પીએમ મોદી (PM Modi) ઇન્ડોનેશિયાની (Indonesia) મુલાકાતે છે. આ દરમિયાન તેઓ પૌરાણિક યોજ્યકર્તા (Yogyakarta) શહેરની પણ મુલાકાત લેશે અને પ્રમ્બાનન મંદિર (Prambanan Temple) પહોંચશે. જાણો આ મંદિર કેમ ખાસ છે અને મુસ્લિમ બહુમતી (Muslim Majority) ધરાવતા ઇન્ડોનેશિયામાં (Indonesia) કેટલા મંદિરો આવેલા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પોતાના ત્રણ દેશો ઇન્ડોનેશિયા (Indonesia) , ઓસ્ટ્રેલિયા (Australia) અને ન્યૂઝીલેન્ડના (New Zealand) પ્રવાસના પ્રથમ તબક્કે એટલે કે ઇન્ડોનેશિયા (Indonesia) પહોંચી ગયા છે. તેઓ અહીંથી આઠ જુલાઈએ ઓસ્ટ્રેલિયા (Australia) જવા રવાના થશે. પોતાની ઇન્ડોનેશિયા (Indonesia) મુલાકાતમાં તેઓ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ મોદી (PM Modi) સુપ્રસિદ્ધ પ્રમ્બાનન મંદિરની (Prambanan Temple) પણ મુલાકાત લેશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઇન્ડોનેશિયા વિશ્વની સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે. સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઇન્ડોનેશિયામાં અનેક મંદિરો છે. કયા-કયા મુખ્ય મંદિરો છે? પ્રમ્બાનન મંદિરનો (Prambanan Temple) ઇતિહાસ શું છે, જ્યાં પીએમ મોદી (PM Modi) જશે?
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ઇન્ડોનેશિયા વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ (Muslim) વસ્તી ધરાવતો દેશ છે. અહીં આશરે 87 ટકા લોકો ઇસ્લામ (Islam) ધર્મને માને છે. આમ છતાં, આ દેશ તેના પ્રાચીન હિન્દુ (Encient Hindu) અને બૌદ્ધ વારસા (Bauddh Heritage) માટે પણ જાણીતો છે. ઇન્ડોનેશિયામાં આજે પણ કેટલાય ઐતિહાસિક હિન્દુ મંદિરો (Historical Hindu Temple) હયાત છે. આમાં સૌથી પ્રખ્યાત પ્રમ્બાનન મંદિર (Prambanan Temple) છે. આ મંદિર યુનેસ્કો (UNESCO) ની વૈશ્વિક વારસાની યાદીમાં સામેલ છે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ત્યાં જવાના હોવાની ચર્ચાને કારણે આ મંદિર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઇન્ડોનેશિયામાં કુલ કેટલા મંદિરો છે?
ઇન્ડોનેશિયામાં (Indonesia) હજારો હિન્દુ મંદિરો (Hindu Temples) છે. સ્થાનિક ભાષામાં આને ‘પુરા’ (Pura) અથવા ‘ચાંડી’ (Chandi) કહેવામાં આવે છે. સૌથી વધુ મંદિરો બાલી ટાપુ (Bali Island) પર છે. બાલીમાં (Bali) હિન્દુ વસ્તી (Hindu Population) બહુમતીમાં છે. અહીં આશરે 20 હજારથી વધુ મંદિરો હોવાનો અંદાજ છે. નાના-મોટા ગામોથી લઈને પહાડો અને દરિયાકિનારા પર પણ મંદિરો જોવા મળે છે. જાવા (Java), લોમ્બોક (Lombok) અને અન્ય ટાપુઓ પર પણ કેટલાય પ્રાચીન મંદિરો આવેલા છે. આમાંના કેટલાક મંદિરો હજાર વર્ષથી પણ વધુ જૂના હોવાનું કહેવાય છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
પ્રમ્બાનન મંદિર (Prambanan Temple) ક્યાં આવેલું છે?
પ્રમ્બાનન મંદિર (Prambanan Temple) ઇન્ડોનેશિયાના જાવા ટાપુ (Java Island) પર આવેલું છે. આ યોજ્યકર્તા (Yogyakarta) શહેરની નજીક બનેલું છે. રાજધાની જકાર્તાથી (Jakarta) આનું અંતર આશરે પાંચસો કિલોમીટર છે. આ મંદિર 9મી સદીનું છે. તેને દક્ષિણ-પૂર્વ એશિયાના સૌથી ભવ્ય હિન્દુ મંદિરોમાં ગણવામાં આવે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કોણે બંધાવ્યું પ્રમ્બાનન મંદિર?
ઇતિહાસકારોના મતે પ્રમ્બાનન મંદિરનું (Prambanan Temple) નિર્માણ 9મી સદીમાં સંજય વંશના (Sanjay Dynesty) રાજા રકાઈ પિકાતને (Rakai Pikatan) કરાવ્યું હતું. પાછળથી અન્ય શાસકોએ પણ તેનો વિસ્તાર કર્યો હતો. તે સમયે જાવામાં (Java) હિન્દુ (Hindu) અને બૌદ્ધ (Bauddh) બંને પરંપરાઓ અસ્તિત્વમાં હતી. આ જ સમયગાળામાં નજીકમાં બૌદ્ધ સ્મારક ‘બોરોબુદુર’ (Borubudur) પણ બન્યું હતું. પ્રમ્બાનન મંદિર (Prambanan Temple) ભગવાન શિવને (Bhagwan Shiva) સમર્પિત છે. પાછળથી અહીં ભગવાન વિષ્ણુ (Bhagwan Vishnu) અને ભગવાન બ્રહ્માના (Bhagwan Brahma) પણ મંદિરો બનાવવામાં આવ્યા હતા. કેટલીય સદીઓ સુધી આ મંદિર ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર રહ્યું હતું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
કેમ ઉજ્જડ થઈ ગયું હતું પ્રમ્બાનન મંદિર?
સમયની સાથે જાવામાં (Java) રાજકીય પરિવર્તનો આવ્યા. રાજધાની બીજા વિસ્તારમાં સ્થળાંતરિત થઈ ગઈ. આ પછી મંદિરનું મહત્વ ધીમે-ધીમે ઘટતું ગયું. ભૂકંપ (Earthquakes) અને જ્વાળામુખી (Volcano) ફાટવા જેવી કુદરતી આપત્તિઓથી પણ મંદિરને નુકસાન થયું અને કેટલાય ભાગો તૂટી ગયા. લાંબા સમય સુધી આ પરિસર ખંડેર હાલતમાં પડ્યું રહ્યું. 19મી સદીમાં યુરોપિયન સંશોધકોનું (European Researchers) ધ્યાન આ મંદિર તરફ ગયું. આ પછી તેના સંરક્ષણ અને પુનઃનિર્માણનું કામ શરૂ થયું. આજે તેનો મોટો ભાગ ફરીથી ઊભો કરી દેવામાં આવ્યો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મંદિરની સ્થાપત્ય કલા કેમ ખાસ છે?
પ્રમ્બાનન મંદિર (Prambanan Temple) પોતાની ઊંચી અને આકર્ષક શિખર શૈલી માટે પ્રખ્યાત છે. મંદિર પરિસરમાં કુલ 240 સંરચનાઓ હતી. જેમાં મુખ્ય અને નાના મંદિરો સામેલ હતા. મુખ્ય પરિસરમાં ત્રણ મોટા મંદિરો છે – ભગવાન શિવનું મંદિર, ભગવાન વિષ્ણુનું મંદિર અને ભગવાન બ્રહ્માનું મંદિર. તેમની સામે નંદી, ગરુડ અને હંસને સમર્પિત મંદિરો પણ બનેલા છે. ભગવાન શિવનું મંદિર સૌથી ઊંચું છે, જેની ઊંચાઈ આશરે 47 મીટર છે. મંદિરની દીવાલો પર ખૂબ જ સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે, જેમાં હિન્દુ ધર્મની અનેક વાર્તાઓ કંડારવામાં આવી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
મંદિરની દીવાલો પર કોતરાયું છે રામાયણ
પ્રમ્બાનન મંદિરની (Prambanan Temple) સૌથી મોટી વિશેષતાઓમાં તેનું પથ્થર પરનું નકશીકામ છે. મંદિરની દીવાલો પર રામાયણની (Ramayan) કથાને વિગતવાર દર્શાવવામાં આવી છે. ભગવાન રામ (Bhagwan Ram), માતા સીતા (Mata Sita) , લક્ષ્મણ (Laxman), હનુમાન (Hanuman) અને રાવણ (Ravan) સાથે જોડાયેલા કેટલાય દ્રશ્યો પથ્થરો પર કંડારવામાં આવ્યા છે. આ નકશીકામ જોવા માટે દર વર્ષે દુનિયાભરમાંથી પ્રવાસીઓ અહીં પહોંચે છે. મંદિર પરિસરમાં ‘રામાયણ બેલે’ (Ramayana Ballet) નામનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાય છે, જેમાં નૃત્ય અને સંગીતના માધ્યમથી રામાયણની વાર્તા પ્રસ્તુત કરવામાં આવે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
યુનેસ્કોની વૈશ્વિક વારસાની યાદીમાં સામેલ
વર્ષ ૧૯૯૧ માં યુનેસ્કો (UNESCO) એ પ્રમ્બાનન મંદિરને (Prambanan Temple) વૈશ્વિક વારસો (World Heritage Site) જાહેર કર્યું હતું. આ પછી તેના સંરક્ષણ અને પ્રવાસનને વેગ મળ્યો. આજે આ ઇન્ડોનેશિયાના (Indonesia) સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાં સામેલ છે. દર વર્ષે લાખો લોકો આ મંદિર જોવા આવે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભારત અને ઇન્ડોનેશિયાના સાંસ્કૃતિક સંબંધો
ભારત અને ઇન્ડોનેશિયાના સંબંધો માત્ર આધુનિક સમય પૂરતા સીમિત નથી. પ્રાચીન સમયમાં વેપાર, દરિયાઈ સંપર્ક અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન દ્વારા ભારતીય સંસ્કૃતિ ઇન્ડોનેશિયા પહોંચી હતી. આ જ પ્રભાવના કારણે ત્યાં હિન્દુ ધર્મ, સંસ્કૃત ભાષા અને રામાયણ-મહાભારત જેવી પરંપરાઓનો પ્રસાર થયો. આજે પણ ઇન્ડોનેશિયામાં રામાયણ (Ramayan) અને મહાભારત (Mahabharat) પર આધારિત નૃત્ય, નાટક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. કેટલીય જગ્યાઓના નામ અને સાંસ્કૃતિક પ્રતીકોમાં પણ ભારતીય પ્રભાવ સ્પષ્ટ જોઈ શકાય છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ઇન્ડોનેશિયા ભલે વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ હોય, પરંતુ તેની ઓળખ માત્ર આટલા પૂરતી સીમિત નથી. આ દેશ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ છે. બાલીના (Bali) હજારો મંદિરો હોય કે જાવાનું ભવ્ય પ્રમ્બાનન મંદિર (Prambanan Temple), આ બધું ઇન્ડોનેશિયાના બહુઆયામી ઇતિહાસની વાર્તા કહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Narendra Modi) મુલાકાત આ ઐતિહાસિક ધરોહરને નવી ચર્ચામાં લાવી શકે છે અને ભારત-ઇન્ડોનેશિયાના પ્રાચીન સાંસ્કૃતિક સંબંધોને ફરી એકવાર વૈશ્વિક સ્તરે રેખાંકિત કરી શકે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ઇન્ડોનેશિયાના મુખ્ય હિન્દુ મંદિરો
ઇન્ડોનેશિયામાં હજારો હિન્દુ મંદિરો (Hindu Temples) આવેલા છે. જોકે આ મંદિરોમાં મુખ્યત્વે જાવા દ્વિપના (Java Island) પ્રમ્બાનન મંદિર, ચાંડી સુકુહ, ચાંડી ચેતો મંદિર છે. આ ઉપરાંત બાલી દ્વિપ ઉપર બેસાકીહ મંદિર, તનાહ મંદિર, ઉલુવાતુ મંદિર, તિર્તા એમ્પુલ મંદિર, ગોવા લવાહ મંદિર, તમન આયુન મંદિર, પુરા ઉલુન દાનુ બ્રાતન મંદિર જેવા મંદિરો આવેલા છે.
Every stone at Prambanan has a story to tell. This story brings to life the fascinating tale of the demon Kabandha from the Ramayana, as depicted in the temple’s intricate stone carvings.
— All India Radio News (@airnewsalerts) July 7, 2026
Beyond their artistic brilliance, these reliefs preserve centuries-old narratives,… pic.twitter.com/UJwnEeZpm6
