પાકિસ્તાન (Pakistan) સરકારે તાજેતરમાં કેબિનેટ મંત્રીઓ, રાજ્ય મંત્રીઓ અને સલાહકારોના પગારમાં 188 ટકાના વધારાને મંજૂરી આપી છે.
એક તરફ દેશ ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે તો બીજી તરફ શહેબાઝ શરીફે પોતાના મંત્રીઓના પગારમાં ધરખમ વધારો કર્યો છે. પાકિસ્તાનના (Pakistan) લોકો શાહબાઝ શરીફ સરકારના આ નિર્ણયથી ખૂબ જ નાખુશ છે. પાકિસ્તાન સરકારે (Pakistan Government) તાજેતરમાં કેબિનેટ મંત્રીઓ, રાજ્ય મંત્રીઓ અને સલાહકારોના પગારમાં 188 ટકાના વધારાને મંજૂરી આપી છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.
#Pakistan : पाकिस्तान इस समय भारी महंगाई और कर्ज़ के संकट में फंसा हुआ है। आम जनता दो वक्त की रोटी के लिए संघर्ष कर रही है, लेकिन सरकार अपने मंत्रियों और अधिकारियों की सैलरी में भारी बढ़ोतरी कर रही है। हाल ही में पाकिस्तान की कैबिनेट ने मंत्रियों, राज्य मंत्रियों और सलाहकारों के… pic.twitter.com/FdjweaappI
— Jammu-Kashmir Now (@JammuKashmirNow) March 22, 2025
188% પગાર વધારાના મુદ્દે પાકિસ્તાનમાં વિવાદ
શાહબાઝ શરીફની સરકારે એક સમયે ખર્ચ ઘટાડવાના મોટા-મોટા દાવા કર્યા હતા. પરંતુ આ પગાર વધારવાના નિર્ણયથી સરકારના ઈરાદા પર ગંભીર સવાલો ઉભા થયા છે. પાકિસ્તાની નાગરિકો ઊંચા કરવેરા, નોકરી ગુમાવવી, ફુગાવો, ઊંચા ઇંધણ ખર્ચ અને વીજળીના વધતા ભાવ જેવી કટોકટીનો સામનો કરી રહ્યા છે ત્યારે જ પગાર વધારા પછી, મંત્રીઓ અને સલાહકારોને હવે દર મહિને રૂ. 5,19,000 પગાર મળશે.

પાકિસ્તાન સરકારની (Pakistan Government) નીતિ પર ઉઠ્યા પ્રશ્નો
વડા પ્રધાન શેહબાઝ શરીફે હંમેશા પાકિસ્તાનીઓને ઊંચા ટેક્સને કારણે તેમના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનું આહ્વાન કરતા રહ્યા છે. તેમણે દેશના આર્થિક સુધાર માટે ‘રિકવરી’નો સમયગાળો ગણાવ્યો, પરંતુ મંત્રીઓના પગારમાં 188 ટકાના વધારાએ તેમના દાવાઓ પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે. હજુ બે મહિના પહેલા જ તમામ સંસદસભ્યો અને સેનેટરોના પગાર અને ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો હતો. આ સિવાય વડાપ્રધાને તેમના કેન્દ્રીય કેબિનેટની સંખ્યા 21 થી વધારીને 51 કરી દીધી છે હતી.

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ દયાજનક
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ગંભીર છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, જૂન 2024 સુધીમાં પાકિસ્તાનનું કુલ જાહેર દેવું આશરે 67.5 લાખ કરોડ પાકિસ્તાની રૂપિયા હતું. જે પ્રત્યેક નાગરિક મુજબ ગણતા દરેક પાકિસ્તાની નાગરિક પર સરેરાશ 3 લાખ પાકિસ્તાની રૂપિયાનું દેવું છે, જે દેશની આર્થિક સ્થિતિને વધુ તણાવપૂર્ણ બનાવે છે. ત્યારે શહબાઝ શરીફે પોતાના મંત્રીઓના પગારમાં કરેલા ધરખમ વધારાએ વિવાદ ઉભો કર્યો છે.