Israel Iran War
Spread the love

Israel Iran War: ઈઝરાયલના મિસાઈલ હુમલાનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. ઈઝરાયલની મિસાઈલ ત્રાટકી ત્યારે મહિલા એન્કર લાઈવ શોમાં સમાચાર વાંચી રહી હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઈઝરાયલ – ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનું (Israel Iran War) એક ભયાનક દ્રશ્ય સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો ઈરાનની ન્યૂઝ ચેનલનો છે. આ જે ઘટનાનો વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાની વાસ્તવિકતા કેટલી ભયાનક છે.

ઈઝરાયલ ઈરાન યુદ્ધ (Israel Iran War) દરમિયાન ટીવી ચેનલ ઉપર મિસાઈલ ત્રાટકી

તેહરાનમાં એક લાઈવ શો દરમિયાન ઈરાનના રાજ્ય પ્રસારણકર્તા, ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગ (IRIB) ના મુખ્યાલય પર ઈઝરાયેલી મિસાઈલોથી હુમલો થયો હતો. આ હુમલામાં મિસાઈલ વિસ્ફોટ થયો જેના કારણે ટીવી પ્રસારણ ખોરવાઈ ગયું હતુ.

ઈઝરાયલ ઈરાન યુદ્ધ (Israel Iran War) ભયાનક તબક્કામાં પહોંચી ગયું હોવાનું જણાય છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે હુમલા દરમિયાન એન્કર બોલલી રહી છે.

એંકર કદાચ ઈઝરાયલ વિરુદ્ધ આક્રોશિત થઈને બોલે રહી છે ત્યાં જ ઈઝરાયલ દ્વારા છોડવામાં આવેલી મિસાઈલ ત્યાં ત્રાટકે છે અને શોની વચ્ચે જ ન્યૂઝ એન્કર સ્ટુડિયોમાંથી ભાગવા લાગે છે.

તે જ સમયે, કેમેરામાં પાછળથી લોકોને અલ્લાહુ અકબરના નારા લગાવતા સાંભળી શકાય છે. ઈઝરાયલી ડિફેન્સ ફોર્સિસ (IDF) એ તેહરાનના ડિસ્ટ્રિક્ટ 3 માં રહેતા લોકોને સુરક્ષિત રહેવાની ચેતવણી આપ્યા પછી તરત જ આ હુમલો થયો હતો. IRIB બિલ્ડિંગ અહીં આવેલી છે. IDF એ તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ઈઝરાયલી નાગરિકોને આશ્રયસ્થાનોમાં ભાગતા પહેલા સ્થળાંતરની ચેતવણી મળતી નથી. આપણે એક જેવા નથી.”

ઉલ્લેખનીય છે કે ઈરાની ટીવી ચેનલના મુખ્યાલય ઉપર હુમલો કરતા પહેલા આઈડીએફે સ્થાનિક નાગરિકોને સુરક્ષિત સ્થાને ખસી જવા ચેતવણી આપી હતી ઈરાન જ્યારે ઈઝરાયલ ઉપર હુમલો કરે છે ત્યારે સ્થાનિક નાગરિકોને સુરક્ષિત સ્થાને જવાની ચેતવણી નથી આપતુ અને નાગરિકોને નુકશાન થાય છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *