Plane
Spread the love

અમેરિકાના (USA) ડેનવરમાં ગુરુવારે જ્યારે અમેરિકન એરલાઇન્સનું પ્લેન (Plane) ડેનવર એરપોર્ટ પર પાર્ક કરવામાં આવ્યું હતું ત્યારે વિમાનના એન્જિનમાં ભયાનક આગ લાગી હતી. આગને કારણે પ્લેન (Plane) આખુ ધુમાડાથી ભરાઈ જતા પ્રવાસીઓને ગુંગળામણ થવા લાગી હતી, જેના કારણે મુસાફરોને પ્લેનની (Plane) પાંખ પર ઉતરવાની ફરજ પડી હતી. અહેવાલો અનુસાર, અમેરિકન એરલાઇન્સની ફ્લાઈટ 1006 માં 172 મુસાફરો અને 6 ક્રુ મેમ્બર સવાર હતા.

એરલાઈન્સના જણાવ્યા અનુસાર યાત્રીઓ અને છ ક્રૂ મેમ્બર્સને ગેટ પરથી જ બહાર કાઢવામાં આવ્યા હતા. પ્લેને કોલોરાડો સ્પ્રિંગ્સથી ડલ્લાસ-ફોર્ટ વર્થ માટે ઉડાન ભરી હતી. ત્યારે એન્જિનમાં કંપન અનુભવાયા બાદ પાયલટે પ્લેનને (Plane) ડેનવર તરફ લીધું હતું. FAAએ જણાવ્યું છે કે ગુરુવારે સાંજે 5:15 વાગ્યે બોઇંગ 737-800 પ્લેન સુરક્ષિત રીતે ઉતર્યું હતું પરંતુ ગેટ તરફ જતી વખતે તેના એક એન્જિનમાં આગ લાગી હતી. આ સ્થિતિમાં એરપોર્ટ પર હાજર કર્મચારીઓએ તાત્કાલિક ચાર્જ સંભાળ્યો અને ઈમરજન્સી સ્લાઇડનો ઉપયોગ કરીને યાત્રીઓને બહાર કાઢ્યા.

પ્લેનમાંથી (Plane) યાત્રીઓને સમયસર બહાર કઢાયા અન્યથા મોટી દુર્ઘટના સર્જાત

પ્લેનમાં આગની આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તસવીરો અને વીડિયોમાં પ્લેન સળગતું જોવા મળે છે. વિમાનમાં લાગેલી ભીષણ આગ સ્પષ્ટપણે દર્શાવે છે કે જો મુસાફરોને બહાર કાઢવામાં થોડો વિલંબ થયો હોત તો મોટી દુર્ઘટના થઈ શકી હોત.

અમેરિકન એરલાઈન્સે પોતાના નિવેદનમાં પ્લેનના એન્જિનમાં સમસ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે આગ કયા કારણોસર લાગી તે સ્પષ્ટ થયું નથી. એરલાઈને ક્રૂ મેમ્બર અને અન્ય કર્મચારીઓનો તેમના કામ માટે આભાર માન્યો છે. એરલાઈને કહ્યું કે ક્રૂ જે રીતે વસ્તુઓને હેન્ડલ કરી તેનાથી દરેકની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાઈ છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

2 thoughts on “પ્લેનમાં (Plane) આગ લાગી તો પ્રવાસીઓ પ્લેનની પાંખ પર ચઢી ગયા, અમેરિકાની ઘટના, 172 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા, જુઓ VIDEO”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *