનો (Alcohol) વાર્ષિક માથાદીઠ વપરાશ 15.2 લિટર છે. જેમાં 15 વર્ષથી વધુ ઉંમરના લોકોનો પણ સમાવેશ થાય છે. આ લિસ્ટમાં લિથુઆનિયા (Lithuania) બીજા નંબરે છે.

વાર્ષિક 15 લિટરથી વધુ દારૂનું (Alcohol) સેવન કયા દેશોમાં?
આ દેશમાં દરેક વ્યક્તિ વાર્ષિક 15 લિટર દારૂનું સેવન કરે છે. તે પછી ચેક રિપબ્લિક (14.4 લિટર), આફ્રિકન દેશ સેશેલ્સ (13.8 લિટર), જર્મની (Germany) 13.4 લિટર, નાઈજિરિયા (Nigeria) 13.4 લિટર, આયર્લેન્ડ (Ireland) 13 લિટર, લાટવિયા (Latvia) 12.9 લિટર, બલ્ગેરિયા (Bulgaria) 12.7 લિટર અને ફ્રાન્સ (France) 12.6 લિટર સાથે આવે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રશિયા (Russia) દર વર્ષે વ્યક્તિ દીઠ 11.7 લિટર આલ્કોહોલનું સેવન કરે છે, જ્યારે યુકેમાં (UK) 11.4 લિટર, ઓસ્ટ્રેલિયામાં (Australia) 10.6 લિટર અને દક્ષિણ કોરિયામાં (South Korea) 10.2 લિટર આલ્કોહોલનું સેવન કરે છે. સ્પેન (Spain) 10 લિટર, અમેરિકા (America) 9.8 લિટર, કેનેડા (Canada) 8.9 લિટર, જાપાન (Japan) 8 લિટર અને ચીન (China) 7.2 લિટર પણ ભારત કરતાં આગળ છે.
Pure alcohol consumption (litres) per adult 15 years of age and over per year:
— World of Statistics (@stats_feed) June 23, 2025
🇲🇩 Moldova: 15.2
🇱🇹 Lithuania: 15.0
🇨🇿 Czechia: 14.4
🇸🇨 Seychelles: 13.8
🇩🇪 Germany: 13.4
🇳🇬 Nigeria: 13.4
🇮🇪 Ireland: 13.0
🇱🇻 Latvia: 12.9
🇧🇬 Bulgaria: 12.7
🇫🇷 France: 12.6
🇵🇹 Portugal: 12.3
🇧🇪…
આ યાદીમાં ભારત ક્યાં?
વેનેઝુએલા (Venezuela) 5.6 લિટર, ઉત્તર કોરિયા (North Korea) 3.9 લિટર, ઈઝરાયલ (Israel) 3.8 લિટર, સિંગાપોર (Singapore) 2.5 લિટર, તુર્કી (Turkey) 2 લિટર, ઈરાન (Iran) 1 લિટર અને ઈન્ડોનેશિયા (Indonesia) 0.8 લિટર આ મામલે ભારતથી પાછળ છે. ભારતનો માથાદીઠ દારૂનો વપરાશ વાર્ષિક 5.7 લિટર છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
