‘યુઝરનેમ’ ફીચરને (Username Feature) લઈને હાલમાં સરકાર વોટ્સએપ (WhatsApp) અને ટેલીગ્રામ (Telegram), બંને કંપનીઓના જવાબોની તપાસ કરી રહી છે. સરકારે ચિંતા વ્યક્ત કરી હતી કે આનાથી ફિશિંગ (Fishing), ડિજિટલ અરેસ્ટ સ્કેમ (Digital Arrest Scam), ઓનલાઈન ઠગાઈ (Online Fraud) અને નકલી ઓળખ બનાવીને લોકોને છેતરવા જેવી ઘટનાઓ વધી શકે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વોટ્સએપ (WhatsApp) બાદ હવે ટેલીગ્રામે (Telegram) પણ પોતાના ‘યુઝરનેમ’ ફીચરને (Username Feature) લઈને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) ને જવાબ મોકલી આપ્યો છે. આ માહિતી પીટીઆઈ (PTI) ના સૂત્રોના હવાલાથી સામે આવી છે. કેન્દ્ર સરકારે વોટ્સએપ (WhatsApp) અને ટેલીગ્રામ (Telegram) બંનેને પૂછ્યું હતું કે તેમના પ્લેટફોર્મ પર યુઝરનેમ ફીચર (Username Feature) આપવાની જરૂર કેમ છે. સરકારનું કહેવું છે કે આ ફીચરના કારણે લોકો પોતાનો મોબાઈલ નંબર જણાવ્યા વગર એકબીજા સાથે વાત કરી શકે છે, જેનાથી નકલી ઓળખ ઊભી કરવી (Fraud Impersonation), ફિશિંગ, ઓનલાઈન છેતરપિંડી અને અન્ય સાયબર ગુનાઓ (Cyber Crime) વધવાનું જોખમ થઈ શકે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

હાલમાં સરકાર વોટ્સએપ (WhatsApp) અને ટેલીગ્રામ (Telegram), બંને કંપનીઓના જવાબોની તપાસ કરી રહી છે. જો કે, બંને કંપનીઓએ પોતાના જવાબમાં શું કહ્યું છે, તેની માહિતી હજુ સાર્વજનિક કરવામાં આવી નથી અને ન તો તેમણે આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
આ પહેલા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે (MeitY) વોટ્સએપને (WhatsApp) નોટિસ મોકલીને તેના પ્રસ્તાવિત યુઝરનેમ ફીચર (Username Feature) પર સવાલો ઉઠાવ્યા હતા. સરકારે ચિંતા વ્યક્ત કરી હતી કે આનાથી ફિશિંગ (Fishing), ડિજિટલ અરેસ્ટ સ્કેમ (Digital Arrest Scam), ઓનલાઈન ઠગાઈ (Online Fraud) અને નકલી ઓળખ (Fake Identity) બનાવીને લોકોને છેતરવા જેવી ઘટનાઓ વધી શકે છે. સરકારે વોટ્સએપને (WhatsApp) એવું પણ કહ્યું હતું કે જ્યાં સુધી આ મુદ્દે વાતચીત પૂરી ન થઈ જાય અને સરકાર સંતુષ્ટ ન થાય, ત્યાં સુધી ભારતમાં આ ફીચર (Username Feature) લોન્ચ કરવામાં ન આવે. આ પછી વોટ્સએપે (WhatsApp) ખાતરી આપી કે વાતચીત પૂરી ન થાય ત્યાં સુધી તે આ ફીચરને ભારતમાં રોલઆઉટ નહીં કરે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘યુઝરનેમ’ ફીચરને (Username Feature) લઈને ટેલીગ્રામ અને સિગ્નલને નોટિસ
વોટ્સએપ (WhatsApp) બાદ આઈટી મંત્રાલયે ટેલીગ્રામ (Telegram) અને સિગ્નલને (Signal) પણ નોટિસ મોકલી હતી. આ કંપનીઓને પૂછવામાં આવ્યું હતું કે તેમના પ્લેટફોર્મ પર પહેલાથી જ ઉપલબ્ધ યુઝરનેમ ફીચરના (Username Feature) કારણે થતી છેતરપિંડી અને નકલી ઓળખ જેવા જોખમોને રોકવા માટે તેઓ કેવા પગલાં લઈ રહ્યા છે. ભારતમાં વોટ્સએપના (WhatsApp) આશરે 50 કરોડ યુઝર્સ છે, જ્યારે ટેલીગ્રામનો (Telegram) યુઝર બેઝ આના કરતાં ઘણો નાનો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અન્ય સરકારી તપાસનો પણ સામનો
આ દરમિયાન મેટા (Meta) અને ટેલીગ્રામને (Telegram) તાજેતરના દિવસોમાં અન્ય કેટલાય કેસોમાં પણ સરકારી તપાસનો સામનો કરવો પડ્યો છે. સરકારે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર બાળકોના જાતીય શોષણ સાથે જોડાયેલી જાહેરાતોને લઈને મેટાને કડક નોટિસ મોકલી છે. બીજી તરફ ટેલીગ્રામને (Telegram) પણ નોટિસ ફટકારીને તેના પ્લેટફોર્મ પર પાયરેટેડ ફિલ્મો, ઓટીટી (OTT) કન્ટેન્ટ અને અન્ય ઓડિયો-વીડિયો સામગ્રીના મોટા પાયે પ્રસારને રોકવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે.
Meta has submitted its reply to Government regarding rollout of the WhatsApp “usernames” feature. Reply was received last night from WhatsApp. It is under examination, as of now. On July 1, Govt had issued notice to Meta regarding rollout of the “usernames” feature on WhatsApp in… pic.twitter.com/6XnWGG9mXg
— ANI (@ANI) July 10, 2026
