Russia
Spread the love

રશિયામાં (Russia) આવેલા 8.8 મેગ્નિટ્યુડના વિનાશક ભૂકંપ (Earthquake) બાદ, અલાસ્કા સ્થિત રાષ્ટ્રીય સુનામી (Tsunami) ચેતવણી કેન્દ્રએ અલાસ્કા (Alaska) એલ્યુશિયન ટાપુઓના કેટલાક ભાગો તેમજ કેલિફોર્નિયા (California), ઓરેગોન (Oregon), વોશિંગ્ટન (Washington) અને હવાઈ (Hawai) સહિત પશ્ચિમ કિનારાના કેટલાક ભાગો માટે સુનામીની (Tsunami) ચેતવણી જારી કરી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આજે રશિયામાં (Russia) એક પ્રચંડ ભૂકંપ (Earthquake) આવ્યો છે. આ ભૂકંપ રશિયાના (Russia) કામચાટકા (Kamchatka) દ્વીપકલ્પમાં આવ્યો હતો. ભૂકંપની (Earthquake) તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.8 હતી. ભૂકંપના (Earthquake) આંચકા એટલા જોરદાર હતા કે ત્યાં બધું જ ધ્રુજવા લાગ્યું. રશિયાથી (Russia) આવી રહેલી ઘણી તસવીરો અને વીડિયો (Video) પણ ત્યાંની ભયાનક પરિસ્થિતિ દર્શાવે છે. જાપાન (Japan) અને અમેરિકા (America) ઉપરાંત, ન્યુઝીલેન્ડ (New Zealand) અને ઈન્ડોનેશિયામાં (Indonesia) પણ ભૂકંપની (Earthquake) અસર જોવા મળી હતી અને ત્યાં સુનામીની (Tsunami) ચેતવણી જારી કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ સુનામીની અસર દેખાવા લાગી છે.

જાપાનની (Japan) હવામાન એજન્સીએ બુધવારે જણાવ્યું હતું કે રશિયાના (Russia) કામચાટકા (Kamchatka) દ્વીપકલ્પ નજીક 8.0 ની તીવ્રતાનો મોટો ભૂકંપ (Earthquake) આવ્યો હતો, આ સાથે જાપાન (Japan) માટે સુનામીની (Tsunami) ચેતવણી જારી કરવામાં આવી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપ (Earthquake) સવારે 8:25 વાગ્યે આવ્યો હતો અને તેની શરૂઆતમાં તીવ્રતા 8.0 હતી બાદમાં 8.8 કહેવામાં આવી હતી. એજન્સીએ જાપાનના (Japan) પેસિફિક કિનારા પર 1 મીટર સુધીની સુનામીની (Tsunami) ચેતવણી પણ જારી કરી હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રશિયાના (Russia) ભૂકંપના ભયાનક વીડિયો

યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ અહેવાલ આપ્યો છે કે ભૂકંપનું (Earthquake) કેન્દ્ર રશિયાના (Russia) પેટ્રોપાવલોવસ્ક-કામચાત્સ્કીથી 133 કિલોમીટર દક્ષિણપૂર્વમાં 74 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. ભૂકંપમાં (Earthquake) જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. પરંતુ ત્યાંથી જે વીડિયો (Video) સામે આવ્યા છે તે ખૂબ જ ડરામણા છે. વીડિયોમાં (Video)NHK ઘણી ઈમારતો ધ્રુજતી જોવા મળે છે, અને ઘણી જગ્યાએ નુકસાનની આશંકા છે.

રશિયામાં (Russia) સુનામીના (Tsunami) મોજા ઉછ્ળ્યા

રશિયાના (Russia) પેસિફિક કિનારા પર કામચાટકા (Kamchatka) પ્રદેશમાં સુનામીના (Tsunami) પ્રથમ મોજા અથડાયાના ફોટા અને વીડિયો (Video) પણ સામે આવ્યા છે. ભૂકંપને (Earthquake) કારણે સમુદ્રનું સ્તર નોંધપાત્ર રીતે વધ્યું હતું. આના કારણે દરિયાકાંઠાના શહેરોની ઈમારતોમાં પાણીના સ્તરમાં વધારો જોવા મળ્યો હતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

જાપાનના (Japan) NHK ટેલિવિઝન અનુસાર, ભૂકંપ (Earthquake) જાપાનના (Japan) ચાર મુખ્ય ટાપુઓમાંથી સૌથી ઉત્તરીય ટાપુ હોક્કાઇડોથી લગભગ 250 કિલોમીટર દૂર આવ્યો હતો અને તેની અસર ખૂબ જ ઓછી અનુભવાઈ હતી. USGC કહે છે કે ભૂકંપ (Earthquake) 19.3 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. USGC એ શરૂઆતના અહેવાલો પછી તરત જ કહ્યું કે ભૂકંપની (Earthquake) તીવ્રતા 8.7 હતી.

કામચાટકા (Kamchatka) પરની અસર અંગે રશિયા (Russia) તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. અલાસ્કા (Alaska) સ્થિત રાષ્ટ્રીય સુનામી (Tsunami) ચેતવણી કેન્દ્રએ અલાસ્કાના (Alaska) એલ્યુશિયન ટાપુઓના કેટલાક ભાગો તેમજ કેલિફોર્નિયા (California), ઓરેગોન (Oregon), વોશિંગ્ટન (Washington) અને હવાઈ (Hawai) સહિત પશ્ચિમ કિનારાના કેટલાક ભાગો માટે સુનામીની ચેતવણી જારી કરી છે. આ ચેતવણી પેનહેન્ડલના કેટલાક ભાગો સહિત અલાસ્કાના (Alaska) દરિયાકાંઠાના મોટા ભાગને પણ આવરી લે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ન્યુઝીલેન્ડ અને ઇન્ડોનેશિયામાં પણ સુનામીની ચેતવણી

ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, ન્યુઝીલેન્ડની (New Zealand) નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (NEMA) એ રશિયન દરિયાકાંઠે આવેલા મોટા ભૂકંપ (Earthquake) બાદ દરિયાકાંઠે શક્તિશાળી અને અનિયમિત સમુદ્રી પ્રવાહો અને મોટા મોજાઓની ચેતવણી આપી છે. એજન્સીએ ચેતવણી આપી હતી કે આવા મોજા ખતરનાક હોઈ શકે છે, અને તરવૈયાઓ, સર્ફર્સ, માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારો અથવા તેની નજીક રહેતા લોકોને દૂર રહેવા કહેવામાં આવ્યું છે.

તેવી જ રીતે, ઈન્ડોનેશિયામાં (Indonesia) પણ સુનામીની (Tsunami) ચેતવણી જારી કરવામાં આવી છે. ઈન્ડોનેશિયાની (Indonesia) ભૂ-ભૌતિક એજન્સીએ ચેતવણી જારી કરી છે કે રશિયન દરિયાકાંઠે 8.7 ની તીવ્રતાના ભૂકંપ (Earthquake) પછી બુધવારે બપોરે 0.5 મીટરથી ઓછી ઊંચા સુનામીના (Tsunami) મોજા દેશના કેટલાક ભાગોને પ્રભાવિત કરી શકે છે.

કામચાટકામાં આવી ચૂક્યો છે 9 ની તીવ્રતાનો ભૂકંપ

પેસિફિક મહાસાગરની (Pacific Ocean) નજીક આવેલું જાપાન (Japan), વિશ્વના સૌથી વધુ ભૂકંપગ્રસ્ત દેશોમાંનો એક છે. જુલાઈની શરૂઆતમાં, કામચાટકા (Kamchatka) નજીક સમુદ્રમાં પાંચ મોટા ભૂકંપ આવ્યા હતા – જેમાંથી સૌથી મોટો ભૂકંપ (Earthquake) 7.4 ની તીવ્રતાનો હતો. સૌથી મોટો ભૂકંપ (Earthquake) પેટ્રોપાવલોવસ્ક-કામચાત્સ્કી શહેર જેની વસ્તી લગભગ 2 લાખ છે તેનાથી 20 કિલોમીટરની ઊંડાઈ અને 144 કિલોમીટર પૂર્વમાં હતો.

અગાઉ, 4 નવેમ્બર, 1952 ના રોજ રશિયાના (Russia) કામચાટકામાં (Kamchatka) 9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, પરંતુ હવાઈમાં 9.1 મીટર ઊંચા મોજા હોવા છતાં, કોઈ જાનહાનિ થઈ ન હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *