પશ્ચિમ બંગાળના (વેસ્ત બેંગલ) પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) દક્ષિણ 24 પરગણા જિલ્લાના બારુઈપુરમાં (Baruipur) 11 વર્ષીય બાળકી પર દુષ્કર્મ અને હત્યાની કથિત ઘટનાના વિરોધમાં સોમવારે કોલકાતાના (Kolkata) કાલીઘાટ સ્થિત પોતાના નિવાસસ્થાનેથી મમતા બેનર્જીએ (Mamata Banerjee) એક રેલી કાઢી હતી. બીજી તરફ, આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ સુઓમોટો સંજ્ઞાન લીધું છે. આયોગે આ ઘટના અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરીને પશ્ચિમ બંગાળ (West Bengal) પોલીસના મહાનિર્દેશક (DGP) પાસે સાત દિવસની અંદર વિગતવાર એક્શન ટેકન રિપોર્ટ (ATR) માંગ્યો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મમતા બેનર્જી (Mamata Banerjee) ઉતર્યા રોડ ઉપર
પશ્ચિમ બંગાળના (West Bengal) પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) દક્ષિણ 24 પરગણા જિલ્લાના બારુઈપુરમાં (Baruipur) 11 વર્ષીય બાળકી પર દુષ્કર્મ અને હત્યાની કથિત ઘટનાના વિરોધમાં કોલકાતાના (Kolkata) કાલીઘાટ સ્થિત પોતાના નિવાસસ્થાનેથી સોમવારે એક રેલી કાઢી હતી. હાથમાં મીણબત્તી પકડીને મમતા બેનર્જીએ (Mamata Banerjee) વિરોધ રેલીનું નેતૃત્વ કર્યું હતું. આ રેલીમાં મમતા બેનર્જી (Mamata Banerjee) સાથે પાર્ટીના સાંસદ ડોલા સેન (Dola Sen), પ્રતિમા મંડલ (Pratima Mondal) અને ડેરેક ઓબ્રાયન (Derek O’Brien) ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસના મમતા જૂથના (TMC Mamata) કેટલાય સમર્થકોએ ભાગ લીધો હતો. રેલી દરમિયાન મમતા બેનર્જી (Mamata Banerjee) હરીશ ચેટર્જી માર્ગ પરથી પસાર થયા હતા, જ્યાં મમતા બેનર્જીનું (Mamata Banerjee) નિવાસસ્થાન આવેલું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રેલીમાં સામેલ પ્રદર્શનકારીઓએ હાથમાં પ્લેકાર્ડ્સ પકડી રાખ્યા હતા, જેના પર પીડિતા અને તેના પરિવાર માટે ન્યાયની માંગ કરતા સૂત્રો લખેલા હતા. પ્રદર્શનકારીઓ કાલીઘાટ રોડની પ્રદક્ષિણા કરીને મમતા બેનર્જીના (Mamata Banerjee) નિવાસસ્થાન સામે પહોંચ્યા હતા, જ્યાં રેલી સમાપ્ત થઈ હતી. બીજી તરફ, આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ પોતાની મેળે સંજ્ઞાન લીધું છે. આયોગે ઘટના પર ગંભીર ચિંતા વ્યક્ત કરીને પશ્ચિમ બંગાળ પોલીસના મહાનિર્દેશક (DGP) પાસે સાત દિવસની અંદર વિગતવાર એક્શન ટેકન રિપોર્ટ (ATR) માંગ્યો છે.
TMC chief Mamata Banerjee holds candle march in Kalighat demanding justice for Baruipur rape-murder case. pic.twitter.com/uGZyqrj0RZ
— News Arena India (@NewsArenaIndia) July 6, 2026
NCW એ માંગી તપાસની સંપૂર્ણ માહિતી
રાષ્ટ્રીય મહિલા આયોગે (NCW) જણાવ્યું કે તેમને મીડિયા અહેવાલો દ્વારા આ ઘટનાની માહિતી મળી છે. આયોગે ડીજીપી (DGP) ને પૂછ્યું છે કે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે કે નહીં, તમામ આરોપીઓની ધરપકડની શું સ્થિતિ છે અને આ કેસની તપાસ કેટલી આગળ વધી છે. આયોગે એ પણ જણાવ્યું કે મહિલાઓ અને બાળકીઓ સામેના ગુનાઓ પ્રત્યે તેમની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ છે અને દોષિતો સામે નિષ્પક્ષ, ઝડપી અને કડક કાર્યવાહી થવી જોઈએ.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
મોબ લિંચિંગની પણ થશે તપાસ
રાષ્ટ્રીય મહિલા આયોગે (NCW) ઘટના બાદ થયેલી હિંસા (Violance) અને મોબ લિંચિંગ (Mob Lynching) પર પણ રિપોર્ટ માંગ્યો છે. આયોગે પોલીસને પૂછ્યું છે કે ભીડની હિંસામાં સામેલ લોકો સામે શું કાર્યવાહી કરવામાં આવી, પોલીસ વ્યવસ્થામાં ક્યાંય કોઈ ખામી રહી ગઈ હતી કે નહીં અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે. આ સિવાય આયોગે પીડિતાના ફોરેન્સિક (Forensic) અને પોસ્ટમોર્ટમની (Postmortam) માહિતી, પીડિત પરિવારને આપવામાં આવેલી કાનૂની, તબીબી, મનોવૈજ્ઞાનિક સહાય અને વળતરનો પણ સંપૂર્ણ વિગતવાર અહેવાલ માંગ્યો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

બારુઈપુરમાં તણાવ, ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત
રવિવારે બાળકીનો મૃતદેહ એક તળાવમાંથી કોથળામાં બંધ હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. આરોપ છે કે ગુસ્સે ભરાયેલા ટોળાએ દુષ્કર્મ અને હત્યામાં કથિત રીતે સામેલ એક વ્યક્તિને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ પછી પ્રદર્શન હિંસક બન્યું હતું, જેમાં રસ્તા જામ કરવા, ટાયર સળગાવવા અને પોલીસ વાહનોમાં તોડફોડ કરવાની ઘટનાઓ સામે આવી હતી. પરિસ્થિતિને જોતા વહીવટીતંત્રે બારુઈપુર (Baruipur), નરેન્દ્રપુર (Narendrapur) અને સોનારપુર પોલીસ સ્ટેશન (Sonarpur Police Station) વિસ્તારોમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 163 લાગુ કરી દીધી છે અને વિસ્તારમાં ભારે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

SIT ની રચના, મુખ્ય આરોપીની ધરપકડ
પશ્ચિમ બંગાળ સરકારે (West Bengal Government) આ મામલાની તપાસ માટે છ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે, જેની આગેવાની સ્થાનિક અધિક પોલીસ અધિક્ષક કરી રહ્યા છે. પોલીસે રાતભર ચલાવેલા ઓપરેશનમાં બે શંકાસ્પદોની ધરપકડ કરી હતી, અન્ય ત્રણને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા હતા અને સોમવારે આ કેસના મુખ્ય આરોપી આનંદ સરદારની પણ ધરપકડ કરી લીધી છે.
