Mossad
Spread the love

ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદે (Mossad) મધ્ય પૂર્વમાં તણાવના આ સમયગાળામાં એક એવો ખુલાસો કર્યો છે જેણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. મોસાદે (Mossad) સ્વયં જાહેર કરેલા વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે શુક્રવારે સવારે ઈરાનમાં થયેલા મોટા હુમલાઓનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું હતું અને ઈરાનની અંદરથી જ ઈરાનના ટાર્ગેટ ઉપર મિસાઈલો કેવી રીતે છોડવામાં આવી હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષે હવે એક નવો અને ખતરનાક વળાંક લીધો હોય એવું જણાય છે. આજે 13 જૂન, શુક્રવારે સવારે ઈરાન ઉપર થયેલો હુમલો એક સામાન્ય હુમલો માત્ર નહોતો પરંતુ ઈઝરાયલની સૌથી ખતરનાક ગુપ્તચર એજન્સી મોસાદ (Mossad) દ્વારા ઘડવામાં આવેલો એક સર્જિકલ માસ્ટરપ્લાન હતો. જેને સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યો અને અંતે વિશ્વ સમક્ષ ત્રણ વિડીયો જાહેર કરીને મોસાદ દ્વારા તેનો ખુલાસો કરવામાં આવ્યો છે.

જે વિડીયો ફૂટેજ સામે આવ્યા છે તે જોતા મોસાદના (Mossad) વિશ્વશ્રેષ્ઠ ગણાતા એજન્ટોએ ઝીણવટ્પૂર્વક ઘડેલા મિશનના સ્તરોને ઉજાગર કરી રહ્યા છે. આ ત્રણ વિડીયો દર્શાવી રહ્યા છે કે મોસાદના (Mossad) એજન્ટોએ ઈરાનની પરમાણુ કરોડરજ્જુ તોડી નાખવાની યોજનાને કેટલી સિફતપૂર્વક બનાવી અને જે રીતે અમલમાં પણ મૂકી તેની કદાચ તેહરાને પણ કલ્પના નહીં કરી હોય.

ઈરાનની ભૂમિ પરથી જ ઈરાન ઉપર મોસાદના (Mossad) એજન્ટોએ છોડી મિસાઈલો

મોસાદે જાહેર કરેલા વિડીયોમાંથી પ્રથમ વીડિયોમાં મોસાદ બે એજન્ટો ઈરાનની અંદર એક ગુપ્ત સ્થળેથી મિસાઈલો છોડતા જોવા મળે છે. એવું કહેવાય છે કે આ મિસાઇલો ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી પર દાગવામાં આવી હતી. આ હુમલાનો હેતુ ઈરાની વાયુસેનાની કરોડરજ્જુ તોડી નાખવાનો હતો જેથી જ્યારે ઇઝરાયલી ફાઇટર જેટ હુમલો કરે ત્યારે તેમને રોકવાવાળુ કોઈ ન રહે.

તેહરાન નજીક ગુપ્ત ડ્રોન બેઝ બનાવાયો, ત્યાંથી જ હુમલો કરાયો

ઈઝરાયલના અધિકારીઓનો દાવો છે કે મોસાદે સંપૂર્ણપણે કાર્યરત એવો એક ગુપ્ત ડ્રોન બેઝ ઈરાનની અંદર જ બનાવ્યો હતો. આ બેઝ પરથી ઉડતા ડ્રોનથી તેહરાન નજીક બેલિસ્ટિક મિસાઈલ લોન્ચર્સનો નાશ કરવામાં આવ્યો હતો. આ હુમલાથી ઈરાનની પ્રત્યાઘાતી હુમલો કરવાની ક્ષમતાને ભારે નુકસાન થયુ હતુ.

સશસ્ત્ર વાહનો છુપાઈને પહોંચાડવામાં આવ્યા

ઈઝરાયલના સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે જેનો ઉપયોગ ત્યાંની આંતરિક સુરક્ષાને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યો તે ડ્રોન અને અન્ય શસ્ત્રો શુક્રવારના હુમલા પહેલા દેશની ગુપ્તચર એજન્સી મોસાદે (Mossad) વાહનોમાં ચોરીછુપીથી ઈરાનમાં પહોંચાડ્યા હતા. આ વાહનોમાં સ્થાપિત સિસ્ટમોએ ઈરાનના હવાઈ સંરક્ષણ નેટવર્કને ધ્વસ્ત કરી દીધુ હતુ, જેનાથી ઈઝરાયેલી વાયુસેનાને સંપૂર્ણ હવાઈ સર્વોપરિતા મળી ગઈ હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

નામ ન આપવાની શરતે બે ઈઝરાયેલી સુરક્ષા અધિકારીઓએ આ અત્યંત ગુપ્ત મિશન વિશે વાત કરી. તેમના દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરવી શક્ય નથી. ત્રીજા તબક્કામાં, મોસાદના ખાસ કમાન્ડોએ ઈરાનના મધ્ય ક્ષેત્રમાં વિમાન વિરોધી સ્થળોની ખૂબ નજીક ચોકસાઇવાળી મિસાઇલ વડે હુમલા કર્યા. આ હુમલાઓએ ઈરાની સેનાનું મનોબળ હચમચાવી નાખ્યુ અને સમગ્ર કામગીરી કોઈપણ મોટા અવરોધ વિના પૂર્ણ થઈ ગઈ.

ઈઝરાયલનો ઉદ્દેશ્ય ફક્ત મિસાઈલ સ્થળોને ઉડાવી દેવાનો જ નહોતો પરંતુ ઈરાનની પ્રત્યુત્તર આપવાની ક્ષમતાને જડમૂળથી સમાપ્ત કરી દેવાનો પણ હતો. આ જ કારણથી આ ઓપરેશનમાં ઈરાનની નીતિ નિર્માણમાં સામેલ કેટલાક મહત્વપૂર્ણ નેતાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. મોસાદના આ ઓપરેશનથી સ્પષ્ટ થાય છે કે ઈઝરાયલે ઈરાનની ધરતી પર જ ઈરાનને મ્હાત આપવાની રણનીતિ તૈયાર કરી હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “મોસાદના (Mossad) ઘાતક એજન્ટોએ ઈરાનમાંથી કર્યો ઈરાન ઉપર મિસાઈલ હુમલો… જુઓ ઈરાન સામે ઈઝરાયલના દિલધડક ગુપ્ત ઓપરેશનના 3 વીડિયો”
  1. […] ના વડા ગ્રોસીએ જણાવ્યું હતું કે ઈઝરાયલે (Israel) ઈરાનના નાતાન્ઝ પરમાણુ ઠેકાણા (Natanz nuclear […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *