ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે (Israel defense forces) ઈરાનના સંરક્ષણ મંત્રાલયને ટાર્ગેટ બનાવીને હુમલા કર્યા હતા. બીજી તરફ ઈઝરાયલ (Israel) ઉપર ઈરાને કરેલા મિસાઈલ હુમલામાં 1 મહિલાનું મોત અને 13 લોકો ઘાયલ થયા. મળતી માહિતી મુજબ, હાઇફાના પૂર્વમાં આવેલા ઉત્તરી શહેર તમરામાં એક ઈરાની બેલિસ્ટિક મિસાઈલ બે માળના મકાન પર ટકરાઈ હતી, જેમાં એક મહિલાનું મોત થયું હતુ જ્યારે અન્ય 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ઈરાન (Iran) અને ઈઝરાયલ (Israel) વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. ઈરાને ફરીથી ઈઝરાયલ (Israel) પર મિસાઈલ હુમલો શરૂ કર્યો છે. ઈરાની સૈન્યએ જણાવ્યું હતું કે ઓપરેશન ટ્રુ પ્રોમિસ III સત્તાવાર રીતે તેના આગલા તબક્કામાં પહોંચી ચુક્યુ છે. ઈઝરાયલની ચેનલ 14 એ અહેવાલ આપ્યો છે કે હાઈફા પર ઈરાની મિસાઈલ હુમલામાં ઈઝરાયલમાં ત્રણ મહિલાઓના મોત થયા છે.

ઈઝરાયેલના (Israel) સંરક્ષણ પ્રધાને આપી ચેતવણી
ઈઝરાયલના (Israel) સંરક્ષણ પ્રધાને શનિવારે ચેતવણી આપી હતી કે જો ઈરાન મિસાઇલમારો ચાલુ રાખશે તો તેહરાનને બાળીને ભસ્મ કરી દેવામાં આવશે. ત્યારબાદ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે (IDF) તેહરાનમાં ઈરાનના સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલયને નિશાન બનાવ્યું હતુ. ઈરાને (Iran) જણાવ્યું કે ઈઝરાયલી હુમલામાં તેહરાનના તેલ ડેપોને નિશાન બનાવવામાં આવ્યા હતા જ્યાં આગ લાગી હતી.

ઈરાનના તેલ મંત્રાલયના જણાવ્યા અનુસાર તેહરાનમાં બે ઈંધણ ડેપોને ઈઝરાયલી હુમલામાં નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈરાનનું કહેવું છે કે ઈઝરાયલી હુમલામાં તેહરાનના ઉત્તર-પશ્ચિમમાં આવેલા શાહરાન તેલ ડેપોને નિશાન બનાવવામાં આવ્યો હતો, જોકે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જાહેર કરાયું છે.

નેતન્યાહૂએ સુરક્ષા કેબિનેટની બેઠક બોલાવી
મોડી રાત્રે ઈઝરાયલ (Israel) અને ઈરાને (Iran) એકબીજા પર નવેસરથી હુમલા શરૂ કર્યા છે. વડા પ્રધાન નેતન્યાહૂએ તેમની સુરક્ષા કેબિનેટની બેઠક બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલે ઈરાન સામે યુદ્ધ છેડ્યા બાદ અને વિશ્વના સૌથી મોટા ગેસ ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ, મોટા સંઘર્ષની શક્યતા વધી ગઈ છે. ઈઝરાયલી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઈરાનના હુમલામાં એક ઈઝરાયલી નાગરિકનું મોત થયું છે.
ઈરાની હુમલામાં ત્રણ મહિલાઓના મોત
ઈઝરાયલના પશ્ચિમ ગેલિલી પ્રદેશ પર ઈરાની મિસાઈલ હુમલામાં ત્રણ મહિલાઓના મોત થયા હતા. એક નિવેદનમાં જણાવાયું છે કે ઇએમટી અને પેરામેડિક્સની ત્રણ માળની ઈમારતને ભારે નુકસાન થયું છે. એક દિવસ પહેલા, ઈઝરાયલે પણ ઈરાનમાં મુખ્ય સ્થાનો પર હુમલો કરવા અને ટોચના સેનાપતિઓ અને વૈજ્ઞાનિકોને મારવા માટે ગુપ્ત રીતે દેશમાં લાવેલા ફાઈટર જેટ અને ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ ઈરાને શનિવારે સવારે ઈઝરાયલ પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કરીને બદલો લીધો હતો.
Reporting from the site of one of the ballistic missiles fired by the Islamic regime in Iran in central Israel. So far five barrage of missiles have been sent by the Islamic regime, 3 people have been killed and dozens more injured. Take a look at how the regime targeted Israeli… pic.twitter.com/K1mnY2dfuj
— Emily Schrader – אמילי שריידר امیلی شریدر (@emilykschrader) June 14, 2025
હમાસને નેસ્તનાબૂદ કરવાના પ્રયાસો
વિશ્વભરના નેતાઓ દ્વારા યુદ્ધ ટાળવા માટે કરવામાં આવેલા આહ્વાન છતાં, ઈઝરાયલ અને ઈરાને સંકેત આપ્યો છે કે તેઓ એકબીજા ઉપર વધુ હુમલાઓ કરશે. ઈઝરાયલ ગાઝામાંથી ઈરાન સમર્થિત આતંકવાદી જૂથ હમાસને (Hamas) નેસ્તનાબૂદ કરવાની 20 મહિનાની લડાઈ પછી નવા પ્રયાસો કરી રહ્યું હોવાથી આ પ્રદેશ પહેલાથી જ તણાવપૂર્ણ છે. ઈઝરાયલ માટે એવું માનવામાં આવે છે કે તે વ્યાપકપણે પરમાણુ શસ્ત્રોનો કાર્યક્રમ ધરાવે છે. ઈઝરાયેલે કહ્યું કે તેણે છેલ્લા બે દિવસમાં ઈરાન પર કરેલા હુમલામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે સંકળાયેલા નવ વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો માર્યા ગયા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
[…] ચરમસીમાએ પહોંચી ગયો છે. શુક્રવારે ઈઝરાયલની સેનાએ (IDF) ઈરાનના પરમાણુ કાર્યક્રમને […]