શું ઇઝરાયેલ અને હમાસ (Israel-Hamas) વચ્ચે ફરી યુદ્ધ ફાટી નીકળશે? શું ગાઝામાં ફરીથી નરસંહાર થશે? શું વિશ્વ ઉપર મોટી આફત આવશે? આજે એટલે કે શનિવારે 12 વાગે સ્પષ્ટ થઈ જશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ ખબર નથી કે આજે શું થવાનું છે પરંતુ તેમણે ઈશારો કર્યો છે કે ઇઝરાયેલ (Israel) આજે શું કરશે તે ફક્ત બેન્જામિન નેતન્યાહુ જ જાણે છે. ઉલ્લેખનીય છે કે આજે 12 વાગે હમાસને બંધકોને છોડાવવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે જો હમાસ તેમ નહીં કરે તો ઈઝરાયેલ કોઈ મોટું પગલું ભરશે.

બેન્જામીન નેતન્યાહુ નક્કી કરશે?
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ નથી જાણતા કે શનિવારે શું થશે. ટ્રમ્પે કહ્યું, ‘મને નથી ખબર કે શનિવારે 12 વાગે શું થવાનું છે. હું ખૂબ જ કડક વલણ અપનાવીશ. હું તમને કહી શકતો નથી કે ઈઝરાયેલ (Israel) શું કરવા જઈ રહ્યું છે… તે બીબી (બેન્જામિન નેતન્યાહુ, ઈઝરાયેલના પીએમ PM of Israel) શું કરશે તેના પર નિર્ભર છે. તે ઇઝરાયેલ (Israel) શું કરવા જઈ રહ્યું છે તેના પર આધાર રાખે છે.’

શું ઈશારો કર્યો ડોનાલ્ડ ટ્રમ્પે?
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘જો કે હમાસે કહ્યું છે કે તેઓ યોજના મુજબ બંધકોને મુક્ત કરશે, પરંતુ તેમને આ અંગે શંકા છે.’ ટ્રમ્પે કહ્યું, ‘તમારે જોવાનું રહેશે કે હમાસે જ કહ્યું હતું કે અમે બંધકોને છોડવાના નથી. મેં કહ્યું, ઠીક છે. તમારી પાસે શનિવારે બપોરે 12 વાગ્યા સુધીનો સમય છે. હવે હમાસ કહી રહ્યું છે કે તે બંધકોને મુક્ત કરવા જઈ રહ્યું છે. મને ખરેખર લાગે છે કે તેઓએ તમામ બંધકોને મુક્ત કરવા જોઈએ.’
#WATCH | Washington, DC | US President Donald Trump says, "I don't know what's going to happen tomorrow at 12 o'clock. I'd take a very hard stance. I can't tell you what Israel is going to do… It depends what Bibi (Benjamin Netanyahu, Israeli PM) is going to do, it depends what… pic.twitter.com/WkkM09W0JG
— ANI (@ANI) February 14, 2025
[…] ટ્રમ્પ પ્રશાસને કોલંબિયા યુનિવર્સિટીને 400 મિલિયન યુએસ ડોલર (લગભગ 33 અબજ રૂપિયા)ની ફેડરલ ગ્રાન્ટની રકમ રોકી દીધી છે. યુનિવર્સિટીમાં યહૂદી વિદ્યાર્થીઓ સાથે કથિત ભેદભાવ અને વિરોધને રોકવામાં નિષ્ફળતાને કારણે આ પગલું લેવામાં આવ્યું હતું. […]