રેલ્વે ક્રોસિંગ (Railway Crossing) ઉપર ઘણી વખતે ઘણા લોકો ગાડી ચલાવતી વખતે બેદરકાર જોવા મળતા હોય છે અને તેને કારણે અકસ્માત થતા હોય છે. રેલ્વે ક્રોસિંગ (Railway Crossing) પાર કરતી વખતે લોકો ઘણી વાર બેદરકારી અકસ્માતનું કારણ બની અને જીવનું જોખમ બની જાય છે. આ રીતે જ બેદરકારી દર્શાવતો એક વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે SUV લાલ લાઈટ અને બંધ થઈ રહેલા ક્રોસિંગ (Railway Crossing) ગેટને અવગણીને આગળ વધે છે. બીબીસીના અહેવાલ મુજબ, મંગળવારે બપોરે યુએસ સ્ટેટ ઉટાહના લેટનમાં આ ઘટના બની હતી.

શું થયું રેલ્વે ક્રોસિંગ (Railway Crossing) ઉપર?
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે જ્યારે ડ્રાઈવરને (Driver) તેની ભૂલ સમજાય છે ત્યારે ઘણુ મોડુ થઈ ગયુ હોય છે અને તેની કારનો પાછળનો ભાગ ટ્રેનના (Train) પાટા પર આવી ગયો હતો. ડ્રાઈવર કારને પાછળ ખસેડવાનો પ્રયાસ લરે છે પરંતુ રેલેવે ક્રોસિંગ (Railway Crossing) બંધ થઈ ગયું હોવાથી ગેટ સાથે ટકરાઈ જાય છે, અને SUV પાટા પર પાછી આવી. ડ્રાઈવર ગેટને તોડવાનો પ્રયાસ કરીન SUV ક્રોસિંગથી દૂર લાવવા મહેનત કરે છે. પરંતુ તેને લાગે છે કે હવે ગાડી છોડીને પોતાનો જીવ બચાવો પડશે ત્યારે તે છેલ્લી સેકન્ડે ગાડીમાંથી કૂદવાનું નક્કી કરી લે છે. તેની બીજી જ ક્ષણે ફુલ સ્પીડમાં આવતી ટ્રેન SUVનો સંપૂર્ણપણે ખુડદો કરી નાખે છે.

આ અકસ્માત (Accident) ત્યારે થયો જ્યારે ડ્રાઇવરની વ્હાઇટ SUV બીજા વાહનની ટક્કરના ધક્કાથી ટ્રેન ટ્રેક પર પહોંચી. રેલ્વે ગેટ નીચે આવતાંની સાથે જ ડ્રાઈવરે ભયને ટાળવા માટે રિવર્સ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બેરિંગએ પહેલાથી જ રસ્તો બંધ કરી દીધો હતો, જેના કારણે SUVનું આગળનું ટાયર ટ્રેક પર અટવાઇ ગયું હતું. Collin Rugg નામના X હેંડલ ઉપર આ વાયરલ વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેણે અત્યાર સુધીમાં 8 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકો આ ડ્રાઇવરની તીવ્ર વિચારસરણી અને બચાવના નિર્ણયો પર મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
NEW: Utah driver jumps out of their car at the last moment before the vehicle is demolished by an oncoming train in Layton, Utah.
— Collin Rugg (@CollinRugg) February 12, 2025
Hear me out… the individual could have just driven forward.
A white SUV could be seen getting rear-ended as it quickly came to a stop as the… pic.twitter.com/yLy2fZUinY
UTA Public Information Officer Gavin Gustafson આ ઘટનાને આઘાતજનક ગણાવી અને કહ્યું કે તે એક સારી બાબત છે કે કોઈને ઈજા થઈ નથી. જો કે, આ અકસ્માતને કારણે ટ્રેનને 100,000 ડોલરથી વધુનું નુકશાન થયું છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવા પ્રકારના સંજોગોમાં ગભરાઈ જવુ સ્વાભાવિક છે, અને આવી ગભરાટભરી સ્થિતિમાં ગેટ તોડવાનો અને આગળ વધવાનો જ યોગ્ય નિર્ણય છે.

[…] વાયરલ વિડીયો (Viral Video) આજકાલ લોકોને ખુબ મજા કરાવતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ક્યારેક એવી વાતો વાયરલ થઈ જાય છે, જેને જોયા પછી વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. મનમાં ફક્ત એક જ પ્રશ્ન આવે છે: શું આવું ક્યારેય બની શકે છે? આજકાલ, આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો (Viral Video) જોયા પછી સ્તબ્ધ થઈ જવાશે. મનમાં પ્રશ્ન થશે કે આખરે આમ બન્યું કેવી રીતે? […]