કેનેડાની વિદેશી હસ્તક્ષેપ સમિતિના રિપોર્ટમાં આ વાત સામે આવી છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી.
કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) એ લગાવ્યા હતા આરોપ
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) એ આરોપ લગાવ્યો હતો કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય રાજદ્વારી સહિત ઘણા લોકો સામેલ હતા. જો કે, આ કેનેડિયન કમિટિનો રિપોર્ટ કંઈક અલગ જ વાત કહી રહ્યો છે. રિપોર્ટ અનુસાર કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં કોઈ વિદેશી રાજ્ય સાથે કોઈ ચોક્કસ કનેક્શન સાબિત થઈ શક્યું નથી.
ट्रूडो ने बोला था झूठ! कनाडा की कमिटी बोली- निज्जर हत्याकांड में नहीं साबित हुआ किसी विदेशी राज्य का हाथ#JustinTrudeau #Canada #nijjarmurdercase @AshishSinghLIVE https://t.co/5HAzLJcl3P
— ABP News (@ABPNews) January 29, 2025
ટ્રુડોએ ભારત વિરુદ્ધ ખૂબ જ ઝેર ઓક્યું હતું
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau)એ લાંબા સમયથી ભારત વિરુદ્ધ એટલું ઝેર ઓક્યું છે કે બંને દેશો વચ્ચેના સંબંધો હવે બગડી ગયા છે. ટ્રુડોએ હરદીપ નિજ્જર હત્યા કેસમાં ભારતને દોષી ઠેરવવાની કોઈ તક છોડી નથી. તેમણે કહ્યું કે નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ છે અને તેમની પાસે તેના પુરાવા પણ છે.
કેનેડાની સુપ્રીમ કોર્ટે ચારેય આરોપીઓને આપ્યા જામીન
જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) એ આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. ટ્રુડો ભારત વિરુદ્ધ પુરાવા છે, પુરાવા છે એમ બોલતા રહ્યા જ્યારે પુરાવાના અભાવે કેનેડાની સુપ્રીમ કોર્ટે કેસના ચારેય આરોપીઓને જામીન આપ્યા હતા. હવે આ મામલામાં સુનાવણી ફેબ્રુઆરીમાં થશે.

કોણ હતા ભારતીય આરોપી?
નિજ્જરની હત્યાને લઈને કેનેડા ભારત પર સતત ગંભીર આરોપો લગાવી રહ્યું હતું. જોકે, બાદમાં કેનેડાએ આ આરોપોથી પીછેહઠ કરી હતી. હત્યા કેસમાં ચાર આરોપીઓ કરણ બ્રાર, અમનદીપ સિંહ, કમલપ્રીત સિંહ અને કરણપ્રીત સિંહની ધરપકડ કરવામાં આવી હતી.
