Army
Spread the love

પોતાની સેના (Army) ન હોય એવા ઘણા દેશો વિશ્વમાં છે અને છતાં તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. આ દેશોનું રક્ષણ અન્ય દેશો કરે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પોતાની સેના (Army) ન હોય એવા દેશો

વિશ્વના મોટાભાગના દેશો પાસે પોતાની સેના છે, જે દેશની સરહદો, લોકો અને હિતોનું રક્ષણ કરે છે, પરંતુ આશ્ચર્યજનક બાબત એ પણ છે કે વિશ્વમાં કેટલાક દેશો એવા પણ છે જેમની પાસે પોતાની સેના નથી. સેના ન હોવા છતાં આ દેશો સુરક્ષિત અને શાંતિપ્રિય છે. કયા છે આ દેશો, તેમની પાસે સેના કેમ નથી અને તેમનું રક્ષણ કોણ કરે છે?

સેના (Army) વગરના દેશો

કોસ્ટા રિકા (Costa Rica)

કોસ્ટા રિકાએ દેશના ગૃહયુદ્ધ પછી 1948 માં તેની સેના (Army) નાબૂદ કરી દીધી હતી. નવી સરકારે લશ્કર પાછળ ખર્ચ કરવાને બદલે શિક્ષણ અને આરોગ્ય પર નાણાં ખર્ચ કરવાનું નક્કી કર્યું. વર્તમાનમાં કોસ્ટા રિકાની સુરક્ષા પોલીસ અને વિશેષ દળો દ્વારા જાળવવામાં આવે છે, અને તે અમેરિકા અને અન્ય લેટિન અમેરિકન દેશો સાથે સંરક્ષણ કરારો પણ ધરાવે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આઈસલેન્ડ (Iceland)

આઈસલેન્ડ (Iceland) પાસે પણ પોતાનું સ્થાયી સૈન્ય (Army) નથી. પરંતુ તે નાટોનું (NATO) સભ્ય હોવાથી નાટોના (NATO) કરાર અનુસાર જો આઈસલેન્ડ (Iceland) પર હુમલો થશે, તો નાટો (NATO) દેશો તેનું રક્ષણ કરશે. અહીં સુરક્ષા માત્ર કોસ્ટ ગાર્ડ (Coast Guard) અને પોલીસ દળ (Police Force) દ્વારા પૂરી પાડવામાં આવે છે, જે સરહદો અને કટોકટીની સ્થિતિનું સંચાલન કરે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વેટિકન સિટી (Vatican City)

કેથોલિક ચર્ચનું (Catholic Church) મુખ્ય મથક એવો વેટિકન સિટી (Vatican City) વિશ્વનો સૌથી નાનો દેશ છે. તેની સુરક્ષા સ્વિસ ગાર્ડ દ્વારા સંભાળવામાં આવે છે. આ સૈનિકો ખૂબ તાલીમ પામેલા છે અને પોપની વ્યક્તિગત સુરક્ષાની જવાબદારી પણ સંભાળે છે.

લીચટેંસ્ટાઈન (Liechtenstein)

લીચટેંસ્ટાઈને (Liechtenstein) 1968માં આર્થિક કારણોસર તેની સેના (Army) નાબૂદ કરી દીધી હતી. સ્વિટ્ઝર્લૅન્ડ (Switzerland) હવે તેની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. આ દેશ નાનો છે અને અત્યંત શાંતિપ્રિય માનવામાં આવે છે, તેથી બાહ્ય જોખમો લગભગ નહિવત પ્રમાણમાં છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

નાઉરુ (Nauru)

નાઉરુ (Nauru) એક નાનકડો પેસિફિક ટાપુ રાષ્ટ્ર છે તે તેના સંરક્ષણ માટે ઓસ્ટ્રેલિયા (Australia) પર આધાર રાખે છે. નાઉરુ પાસે પોતાનું માત્ર પોલીસ દળ છે જે આંતરિક સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાનું સંચાલન કરે છે.

મોનાકો (Monaco)

મોનાકો (Monaco) એક નાનો અને શ્રીમંત યુરોપિયન દેશ છે. તેની સુરક્ષા ફ્રાન્સના (France) નિયંત્રણ હેઠળ છે. ફ્રેન્ચ સૈનિકો જરૂર પડ્યે મોનાકોની સીમાઓનું રક્ષણ કરે છે, જ્યારે સ્થાનિક પોલીસ આંતરિક સુરક્ષાનું ધ્યાન રાખે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સમોઆ (Samoa)

સમોઆ પાસે પણ લશ્કર (Army) નથી. આ દેશ પોતાના સંરક્ષણ માટે ન્યુઝીલેન્ડ (New Zealand) પર આધાર રાખે છે. બંને દેશો વચ્ચે મિત્રતા સંધિ છે, જેના હેઠળ ન્યુઝીલેન્ડ (New Zealand) જરૂર પડ્યે સમોઆની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

કિરિબાતી (Kiribati)

કિરીબાતી (Kiribati) એ પેસિફિક મહાસાગરમાં સ્થિત એક ટાપુ રાષ્ટ્ર છે. આશરે 33 કોરલ ટાપુઓ અને એક ઊંચા ટાપુથી બનેલો આ દેશ માઈક્રોનેશિયા (Micronesia) અને પોલિનેશિયા (Polynesia) વચ્ચે આવેલો છે. કિરિબાતીનો (Kiribati) કુલ વિસ્તાર આશરે 811 ચોરસ કિલોમીટર છે. કિરીબાતી પાસે નાનું પોલીસ દળ છે પણ પોતાની સેના નથી. સુરક્ષા માટે આ દેશ સંપૂર્ણપણે ઓસ્ટ્રેલિયા (Australia) અને ન્યુઝીલેન્ડ (New Zealand) પર આધાર રાખે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ગ્રેનેડા (Grenada)

ગ્રેનેડા કેરેબિયન સમુદ્રમાં સ્થિત એક ટાપુ રાષ્ટ્ર છે. રોયલ ગ્રેનેડા પોલીસ ફોર્સ દેશની આંતરિક સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા સંભાળે છે. આ દળમાં ફક્ત 940 કર્મચારીઓ છે અને તે અપરાધ નિયંત્રણ, ઈમિગ્રેશન, સમુદ્રી કાયદો, બંદર સુરક્ષા અને અગ્નિશામક સેવાઓ જેવા કાર્યો કરે છે. ગ્રેનેડા પાસે સ્પેશિયલ સર્વિસ યુનિટ (SSU) નામનું અર્ધલશ્કરી એકમ છે પરંતુ તે રાષ્ટ્રીય સંરક્ષણ અને કટોકટીમાં મદદ કરે છે. જોકે, ગ્રેનેડા પાસે સ્થાયી સૈન્ય નથી. ગ્રેનેડા બાહ્ય સુરક્ષા માટે જેમાં અન્ય કેરેબિયન દેશોનો પણ સમાવેશ થાય છે એવા જૂથ પ્રાદેશિક સુરક્ષા પ્રણાલી (RSS) પર આધાર રાખે છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *