તેલ અવીવમાં આવેલા અમેરિકાના (America) દૂતાવાસને ઈરાને મિસાઈલથી નિશાન બનાવ્યું છે જેનાથી ઈમારતના એક ભાગને નુકસાન થયું હતું. અમેરિકી (America) રાજદૂતે હુમલાને પુષ્ટિ કરતા કહ્યું છે કે દૂતાવાસને નુકસાન થયું છે, પરંતુ બધા કર્મચારીઓ સુરક્ષિત છે. ઈરાનના આ હુમલાથી મધ્ય પૂર્વમાં (Middle-East) આ યુદ્ધની ગરમી વધુ તીવ્ર બની ગઈ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ઈઝરાયલના (Israel) તેલ અવીવમાં (Tel Aviv) આવેલા અમેરિકાના દૂતાવાસ પર ઈરાને મિસાઈલથી હુમલો કર્યો છે. દૂતાવાસ પર થયેલા આ હુમલામાં ઈમારતનો એક ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો છે. જોકે, કોઈ જાનહાનિના સમાચાર નથી. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકા (America) ઈઝરાયલ અને ઈરાન (Israel Iran War) વચ્ચે શાંતિ સ્થાપિત કરવાની કવાયત કરવામાં વ્યસ્ત છે.

સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર, ઈરાન ઈઝરાયલ પર સતત મિસાઈલ હુમલા કરી રહ્યું છે. આ દરમિયાન, એક ઈરાની મિસાઈલ અમેરિકાના (America) દૂતાવાસ પર ત્રાટ્ક્યુ હતું. યુએસ એમ્બેસેડર માઈક હુકાબીના જણાવ્યા અનુસાર, આ હુમલામાં યુએસ કોન્સ્યુલેટના કેટલાક ભાગને નુકસાન થયું છે. જોકે, ન તો કોઈને ઈજા થઈ છે કે ન કોઈનું મૃત્યુ થયું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
હુકાબીના જણાવ્યા અનુસાર, આ હુમલામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે ઈઝરાયલના તેલ અવીવમાં કોન્સ્યુલેટ અને જેરુસલેમમાં દૂતાવાસ આખા દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
#BreakingNews : इजरायल-ईरान युद्ध से जुड़ी बड़ी खबर, तेल अवीव में कई जगहों पर धमाके#IranIsraelConflict #NuclearAttack #Israel | @pratyushkkhare @_poojaLive pic.twitter.com/HOgSCKnipi
— Zee News (@ZeeNews) June 16, 2025
શા માટે ઈરાન અમેરિકાને (America) નિશાન બનાવી રહ્યું છે?
ઈરાને જે રીતે અમેરિકાના (America) દૂતાવાસ ઉપર હુમલો કર્યો છે તે જોતા તે પાછળ ત્રણ કારણો જવાબદાર હોવાની માન્યતા છે. ઈરાન એવું માને છે કે ઈઝરાયલ દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓ પાછળ અમેરિકાનો હાથ છે. અમેરિકાએ (America) હજુ સુધી સીધી રીતે સ્વીકાર્યું નથી કે હુમલો તેના આદેશ પર કરવામાં આવ્યો હતો, પરંતુ સ્ક્રિપ્ટ અમેરિકાએ જ લખેલી છે. ઈઝરાયલ પાસે જે પણ હથિયારો છે તે અમેરિકાએ (America) તેને આપ્યા છે. ઈઝરાયલ અમેરિકન F-35 ફાઇટર જેટ દ્વારા ઈરાન પર હુમલો કરી રહ્યું છે. ઈરાન અમેરિકા પર હુમલો કરીને યુદ્ધનો વિસ્તાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો અમેરિકા યુદ્ધમાં કૂદી પડે છે, તો તેને રશિયા અને ચીન પાસેથી મોટી માત્રામાં શસ્ત્રો મળવાની સંભાવના જણાઈ રહી છે.

એક દિવસ પહેલા અમેરિકાના (America) ઈરાકી બેઝ પર થયો હતો હુમલો
એક દિવસ પહેલા, ઈરાકમાં (Iraq) આવેલા અમેરિકન બેઝને ઉડાવી દેવામાં આવ્યો હતો. અમેરિકન બેઝ પર આ હુમલો ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો. ઈરાને (Iran) આ હુમલાની સીધી જવાબદારી લીધી નથી, પરંતુ તેના પ્રોક્સી સંગઠનો પર આ હુમલાની શંકા છે. ઈરાને બે દિવસ પહેલા ઈઝરાયલ (Israel) અને તેના સાથીઓને મારવાની વાત કરી હતી. ઈરાને કહ્યું હતું કે અમે તેના સાથીઓને પણ છોડીશું નહીં.

અમેરિકન અધિકારીઓમાં વ્યાપ્યો ભય
ઈરાન (Iran) અને ઈઝરાયલ (Israel) વચ્ચે ચાલી રહેલા મિસાઈલ યુદ્ધે અમેરિકન અધિકારીઓમાં ડર ફેલાવી દીધો છે. ઈઝરાયલમાં અમેરિકન રાજદૂત હુકાબીને જ્યારે ઈરાને 3 દિવસ પહેલા તેલ અવીવ પર હુમલો કર્યો ત્યારે 5 વખત પોતાનું સ્થાન બદલવું પડ્યું હતું. હુકાબીના મતે, તે રાત્રે અમે જ્યાં પણ જતા હતા ત્યાં હુમલાનો ભય હતો. તેથી અમારે 5 વખત બંકર બદલવા પડ્યા. ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં, ઈરાનનું લક્ષ્ય તેલ અવીવ શહેર જ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો