ન્યૂ યોર્કમાં (New York) બ્રુકલિન બ્રિજ (Brooklyn Bridge) સાથે મેક્સીકન નૌકાદળનું એક જહાજ અથડાતા 19 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી ચારની હાલત ગંભીર છે. વહાણનો મસ્તુલ તૂટી ગયો હતો જોકે પુલને કોઈ નુકસાન થયું નહોતુ.
ન્યૂયોર્કના (New York) પ્રખ્યાત બ્રુકલિન બ્રિજ (Brooklyn Bridge) પર એક મોટો અકસ્માત જોવા મળ્યો છે. મેક્સીકન નૌકાદળનું (Mexican Navy) એક પ્રશિક્ષણ જહાજ આ ઐતિહાસિક ઝૂલતા પુલ સાથે અથડાયું હતુ. આ અકસ્માતમાં જહાજનો મસ્તુલ તૂટી ગયો હતો અને 19 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ચારની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

ન્યૂયોર્કના (New York) બ્રુકલિન બ્રિજ (Brooklyn Bridge) અકસ્માત
આ એ જ બ્રુકલિન બ્રિજ (Brooklyn Bridge) છે જેની ઉપર ઘણી ભારતીય ફિલ્મોનું શૂટિંગ થયુ છે. શનિવારે રાત્રે લગભગ 8:26 વાગ્યે, ન્યૂ યોર્કમાં (New York) બ્રુકલિન અને મેનહટનને જોડતા આ પ્રખ્યાત પુલ નીચેથી પસાર થતી વખતે મેક્સીકન નૌકાદળનું (Mexican Navy) એક જહાજ તેની સાથે અથડાયું. જહાજમાં 277 ખલાસીઓ હતા.
ઓનલાઈન વાયરલ વિડીયોમાં જહાજનો મસ્તુલ પુલના નીચેના ભાગ સાથે અથડાતો જોવા મળ્યો હતો, જેના કારણે મસ્તુલના ટુકડા ડેક પર પડતા જોઈ શકાય છે. ન્યૂ યોર્ક પોલીસ વિભાગ (NYPD) અનુસાર, બધા ઇજાગ્રસ્ત લોકો જહાજમાં હતા, જોકે પુલને કોઈ માળખાકીય નુકસાન થયું નથી.

ન્યૂયોર્કના (New York) મેયર એરિક એડમ્સે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ’19 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી ચારની હાલત ગંભીર છે. અમારી ટીમો પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. મેક્સિકન નેવીએ (Mexican Navy) તેની સત્તાવાર X પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘કુઆહટેમોક (Cuauhtémoc) જહાજ ન્યૂ યોર્ક છોડવાની તૈયારીમાં હતું ત્યારે અકસ્માત થયો.’ નૌકાદળ અને સ્થાનિક અધિકારીઓ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.
In an absolutely stunning modern metaphor a ship blaring Mexican music and flying a massive Mexican flag just got destroyed by the Brooklyn bridge.
— Benny Johnson (@bennyjohnson) May 18, 2025
Can’t make it uppic.twitter.com/AUJy0q3oFB
અકસ્માત બાદ પુલ બંધ કરી દેવામાં આવ્યો
અકસ્માત બાદ બ્રુકલિન બ્રિજ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ રાત્રે 10:30 વાગ્યા સુધીમાં તેને ફરીથી ખોલવામાં આવ્યો હતો. મેયરના પ્રવક્તા ફેબિયન લેવીએ કહ્યું: ‘પુલના માળખાને કોઈ નુકસાન થયું નથી, પરંતુ તપાસ ચાલુ રહેશે.’ ભારે ટ્રાફિક અને ઇમરજન્સી વાહનોના કારણે NYPD એ લોકોને સાઉથ સ્ટ્રીટ સીપોર્ટ, ડમ્બો અને બ્રુકલિન બ્રિજની આસપાસના વિસ્તારોને ટાળવાની સલાહ આપી હતી.