PM Modi
Spread the love

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) સાયપ્રસની (Cyprus) મુલાકાતે છે અને તેમની મુલાકાતના બીજા દિવસે તેમને આ યુરોપિયન દેશનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. પીએમ મોદી (PM Modi) સાયપ્રસનું આ સર્વોચ્ચ સન્માન મેળવનારા વિશ્વના 23મા નેતા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રાજધાની નિકોસિયામાં (Nicosia) સાયપ્રસના (Cyprus) રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે (Nikos Christodoulides) વડા પ્રધાન મોદીને (PM Modi) સાયપ્રસના (Cyprus) સર્વોચ્ચ સન્માન, ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ III (Grand Cross of the Order of Makarios III) થી સન્માનિત કર્યા હતા. આ સન્માન પર પીએમ મોદીએ (PM Modi) કહ્યું કે આ સન્માન ફક્ત મારું નથી પરંતુ દેશના 140 કરોડ લોકોનું સન્માન છે. હું આ સન્માન ભારત અને સાયપ્રસ (Cyprus) વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો અને આપણી પરસ્પર સમજણને સમર્પિત કરું છું.

આ સન્માન મૈત્રીપૂર્ણ સંબંધોને સમર્પિત: પીએમ મોદી (PM Modi)

સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત કર્યા પછી, પીએમ મોદીએ (PM Modi) કહ્યું, “હું તમને (સાયપ્રસના રાષ્ટ્રપતિ), સાયપ્રસ સરકાર અને સાયપ્રસના લોકોને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ III (Grand Cross of the Order of Makarios III) ના સન્માન બદલ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આ સન્માન માત્ર મારુ નરેન્દ્ર મોદીનું (Narendra Modi) સન્માન નથી, પરંતુ તે 140 કરોડ ભારતીયોનું સન્માન છે. આ તેમની શક્તિ અને આકાંક્ષાઓનું સન્માન છે. આ આપણા દેશની સંસ્કૃતિ, બંધુત્વ અને વસુધૈવ કુટુંબકમની વિચારધારાનું સન્માન છે. હું આ સન્માન ભારત અને સાયપ્રસ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો, આપણા સહિયારા મૂલ્યો અને આપણી પરસ્પર સમજણને સમર્પિત કરું છું.”

પીએમ મોદીએ (PM Modi) વધુમાં કહ્યું, “તમામ ભારતીયો વતી, હું આ સન્માનને અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારું છું. આ સન્માન શાંતિ, સુરક્ષા, સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને આપણા લોકોની સમૃદ્ધિ પ્રત્યેની આપણી અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. હું આ સન્માનનું મહત્વ સમજું છું અને તેને ભારત-સાયપ્રસ સંબંધો પ્રત્યેની જવાબદારીના ભાવથી લઉં છું. મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં આપણી ગતિશીલ ભાગીદારી વધુ ઊંચાઈઓને સ્પર્શશે. સાથે મળીને આપણે ફક્ત આપણા દેશોના ન માત્ર વિકાસને મજબૂત બનાવીશું પરંતુ શાંતિપૂર્ણ અને સુરક્ષિત વૈશ્વિક વાતાવરણના નિર્માણમાં પણ યોગદાન આપીશું.”

રાષ્ટ્રપતિ ભવનમાં સત્તાવાર સ્વાગત

આજે વહેલી સવારે, સોમવારે નિકોસિયાના (Nicosia) રાષ્ટ્રપતિ મહેલમાં પીએમ મોદીનું (PM Modi) સત્તાવાર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલિડ્સે (Nikos Christodoulides) રાષ્ટ્રપતિ મહેલમાં પીએમ મોદીનું (PM Modi) ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ.

પીએમ મોદી (PM Modi) ગઈકાલે રવિવારે તેમના ત્રણ દેશોના પ્રવાસ પર સાયપ્રસ (Cyprus) પહોંચ્યા હતા. આ દરમિયાન, પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલિડ્સ સાથે નિકોસિયામાં (Nicosia) વ્યાપારી નેતાઓ સાથે એક રાઉન્ડ ટેબલ મીટિંગમાં ભાગ લીધો અને વેપાર, રોકાણ અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા હાકલ કરી કારણકે આ ક્ષેત્રમાં વિકાસની અપાર શક્યતાઓ રહેલી છે.

વ્યાપાર જગતના લોકોને મળ્યા પીએમ મોદી (PM Modi)

પીએમ મોદી ગઈકાલે રવિવારે સાયપ્રસની (Cyprus) રાજધાની નિકોસિયા (Nicosia) પહોંચ્યા હતા. તેમણે ભારત અને સાયપ્રસના વ્યાપારી નેતાઓને પણ સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, સાયપ્રસ લાંબા સમયથી ભારતનું વિશ્વસનીય ભાગીદાર રહ્યુ છે.

કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, 23 વર્ષ પછી કોઈ ભારતીય પ્રધાનમંત્રી સાયપ્રસની મુલાકાતે આવ્યા છે અને પહેલો કાર્યક્રમ ઉદ્યોગપતિઓ સાથે ગોળમેજી બેઠકનો હતો. આ દર્શાવે છે કે ભારત અને સાયપ્રસ વચ્ચેના સંબંધો માટે આર્થિક વિશ્વ સાથે જોડાયેલા લોકો કેટલા મહત્વપૂર્ણ છે. તેમણે એમ પણ કહ્યું કે ઘણી ભારતીય કંપનીઓ તેને યુરોપના પ્રવેશદ્વાર તરીકે જુએ છે.

પીએમ મોદી તેમની 3 દેશોની મુલાકાતના પહેલા તબક્કાના ભાગ રૂપે ગઈકાલે સાયપ્રસ પહોંચ્યા હતા. આ પછી, તેઓ કેનેડા (Canada) અને ક્રોએશિયાની (Croatia) પણ મુલાકાત લેશે. છેલ્લા બે દાયકામાં ભારતીય વડા પ્રધાનની સાયપ્રસની આ પહેલી મુલાકાત છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *