- પબજી જેવી લોકપ્રિય એપ્લિકેશન સહિત 118 ચાઈનીઝ એપ્ પર ભારતે લગાવ્યો પ્રતિબંધ.
- આ પહેલા પણ ભારત બે વખત ચાઈનીઝ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લગાવી ચુક્યું છે.
- અત્યાર સુધીમાં ભારત કુલ 224 ચાઈનીઝ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ ઠોકી ચુક્યું છે.
ભારતે વધુ 118 ચાઈનીઝ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મુક્તા ચીન ગિન્નાયુ
ચીન ભારત વચ્ચે ચાલી રહેલા સરહદી તણાવ અને ભારત દ્વારા વધુ 118 ચાઈનીઝ એપ્લિકેશન્સ પર મુકાયેલા પ્રતિબંધથી ધૂંધવાયેલા ચીને ભારત પર એવો આરોપ લગાવ્યો છે કે ભારત અમેરિકાના ક્લીન નેટવર્ક કાર્યક્રમનો હિસ્સો ના બને.
અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પિયોએ શરૂ કર્યું અભિયાન “ક્લીન નેટવર્ક”

અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પિયોના જણાવ્યા મુજબ ક્લીન નેટવર્ક પ્રોગ્રામએ ડેટા ગોપનીયતા, સુરક્ષા, માનવધિકારો તથા સરમુખત્યારશાહી જેવા અનિષ્ટથી વિશ્વને બચાવવા માટે લાંબા ગાળાના આયોજનથી તૈયાર કરવામાં આવ્યો છે. ક્લીન નેટવર્ક પ્રોગ્રામ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ડિજિટલ સુરક્ષાના માપદંડોને અનુસરે છે. આ પ્રોગ્રામ વિશ્વના વર્ષો વર્ષ બદલાતા સમીકરણો, ટેક્નોલોજી તથા વૈશ્વિક બજારને ધ્યાનમાં રાખીને વિચારવામાં આવ્યો છે.
ડિજિટલ વિશ્વાસનિયતાના માપદંડો
મે, 2020માં અમેરિકાના ડિપાર્ટમેંટ ઓફ સ્ટેટની વિનંતીથી સેંટર ફોર સ્ટ્રેટેજીક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડિઝે (CSIS) અશિયન, યુરોપિયન અને અમેરિકાની કંપની અને રિસર્ચ સેંટર્સના 25 નિષ્ણાતોની ગ્રુપ કાર્ય ટેલિકમ્યુનિકેશન ઈક્વિપમેંટ સપ્લાયર્સની વિશ્વસનિયતા ચકાસવાના માપદંડો તૈયાર કરવા કરવા માટે બનાવવામાં આવ્યું. ટેલિકમ્યુનિકેશન નેટવર્ક અને સેવાઓમા સુરક્ષા અને વિશ્વસનીયતા માટેના પ્રાગ પ્રસ્તાવો તથા યુરોપીયન યુનિયનના 5G ટૂલબોક્સના પૂરક તરીકે આ પ્રસ્તાવ બની શકે છે. આ પ્રસ્તાવો સરકાર, ટેલિકોમ નેટવર્ક કંપની કે ઓપરેટર માટે સુરક્ષા તથા વિશ્વસનીયતા નક્કી કરવા માટેના સહાયક સાધન તરીકે કામમાં આવે.
પ્રાગ પ્રસ્તાવ

મે, 2019માં ઝેક રિપબ્લિકના પ્રાગમાં વિશ્વના 30 કરતાં વધુ દેશોના સરકારી અધિકારીઓ જેમાં યુરોપીયન યુનિયન, ઉત્તર એટલાંટિક સંધિ સંગઠન (NATO)ના દેશો તથા પ્રતિષ્ઠિત ઉદ્યોગના પ્રતિનિધિઓની ચર્ચા સભા યોજાઇ હતી જેમાં રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક તથા વ્યાપારિક બાબતોના મહત્વપૂર્ણ ઘટકો જે કોઈપણ દેશના 5G નેટવર્ક પ્રોવાઇડરના મુલ્યાંકન માટે જરૂરી છે તેની ઉપર વિશદ ચર્ચા થઈ હતી. આ ચર્ચાના પરિણામસ્વરૂપ 5G નેટવર્ક સુરક્ષા માટેના પ્રાગ પ્રસ્તાવોની ઘોષણા કરવામાં આવી હતી. પ્રાગ પ્રસ્તાવ કોઈપણ દેશને તેના 5G નેટવર્કની સુરક્ષિત ડિઝાઇન તૈયાર કરવા, ઊભું કરવા તથા તેનો વહીવટ કરવા માટેના નિર્દેશો તથા સિદ્ધાંતો દર્શાવે છે.
અમેરિકાના ક્લીન નેટવર્ક માટેના પ્રયાસો

5મી ઓગસ્ટ 2020ના દિવસે અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પિઓએ ક્લીન નેટવર્ક પ્રોગ્રામના વિસ્તરણની જાહેરાત કરી. અમેરિકનના વિસ્તારીત ક્લીન નેટવર્ક પ્રોગ્રામ ચીનની ટેક્નોલોજી કંપનીઓની શંકાસ્પદ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો હોય એવું જણાય છે. જેમાં 6 આયમો છે ક્લીન કેરિયર, ક્લીન સ્ટોર, ક્લીન એપ્સ, ક્લીન ક્લાઉડ, ક્લીન કેબલ અને ક્લીન પાથ.
– Clean Career : એ સુનિશ્ચિત કરવામાં આવે કે કોઈપણ ચાઈનીઝ કેરિયર અમેરિકન ટેલિકમ્યુનિકેશન નેટવર્ક સાથે જોડાયેલા ના હોય. આવી ચાઈનીઝ કંપનીઓએ અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ ઊભું કર્યું છે તેથી તે અમેરીકામાંથી કે અમેરીકામાં કોઈપણ પ્રકારની આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન આપી શકે નહીં.
– Clean Store : અવિશ્વસનીય મોબાઈલ એપ્લિકેશન્સ અમેરિકાના મોબાઈલ એપ સ્ટોરમાંથી દૂર કરવામાં આવે. ચાઈનીઝ એપ આપણી ગોપનીયતા, ગુપ્તતા ઉપર ખતરો ઊભો કરે છે, વાયરસ ફેલાવે છે, સામગ્રીને, કન્ટેન્ટને સેન્સર કરે છે અને ખોટી માહિતી ફેલાવી અપપ્રચાર કરે છે. અમેરિકાનોની અતિમહત્વપૂર્ણ સંવેદનશીલ વ્યક્તિગત તથા વ્યાપારિક માહિતીને તેમના મોબાઈલમાંથી ચોરી થઈને ચીનના કબજામાં જતાં બચાવવી આવશ્યક છે.
– Clean App : ચાઈનીઝ મોબાઈલ ઉત્પાદકોને તેમના મોબાઇલ ફોનમાં અવિશ્વાસપાત્ર પ્રિ-ઇન્સ્ટોલ્ડ રેડી ટુ ઇન્સ્ટોલ વિશ્વસનીય એપને તેમના એપ સ્ટોરમાં ઉપલબ્ધ કરાવવાથી રોકવા જોઇયે. હુવાવે કંપની ચાઈનીઝ સર્વેલંસ જાળનો હાથો છે તે અમેરિકાની તથા અન્ય અગ્રણી કંપનીઓના સંશોધનો તથા પ્રતિષ્ઠાનો વેપાર કરે છે. આ બધી કંપનીઓએ પોતાની એપને હુવાવેના એપ સ્ટોર પરથી હટાવીને પોતે માનવધિકારોનું હનન કરનાર સાથે નથી તે સુનિશ્ચિત કરવું જોઇયે.
– Clean Cloud : અમેરિકન નાગરિકોની અતિસંવેદનશીલ વ્યક્તિગત માહિતી તથા આપણાં વ્યવસાયિકોની બૌદ્ધિક સંપદા જેમાં COVID -19 ની રસીના સંશોધન સહિતની માહિતી આપણાં વિદેશી વિરોધીઓ અલીબાબા, બાયડુ, ચાઈના મોબાઇલ, ચાઈના ટેલિકોમ અને ટેનસેંટ જેવી કંપનીઓ થકી મેળવી શકે છે તેથી એવા ક્લાઉડ આધારિત સ્ટોર કરવાની જગ્યાઓથી બચવું જોઇયે.
– Clean Cable : આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે આપણાં દેશને વિશ્વ સાથે ઇન્ટરનેટ સાથે જોડતા સમુદ્રતળે બિછાવેલા કેબલમાં ચીન દ્વારા ગુપ્ત માહિતીઓ એકઠી કરવા માટે મોટા પાયેસેંધ મરવામાં ન આવે. આપણે બીજા વિદેશી દેશો સાથે મળીને આ કાર્યવાહી કરવા માંગીએ છીએ.
– Clean Path : 29મી એપ્રિલેમાઇક પોમ્પિઓએ એવી જાહેરાત કરી હતી કે અમેરિકન ડિપાર્ટમેંટ ઓફ સ્ટેટ હયાત ડિપ્લોમેટીક સુવિધાઓ માટે સુરક્ષિત 5G Clean Path ઈચ્છે છે.
5G Clean Path એટલે જેમાં ZTE કે હુવાવે કે જે ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીના સીધા નિર્દેશોનું પાલન કરે છે એવા કોઈપણ અવિશ્વસનીય આઈટી વેંડરના ટ્રાન્સમિશન, કંટ્રોલ, કોમ્પ્યુટિંગ કે સ્ટોરેજ ઈક્વિપમેંટ વચ્ચે આવી શકે નહીં. 5G Clean Path એ અવિશ્વસનીય જોખમી વેન્ડરની વિક્ષેપ કરવાની, ઘાલમેલ કરવાની કે નાગરિકો, નાણાકીય સંસ્થાઓ કે જટીલ માળખાઓને સુવિધાઓ નકારવાની ક્ષમતાઓ સામે સુરક્ષાના ઉચ્ચતમ માપદંડો ધરાવે છે.
ઘણા દેશો માત્ર વિશ્વસનીય 5G નેટવર્ક વેંડર પસંદ કરતાં થયા છે
અમેરિકાની શરૂઆત બાદ વિશ્વના ઘણા દેશો પોતાના દેશમાં વિશ્વસનીય 5G નેટવર્ક વેંડર પસંદ કરતાં થયા છે. ગ્રેટ બ્રિટન, પોલેન્ડ, સ્વીડન, રોમાનિયા, ઝેક રિપબ્લિક. ઈસ્ટોનિયા, લાતવિયા, ડેન્માર્ક, ગ્રીસ જેવા દેશો હુવાવેના બદલે એરિક્સનનો ઉપયોગ કરવા અથવા પોતાનું 5G માળખું ઊભું કરવા તૈયાર થયા છે.
વિશ્વની ઘણી મોટી ટેલિકોમ કંપનીઓ “Clean Telco” બની
વિશ્વની ઘણી મોટી ટેલિકોમ કંપનીઓ Clean Telco બની છે જેમાં ઓસ્ટ્રેલિયાની ટેલસ્ટ્રા, દક્ષિણ કોરિયાની SK અને KT, ભારતની JIO, ફ્રાંસની ઓરેંજ, જાપાનની NTT અને બ્રિટનની O2 સામેલ છે. આ કંપનીઓએ ચાઈનીઝ કોમ્મુનિસ્ટ પાર્ટી સર્વેલન્સ સાથે જોડાયેલી મનાતી હુવાવે જેવી કંપની સાથે કામ નહીં કરવાનું નક્કી કરી લીધું છે. કેનેડાની ત્રણ મોટી ટેલિકમ્યુનિકેશન કંપનીઓએ એરિકશન, નોકિયા અને સેમસંગ સાથે 5G નેટવર્ક ભાગીદારી કરવાનું નક્કી કરી લીધું છે