બ્રિટિશ નૌકાદળના (British Navy) એક અત્યાધુનિક F-35 ફાઈટર જેટનું તાજેતરમાં કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે મિશન દરમિયાન અચાનક ઈંધણ ખતમ થઈ જતાં વિમાનને આ લેન્ડિંગ કરવું પડ્યું હતુ. આ ફાઈટર એરક્રાફ્ટ છેલ્લા એક અઠવાડિયાથી તિરુવનંતપુરમ એરપોર્ટ પર પડી રહ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પ્રાપ્ત થતી માહિતી અનુસાર બ્રિટિશ નૌકાદળ (British Navy) દ્વારા એક ટેકનિકલ ટીમ ખાસ ભારત મોકલવામાં આવી હતી, જેણે ઘટનાસ્થળે પહોંચીને વિમાનને રિપેર કરવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તેઓ સફળ થઈ શક્યા ન હતા. વર્તમાનમાં, આ હાઈ-ટેક ફાઈટર એરક્રાફ્ટ CISF દ્વારા સુરક્ષા કવચ હેઠળ તિરુવનંતપુરમ એરપોર્ટના સુરક્ષિત વિસ્તારમાં પાર્ક કરેલું પડ્યું છે.

ટ્રાન્સપોર્ટ વિમાન દ્વારા લઈ જવાની વિચારણા
સૂત્રોના જણાવ્યા અનુસાર, જો વિમાનના સમારકામમાં વધુ વિલંબ થાય છે અથવા જો તેમાં વધુ સમય લાગવાની શક્યતા જણાશે તો તેને લશ્કરી ટ્રાન્સપોર્ટ વિમાન દ્વારા બ્રિટન પરત લઈ જવાની યોજના પર પણ વિચારણા કરવામાં આવી રહી છે. બ્રિટનથી બીજી એક મોટી ટેકનિકલ ટીમ ભારત પહોંચે તેની રાહ જોવાઈ રહી છે. જો આ ટીમ વિમાનમાં સમસ્યાનું નિરાકરણ કરવામાં સફળ થાય, તો વિમાન ઉડાન ભરશે નહીંતર તેને કાર્ગો વિમાન દ્વારા બ્રિટન લઈ જવામાં આવશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

બ્રિટિશ નૌકાદળના (British Navy) વિમાનના હાઈડ્રોલિક્સમાં સમસ્યા
સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર, થોડા દિવસો પહેલા, બ્રિટિશ નૌકાદળના (British Navy) F-35 ફાઇટર જેટને ઓછા ઈંધણને કારણે ઈમરજન્સી ઉતરાણ કરવું પડ્યું હતું, જેના પગલે ભારતીય વાયુસેનાએ (Indian Airforce) રિફ્યુઅલિંગ સહિત તમામ આવશ્યક સહાય પૂરી પાડી હતી. જોકે, જેવું વિમાન પરત ફરી રહ્યું હતું, ત્યારે તેમાં હાઇડ્રોલિક નિષ્ફળતા આવી અને તે ઉડાન ભરી શક્યું નહીં. બ્રિટિશ નૌકાદળની (British Navy) મેઈન્ટેનન્સ ટીમે આવીને સમસ્યાને ઠીક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ ન થઈ. વિમાનને ઠીક કરવા માટે એક મોટી મેઈન્ટેનન્સ ટીમ આવે તેવી અપેક્ષા છે. જો આવશ્યક જણાશે તો, વિમાનને લશ્કરી કાર્ગો વિમાનમાં પણ પાછું લઈ જવાની સંભાવના છે.
#BREAKING | British F-35 fighter jet makes emergency landing at Thiruvananthapuram airport
— NDTV (@ndtv) June 15, 2025
NDTV's @ShivAroor reports pic.twitter.com/SC5OQwGCFX
F-35 ફાઈટર જેટની વિશેષતાઓ
F-35 ફાઇટર પ્લેનની રડાર પર પકડાય નહી તેવા વિશ્વના ગણ્યાગાંઠ્યા વિમાનોમાં ગણાય છે. રડારમાં ન પકડી શકાતા હોવાથી દુશ્મનના આ ફાઈટર જેટ દેખાતા નથી અને પોતાનું મિશન પુરુ કરી શકે છે. F-35 રન-વેની જરૂર વગર સીધું ઉપર (વર્ટિકલ ટેક ઓફ) ટેક ઓફ કરી શકે છે અને તે જ રીતે ઉતરાણ કરવામાં પણ સક્ષમ છે. આ નૌકાદળ અને નાના એરબેઝ માટે ખૂબ જ શક્તિશાળી વિમાન છે. આ વિમાન 360-ડિગ્રી ડેટા એકત્રિત કરે છે અને પાયલટને એક સંકલિત ડિજિટલ વ્યુ આપે છે, જેનાથી નિર્ણયો ઝડપી અને સચોટ બને છે. તે અન્ય વિમાનો, ડ્રોન અને ગ્રાઉન્ડ યુનિટ્સ સાથે રિયલ ટાઈમ કોમ્યુનિકેશન કરે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
[…] સજ્જ છે. ‘તમાલ’ના (Tamal) સમાવેશ પછી, ભારતીય નૌકાદળ પાસે 14 ફ્રિગેટ્સ થઈ જશે, જેનાથી ભારતીય […]
[…] ભારતીય વાયુસેના માટે એક શુભ સમાચાર છે. વાયુસેનાને માર્ચ 2026 સુધીમાં ઓછામાં ઓછા અડધો ડઝન હળવા લડાયક વિમાન (LCA) તેજસ (Tejas) મળશે. આ માહિતી આ અત્યાધુનિક ફાઇટર એરક્રાફ્ટનું ઉત્પાદન કરતી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ના વડા દ્વારા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે તેજસના (Tejas) વિલંબ માટે જીઈ એરોસ્પેસ દ્વારા એન્જિનના પુરવઠામાં વિલંબ જવાબદાર છે. […]
[…] ભારતીય નૌકાદળે (Indian Navy) 1 જુલાઈના રોજ પોતાની શક્તિમાં વધુ એક સ્તર ઉમેર્યું છે. આ અંતર્ગત મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDSL) ખાતે બનેલા પ્રોજેક્ટ 17A નું (Project 17A) બીજું સ્ટીલ્થ ફ્રિગેટ (Stealth Frigate) ‘ઉદયગિરી’ (Udaygiri) નૌકાદળને (Indian Navy) સોંપવામાં આવ્યું છે. આ જહાજ શિવાલિક વર્ગ (Shivalik Class) (પ્રોજેક્ટ 17) નું (Shivalik Class) અદ્યતન સંસ્કરણ છે. પ્રોજેક્ટ 17A (Project 17A) હેઠળ સાત ફ્રિગેટ બનાવવામાં આવી રહ્યા છે, જેમાંથી ચાર મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDSL) દ્વારા અને ત્રણ કોલકાતામાં ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ (GRSE) દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. […]