ઈરાનના (Iran) બંદર અબ્બાસમાં આવેલા રાજાઈ બંદર પર એક પ્રચંડ વિસ્ફોટ અને આગના કારણે ફફડાટ ફેલાયો હતો. 561 લોકો ઈજાગ્રસ્ત થયા છે, બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
શનિવારે ઈરાનના (Iran) બંદર અબ્બાસમાં એક પ્રચંડ વિસ્ફોટ અને ત્યારબાદ લાગેલી ભીષણ આગના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના દક્ષિણ ઈરાની બંદર શહેરના રાજાઈ બંદર પર બની હતી.

ઈરાનનું (Iran) મહત્ત્વપૂર્ણ વ્યાપાર કેન્દ્ર રાજાઈ બંદર
રાજાઈ બંદર એક મહત્વપૂર્ણ વ્યાપાર કેન્દ્ર છે. પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન અધિકારી મેહરદાદ હસનઝાદેહે સરકારી ટેલિવિઝનને જણાવ્યું હતું કે વિસ્ફોટમાં કેટલાક લોકો ઘાયલ થયા છે. ફાર્સ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે પ્રારંભિક અંદાજ મુજબ 561 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

જોકે, તેમણે ઈજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા અથવા તેમની સ્થિતિ વિશે વિગતવાર માહિતી આપી ન હતી. હસનઝાદેહે એમ પણ કહ્યું કે બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન, બંદર પર હાજર અન્ય લોકો સલામત સ્થળો તરફ દોડી રહ્યા છે.
#BREAKING: Massive explosion has rocked Iran’s Shahid Rajaee port in Bandar Abbas — leaving at least 500 injured. Blast ripped through the container zone, shattering windows kilometers away. Thick black smoke and a towering mushroom cloud were seen rising over the port. pic.twitter.com/GGJubrA1T9
— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 26, 2025
[…] પ્રથમ વીડિયોમાં મોસાદ બે એજન્ટો ઈરાનની અંદર એક ગુપ્ત સ્થળેથી મિસાઈલો […]
[…] ત્રણ કારણો જવાબદાર હોવાની માન્યતા છે. ઈરાન એવું માને છે કે ઈઝરાયલ દ્વારા કરવામાં […]