1974માં એપલના સંસ્થાપક સ્ટીવ જોબ્સે એક પત્ર લખ્યો હતો જેમાં તેણે ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોબ્સ કુંભ મેળામાં જવા માંગતા હતા, પરંતુ તે થઈ શક્યું નહીં. હવે તેમની પત્ની લોરેન પોવેલ જોબ્સ તેમની ઈચ્છા પૂરી કરવા ભારત આવી છે. સ્ટીવ જોબ્સ દ્વારા લખાયેલો આ પત્ર 4.32 કરોડ રૂપિયામાં વેચાયો છે.
એપલ શરૂ કરતા પહેલા સ્ટીવ જોબ્સે ભારતની મુલાકાત લીધી હતી. અહીં આવતા પહેલા તેમણે પોતાના મિત્ર ટીમ બ્રાઉનને લખેલા પત્રમાં ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 1974માં લખાયેલા આ પત્રમાં જોબ્સે ટીમને કહ્યું હતું કે તે કુંભ મેળામાં જવા માંગે છે. હાલમાં જ આ પત્રની લગભગ 4.32 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. આ પત્ર દર્શાવે છે કે એપલની સફર શરૂ કરતા પહેલા તેમના જીવનમાં શું ચાલી રહ્યું હતું અને તે શું પ્રાપ્ત કરવા માંગતા હતા.
જોબ્સે આ પત્ર તેમના બાળપણના મિત્ર ટિમ બ્રાઉનને તેમના 19મા જન્મદિવસ પહેલા લખ્યો હતો. તેણે ટિમને ભારત જવાની તેની સંપૂર્ણ યોજના જણાવી અને કહ્યું કે તે કુંભ મેળામાં જવા માંગે છે. સ્ટીવ જોબ્સે આ પત્રનો અંત ‘શાંતિ’ લખીને કર્યો, જેનો ઉપયોગ હિંદુ માન્યતાઓમાં શાંતિ માટે થાય છે.
#SteveJobs' 1974 letter on spirituality and his wish to visit #KumbhMela fetches ₹4.32 crore at auction. This year, his wife, #LaurenePowell Jobs, visited the Mahakumbh to honor his long-held desire for the spiritual experience.
— DNA (@dna) January 15, 2025
Read here : https://t.co/VyB8ZeXqyv pic.twitter.com/CcZXga7oWG
સ્ટીવ જોબ્સ 1974માં ભારત આવ્યા હતા
સ્ટીવ જ્યારે તેમના જીવનમાં મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે આ પત્ર લખ્યો હતો. જોબ્સ 1974 માં ભારત આવ્યા, અને તેઓ ઉત્તરાખંડમાં નીમ કરૌલી બાબાના આશ્રમની મુલાકાત લેવા માંગતા હતા. પરંતુ તેમને ખબર પડી કે તે ભારત આવે તે પહેલા જ તેમના આધ્યાત્મિક ગુરૂનું અવસાન થયું હતુ.
ભારતમાં 7 મહિના રહ્યા
પોતે ભારત આવે તે પહેલા જ પોતાના અધ્યાત્મિક ગુરુનું અવસાન થયું હોવા છતા સ્ટીવે કૈંચી ધામમાં રહેવાનું નક્કી કર્યું અને નીમ કરોલી બાબાના ઉપદેશોનું પાલન કરવાનું ચાલુ રાખ્યું. સ્ટીવે ભારતમાં સાત મહિના ગાળ્યા અને આધ્યાત્મિક રીતે મજબૂત થઈને અમેરિકા પરત ફર્યા ત્યારે તેમનું વ્યક્તિત્વ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું, જે એપલની સફરમાં પણ પ્રતિબિંબિત થાય છે.
મહાકુંભમાં સ્ટીવ જોબ્સની પત્ની
સ્ટીવ જોબ્સ કુંભ મેળામાં ન જઈ શક્યા, પરંતુ તેમની પત્ની લોરેન પોવેલ જોબ્સ તેમની ઈચ્છા પૂરી કરવા મહાકુંભમાં આવ્યા છે. એલર્જી હોવા છતાં, તે બીજા દિવસે ગંગામાં સ્નાન કરવાની યોજના ધરાવે છે. ભારતમાં પોવેલ જોબ્સ સાથે 40 લોકોની ટીમ છે. Bonhams દ્વારા સ્ટીવ જોબ્સના પત્રની હરાજી કરવામાં આવી છે.
[…] (Mahakumbh) માં રહેલા આ પંડાલમાં ત્રિરંગો ઝંડો […]