China
Spread the love

ચીનના (China) સંશોધકોએ હાઇડ્રોજન આધારિત બોમ્બનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમાં કોઈ પરમાણુ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને તે કોઈપણ મોટા વિસ્તારમાં વિનાશ કરવાની ક્ષમતા ધરાવે છે.

દેવલિપિ ન્યુઝની વોટસએપ ચેનલ ફોલો કરો

ચીન (China) દ્વારા વિકસાવવામાં આવેલા માત્ર 2 કિલોગ્રામ (4.4 પાઉન્ડ) વજનવાળા આ બોમ્બે પરીક્ષણ દરમિયાન 2 સેકન્ડ માટે 1,000 °C સેલ્સિયસ (1,832 °F ફેરનહીટ) થી વધુ તાપમાન ધરાવતો TNT વિસ્ફોટ કરતા 15 ગણો વધુ શક્તિશાળી આગનો ગોળો ઉત્પન્ન કર્યો હતો.

પ્રતિકાત્મક ફોટો

આ બોમ્બ દરિયાઈ શસ્ત્ર પ્રણાલીઓમાં નિષ્ણાત એવી 705 રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાઇના સ્ટેટ શિપબિલ્ડીંગ કોર્પોરેશન (CSSC) દ્વારા વિકસાવવામાં આવ્યો છે. બોમ્બમાં મેગ્નેશિયમ આધારિત સોલિડ સ્ટેટ હાઇડ્રોજન સ્ટોરેજ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પદાર્થને મેગ્નેશિયમ હાઇડ્રાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ચાંદી જેવો પાવડર છે. તે પ્રેશરાઇઝ્ડ ટાંકી કરતાં ઘણું વધારે હાઇડ્રોજન સંગ્રહ કરી શકે છે. તે મુખ્યત્વે ગ્રીડની બહાર ગેસ સપ્લાય કરવા માટે વિકસાવવામાં આવ્યું હતું. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ (SCMP) દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો છે.

કેવી છે ચીનના (China) બોમ્બની વિશેષતા

ચીનના (China) સંશોધકોએ ચાઇનીઝ ભાષાના જર્નલ ઓફ પ્રોજેક્ટાઇલ્સ, રોકેટ્સ, મિસાઇલ્સ એન્ડ ગાઇડન્સમાં જણાવ્યું કે તેને સક્રિય કરવામાં આવતાં જ મેગ્નેશિયમ હાઇડ્રાઇડ ઝડપી થર્મલ વિઘટનમાંથી પસાર થતા હાઇડ્રોજન ગેસ મુક્ત કરે છે જે સતત આગમાં બદલાતો રહે છે. CSSC સંશોધન વૈજ્ઞાનિક વાંગ ઝુફેંગની આગેવાની હેઠળની ટીમે જણાવ્યું કે, “હાઇડ્રોજન ગેસ વિસ્ફોટો નવી ઇગ્નીશન ઊર્જાથી સળગે છે, વિસ્ફોટનો વિસ્તાર વિશાળ હોય છે, અને જ્વાળાઓ ઝડપથી બહારની તરફ ફેલાય છે.આ સંયોજન વિસ્ફોટ તીવ્રતાનું ચોક્કસ નિયંત્રણ કરવાની સરળતા કરી આપે છે, જેનાથી મોટા વિસ્તારમાં લક્ષ્યોનો સરળતાથી વિનાશ કરી શકાય છે.”

એલ્યુમિનિયમ ઓગાળવાની ક્ષમતા ધરાવે છે આ બોમ્બ

આ હાઇડ્રોજન બોમ્બ ઘણી ગરમી ઉત્પન્ન કરતો હોવાથી લાંબા સમય સુધી થર્મલ નુકસાનનું કારણ બની શકે છે.  આનાથી ઉત્પન્ન થતો સફેદ ગરમ અગનગોળો એલ્યુમિનિયમને પણ ઓગાળી દેવાની ક્ષમતા ધરાવે છે.

દેવલિપિ ન્યુઝની વોટસએપ ચેનલ ફોલો કરો

આ TNT વિસ્ફોટ કરતાં વધુ ખતરનાક છે કારણ કે TNT નો અગનગોળો 0.12 સેકન્ડ સુધી રહે છે જ્યારે આ હાઇડ્રોજન બોમ્બ 2 સેકન્ડ સુધી અગનગોળો બની રહ્યો હતો. વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેનો ઉપયોગ મોટા વિસ્તારોમાં ગરમી ઉત્પન્ન કરવા અથવા ચોક્કસ લક્ષ્યોને નષ્ટ કરવા માટે થઈ શકે છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ચીની સેના કઈ પરિસ્થિતિમાં આ હથિયારનો ઉપયોગ કરી શકે છે.

પ્રતિકાત્મક ફોટો

Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *