ન્ય કંપનીઓને બરબાદ કરવાનો પ્રયાસ કરતી રહેલી શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચ કંપની પોતે જ બરબાદ થઈ ગઈ હોવાના અહેવાલ છે. કંપની હવે બંધ થવાના આરે છે. ઉલ્લેખનીય છે કે આ કંપનીએ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને સેબી ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા.
અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ અને શોર્ટ સેલિંગ ગ્રૂપ હિંડનબર્ગ રિસર્ચ કંપનીના શટર પડવાની તૈયારી છે. કંપનીના સ્થાપક નાથન એન્ડરસને પોતે જ આ જાહેરાત કરી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બિડેનનો ચાર વર્ષનો કાર્યકાળ પૂરો થવામાં માત્ર થોડા જ દિવસો બાકી છે ત્યારે જ હિંડનબર્ગ રિસર્ચની આ જાહેરાત અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગૃહ ન્યાયતંત્ર સમિતિના સભ્ય અને રિપબ્લિકન સાંસદે હિંડનબર્ગને લઈને ન્યાય વિભાગ દ્વારા તપાસની માંગ કરી હતી.
શું કહ્યું નેથન એન્ડરસને?
અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ અને શોર્ટ સેલિંગ ગ્રુપ હિંડનબર્ગ રિસર્ચ બંધ થવા જઈ રહ્યું છે. આ અંગે જાહેરાત કરતાં કંપનીના સ્થાપક નાથન એન્ડરસને જણાવ્યું હતું કે, “મેં ગયા વર્ષના અંતથી મારા કુટુંબ, મિત્રો અને મારી ટીમ સાથે શેર કર્યું હતુ તેમ મેં હિન્ડેનબર્ગ રિસર્ચ બંધ કરવાનું નક્કી કર્યું છે. વર્તમાન વિષયો પર ચાલી રહેલા કામને પૂર્ણ કર્યા પછી તેને બંધ કરવાની યોજના છે. અમે પોન્ઝી કેસ પર કામ પૂર્ણ કર્યું છે અને તેને રેગ્યુલેટર્સ સાથે શેર કરી રહ્યા છીએ.”
हिंडनबर्ग रिसर्च हुई बंद, अडानी ग्रुप के स्टॉक्स में आज 9% की तेजी देखी गई #HindenburgResearch | Nathan Anderson | Nate Anderson | Adani Stocks pic.twitter.com/ssbqgDyj24
— News24 (@news24tvchannel) January 16, 2025
હિંડનબર્ગ કેમ બંધ થઈ રહી છે?
નાથન એન્ડરસને આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે અમેરિકામાં સત્તા હસ્તાંતરણની તૈયારીઓ ચાલી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનનો ચાર વર્ષનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.
કંપની બંધ કરવા પર એન્ડરસને આગળ કહ્યું, “તે શા માટે બંધ થવી જોઈએ? કોઈ ખાસ કારણ નથી. ત્યાં કોઈ ભય નથી, કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નથી અને કોઈ વ્યક્તિગત સમસ્યા નથી. કોઈએ મને એકવાર કહ્યું હતું કે ચોક્કસ તબક્કે સફળ કારકિર્દી એક સ્વાર્થી કાર્ય બની જાય છે. શરૂઆતમાં મને લાગ્યું કે મારે મારી જાત સાથે કેટલીક બાબતો સાબિત કરવાની જરૂર છે. હવે હું મારા માટે થોડી શાંતિ ઈચ્છું છું.”
ટ્રમ્પ શપથ ગ્રહણ પહેલા હિંડનબર્ગના પાટીયા પડી ગયા
નિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કાર્યભાર સંભાળે તેની ઠીક પહેલા જ હિંડનબર્ગનું બંધ થવું સ્પષ્ટ સંદેશ આપે છે. નિષ્ણાતો અને વિવેચકો શરુઆતથી એવું કહી રહ્યા હતા કે પીએમ મોદી, અદાણી ગ્રુપ, સેબી પર હિંડનબર્ગે કરેલા આરોપો માત્ર નફા માટે નહોતા કરાયા પરંતુ તેની પાછળ ભારતને અસ્થિર કરવાનું ષડયંત્ર હતું. નેથન એન્ડરસને ભરેલા પારોઠના પગલા એ દર્શાવે છે કે તે સંપૂર્ણપણે ઉઘાડો પડી ચુક્યો છે અથવા તેના કરતૂતો બહાર આવશે તેવી બીકથી ડરી ગયો છે અને હવે પીછેહઠ કરી રહ્યો છે.
કોણ હતું એન્ડરસન પાછળ?
હિન્ડનબર્ગના બંધ થવાના અહેવાલો બાદ હવે મોટો સવાલ એ છે કે સેબી તથા ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ગ્રુપ ઉપર આરોપ મુકવાના ષડયંત્ર પાછળ કોણ હતું? કોણ હતુ એ જે ભારતમાં અસ્થિરતા ઉભી કરવા માંગતુ હતું? એ સ્પષ્ટ થઈ ગયું છે કે પીએમ મોદી, અદાણી ગ્રુપ, સેબી પર હુમલા માત્ર નફા માટે નહોતા કરાયા. ભારતમાં તેની કુટિલ કઠપૂતળીઓ કોણ હતે જે આ ષડયંત્રમાં સામેલ હતા?
[…] શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચ (Hindenburg Research) બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ […]