IAF
Spread the love

ભારતીય વાયુસેનાએ (IAF) ચીનની વાયુસેનાને (Chinese Airforce) પછાડીને વિશ્વની ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેના તરીકે રેંકિંગ આપવામાં આવ્યું છે, જેની ચર્ચા ભારતમાં જ નહીં પરંતુ ચીનમાં (China) પણ થઈ રહી છે.

એક નિષ્ણાતે ચીની વાયુસેનાની (Chinese Airforce) વૈશ્વિક રેંકિંગમાં પીછેહઠ પર નિરાશા વ્યક્ત કરી અને ભારત અને ભારતીય વાયુસેનાની (IAF) સિદ્ધિ પર નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે સેનાઓનું સાચું રેન્કિંગ કાગળ પર નહીં, પણ યુદ્ધના મેદાનમાં નક્કી થાય છે. તેમણે કહ્યું કે અતિશયોક્તિપૂર્ણ અને ખોટા મૂલ્યાંકનથી કોઈને ફાયદો થશે નહીં.

ભારતીય વાયુસેના (IAF) બની વિશ્વની ત્રીજી સૌથી શક્તિશાળી સેના

ન્યૂઝવીકના (Newsweek) અહેવાલ મુજબ, વર્લ્ડ ડિરેક્ટરી ઓફ મોર્ડન મિલિટરી એરક્રાફ્ટ (WDMMA) એ 103 દેશો અને 129 હવાઈ સેવાઓ, સેના, નૌકાદળ અને દરિયાઈ ઉડ્ડયન શાખાઓને ક્રમાંક આપ્યો છે. ભારતીય વાયુસેનાએ (IAF) આ રેંકિંગમાં ચીનની વાયુસેનાને (Chinese Air Force) પછાડીને અમેરિકા (America) અને રશિયા (Russia) પછી વિશ્વની ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેના બની છે.

WDMMA એ આ રેન્કિંગ ટ્રુવલ રેટિંગ (TVR) ના આધારે આપ્યું છે, જે વિમાનોની સંખ્યા, ટેકનોલોજી, ઓપરેશનલ તૈયારી, હુમલો ક્ષમતા, પાઈલટ તાલીમ, લડાયક વિમાન, ટ્રેનર્સ, હુમલો હેલિકોપ્ટર, ટેન્કર, ટ્રાન્સપોર્ટર્સ, ફાઈટર બોમ્બર્સ અને ખાસ હેતુવાળા વિમાનો પર આધાર રાખે છે.

ચીનના પેટમાં રેડાયુ તેલ

ભારતીય વાયુસેનાના (IAF) વૈશ્વિક રેંકિંગ અંગે ગ્લોબલ ટાઈમ્સના (Global Times) અહેવાલ મુજબ, સોમવારે (20 ઓક્ટોબર, 2025) ચીનના લશ્કરી બાબતોના નિષ્ણાત ઝાંગ જુન્શેએ કહ્યું કે આ રેન્કિંગને ગંભીરતાથી લેવાની કોઈ જરૂર નથી. સૈન્યની લડાઇ ક્ષમતાઓ સાચી સરખામણીનો આધાર બનાવે છે, કાગળો પર લખેલી માહિતી નહીં.

તેમણે ભારતીય વાયુસેનાના (IAF) વૈશ્વિક રેંકિંગ અંગે થતી ચર્ચાઓ અંગે કહ્યું કે કેટલાક અમેરિકન અને ભારતીય મીડિયા સંગઠનો ભારતના આ રેન્કિંગ વિશે વધુ પડતી વાતો કરી રહ્યા છે, પરંતુ તેનો હેતુ ભારત અને ચીન (China) વચ્ચે સ્પર્ધા વધારવાનો છે. તેમણે ચેતવણી આપી હતી કે આવા જોખમી પગલાથી ખોટા અનુમાનોનું ખતરનાક ચક્ર શરૂ થઈ શકે છે.

WDMMA કરેલા રેંકિંગની યાદી અનુસાર, યુએસ એરફોર્સ (USA Ari force) 242.9 ના TVR સાથે પ્રથમ ક્રમે છે, રશિયા (Russia) 114.2 ના TVR સાથે બીજા ક્રમે છે અને ભારત 69.4 ના TVR સાથે ત્રીજા ક્રમે છે. ચીનનો (China) TVR 63.8 છે.

ભારતના ત્રણેય સશસ્ત્ર દળો વચ્ચે ઉત્તમ સંકલન છે. ઓપરેશન સિંદૂરમાં (Operation Sindoor) પણ ભારતની તાકાતનું પ્રદર્શન થયું હતું, જ્યારે ભારતીય વાયુસેનાએ (IAF) પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો હતો. આ કાર્યવાહી બાદ, પાકિસ્તાની વાયુસેનાએ (PAF) અનેક ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ અથડામણમાં, ભારતીય વાયુસેનાએ (IAF) પાકિસ્તાની વાયુસેનાને (PAF) ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

આર્મીના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં LoC પર 100 થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા 12 વિમાનોનો નાશ કરવામાં આવ્યો હતો.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “ભારતીય વાયુસેનાએ (IAF) વૈશ્વિક રેંકિંગમાં ચીનની વાયુસેનાને પછાડી, ચીની નિષ્ણાતો રહી ગયા દંગ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *