Indonesia
Spread the love

ભારત, ઈન્ડોનેશિયા (Indonesia) ને ટૂંક સમયમાં જ ઈવીએમ (EVM) ની નિકાસ કરશે. આ માટે વાતચીત ચાલી રહી છે અને એમઓયુ (MoU) સાઈન થઈ ગયો છે. ઇન્ડોનેશિયા પોતાની જરૂરિયાતો મુજબ આ ઈવીએમ (EVM) ભારતમાં બનાવડાવશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભારત વૈશ્વિક મંચ પર એક ‘ઈલેક્શન સુપરપાવર’ (Election Superpower) તરીકે ઉભરી રહ્યું છે. આધુનિક અને ડિજિટલ યુગમાં જ્યારે વિશ્વના કેટલાય મોટા દેશો પોતાની લોકશાહી પ્રક્રિયાઓ અને ચૂંટણી નિષ્પક્ષતાને લઈને સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ભારત બતાવી રહ્યું છે કે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં (Democratic Country) કેવી રીતે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય છે. આ જ કારણ છે કે કેટલાય દેશો પોતાના ત્યાંની ચૂંટણીમાં ભારતની મદદ લેતા આવ્યા છે, હવે ઈન્ડોનેશિયા (Indonesia) પણ તેમાં સામેલ થઈ ગયું છે. ઈન્ડોનેશિયાની (Indonesia) ચૂંટણીમાં ભારતના ઈવીએમ (EVM) મશીનોનો ઉપયોગ થશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભારત અને ઈન્ડોનેશિયા (Indonesia) વચ્ચે કરાર

આશરે 28.8 કરોડની વસ્તી ધરાવતો અને વિશ્વનો ત્રીજો સૌથી મોટો લોકશાહી દેશ -ઈન્ડોનેશિયા- (Indonesia) પોતાના ચૂંટણી માળખાને આધુનિક અને સંપૂર્ણ પારદર્શક બનાવવા માટે ભારત તરફ જોઈ રહ્યો છે. બંને દેશો વચ્ચે ચૂંટણી વહીવટ (Election Mamagement) ને લઈને એક મહત્વપૂર્ણ કરાર થયો છે. આ અંતર્ગત ભારત, ઈન્ડોનેશિયાની (Indonesia) જરૂરિયાતો મુજબ તૈયાર કરાયેલા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVMs) ત્યાં નિકાસ કરશે. બંને દેશોના ઉચ્ચ અધિકારીઓએ એકબીજાના દેશોની મુલાકાત લઈને ભારતની ડિજિટલ ગવર્નન્સ (Digital Governance), ચૂંટણી દેખરેખ પ્રણાલી (Election Mamagement) અને મતદાર જાગૃતિ અભિયાનોનો બારીકાઈથી અભ્યાસ કર્યો છે, જેને હવે ઈન્ડોનેશિયામાં (Indonesia) લાગુ કરવાની તૈયારી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

28 દેશોમાં ફેલાયો ભારતીય ચૂંટણી મોડલનો પ્રભાવ

ભારતના ચૂંટણી પંચ (ECI) ની ટેકનોલોજી આજે કોઈ એક ક્ષેત્ર પૂરતી સીમિત નથી. ભારતે અત્યાર સુધીમાં વિશ્વના 28 દેશોની ચૂંટણી સંસ્થાઓ સાથે સત્તાવાર સહયોગ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ દેશોમાં- ઓસ્ટ્રેલિયા (Australia), બ્રાઝિલ Brazil), ચિલી (Chile), ફિજી (Fiji), મેક્સિકો (Maxico) અને દક્ષિણ આફ્રિકા (South Africa) જેવા દેશો સામેલ છે. ભારત ત્રણ અગ્રણી વૈશ્વિક સંગઠનો સાથે મળીને લોકશાહી સંસ્થાઓને મજબૂત કરવા માટે પોતાની કુશળતા વહેંચી રહ્યું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કેટલાય દેશો પાસે છે ભારતીય EVM

ભારતીય ઈવીએમ (EVM) પહેલાથી જ કેટલાય દેશોમાં ચૂંટણી માટે ઉપયોગમાં લેવાતા આવ્યા છે. ભૂટાન (Bhutan) એવો પહેલો દેશ છે, જ્યાં ભારતીય ઈવીએમનો (India Made EVM) ઉપયોગ સૌથી પહેલા થયો હતો. નેપાળ (Nepal) પણ ભારતીય ઈવીએમનો (EVM) પ્રયોગ કરી ચૂક્યું છે. આ સિવાય ભારતીય ઈવીએમનો (India Made EVM) સૌથી મોટો ખરીદદાર નામિબિયા (Namibia) છે, જે ભારત માટે એક મોટી વ્યવસાયિક સફળતા સાબિત થયો. તેણે ન માત્ર પોતાની રાષ્ટ્રીય ચૂંટણીઓમાં ‘Made-In-India’ ઈવીએમનો (EVM) ઉપયોગ કર્યો, પરંતુ ભારતની વીવીપેટ (VVPAT) ટેકનોલોજી પર પણ ભરોસો વ્યક્ત કર્યો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભારતીય શાહી પર પણ દુનિયાને ભરોસો

ભારતનું યોગદાન માત્ર ઈવીએમ (EVM) કે ડિજિટલ ટુલ્સ (Digital Tools) પૂરતું જ મર્યાદિત નથી. ચૂંટણીમાં (Election) કોઈપણ પ્રકારની ગેરરીતિ કે છેતરપિંડી રોકવાના સૌથી મોટા હથિયાર -અમિટ શાહી (Indelible Ink)- ના મામલામાં પણ દુનિયા ભારત પર નિર્ભર છે. મેડાગાસ્કર (Madagascar), મ્યાનમાર (Myanmar), કંબોડિયા (Cambodia), ફિજી (Fiji), ભૂટાન (Bhutan), સિએરા લિયોન (Sierra Leone) અને મંગોલિયા (Mongolia) જેવા વિવિધ ભૌગોલિક અને રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા દેશોની ચૂંટણીઓમાં ભારતમાં બનેલી આ શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *