બિટચેટ (BitChat) આ નામ છે ટ્વીટરના (Twitter) ભુતપૂર્વ સીઈઓ (CEO) જેક ડોર્સીની (Jack Dorsey) નવી ચેટિંગ એપનું (Chatting App) જે વેબ3 (Web3) અને બ્લૂટૂથ ચેટ (Bluetooth chat) જેવી નવીન સુવિધાઓથી (Feature) સજ્જ છે. નિષ્ણાતો માને છે કે બિટચેટ (Bitchat) વોટ્સએપની (WhatsApp) સર્વોપરિતાને પડકારશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

માર્ક ઝુકરબર્ગનું (Mark Zuckerberg) વોટ્સએપ (WhatsApp) આજે દરેક ફોનમાં ઈન્સ્ટોલ થયેલી ચેટીંગ એપ (Chatting App) છે. એક તરફ, વોટ્સએપ (WhatsApp) વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ચેટિંગ એપ (Chatting App) બની ગઈ છે બીજી તરફ જેક ડોર્સીની (Jack Dorsey) નવી એપ બિટચેટ (Bitchat) પણ હેડલાઈન્સ બની છે. બિટચેટ (Bitchat) ગોપનીયતા (Privacy) અને વેબ3 ટેકનોલોજીના (Web3 Technology) આધારે ચેટીંગ એપ (Chatting App) માર્કેટની આખી ગેમ બદલી દેવાની તૈયારી કરી રહ્યું છે. હવે પ્રશ્ન એ છે કે બેમાંથી કઈ એપ યુઝર માટે વધુ સારી હશે?

વોટ્સએપના (WhatsApp) ફીચર્સ
વોટ્સએપનો (WhatsApp) આરંભ 2009 માં થયો હતો અને હવે તે મેટા (Meta) (અગાઉ ફેસબુક (Facebook) નો એક હિસ્સો બની ગયું છે. તેના યુઝર્સ ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેનો ઉપયોગ કરે છે. વોટ્સએપમાં (WhatsApp) ટેક્સ્ટ મેસેજ, ફોટોઝ અને વીડિયો મોકલવાથી લઈને વીડિયો કોલ, ગ્રુપ ચેટ, સ્ટેટસ અપડેટ્સ, વોટ્સએપ ચેનલ્સ અને બિઝનેસ ચેટ સુધીની સુવિધાઓ મળી રહે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
સૌથી મહત્વની વાત એ છે કે આ એપ બધા સ્માર્ટફોન (Smart Phone) પર સરળતાથી ચાલે છે. તે યુઝર્સનો ખૂબ જ ઓછો ડેટા (Data) વાપરે છે અને તેનું ઈન્ટરફેસ (Interface) પણ ખૂબ જ સરળ છે. એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને (End-to-end encryption) કારણે યુઝર્સના મેસેજીસ, ડેટા પણ સુરક્ષિત રહે છે.

જેક ડોર્સીનું બિટચેટ (Bitchat)
એલન મસ્કે (Elon Musk) ખરીદ્યા બાદ જેનું નામ બદલીને X કર્યું તે ટ્વિટરના (Twitter) સ્થાપક છે જેક ડોર્સી (Jack Dorsey). ડોર્સીએ (JAck Dorsey) ખાસ કરીને ગોપનીયતા (Privacy) અને ટેકનોલોજીકલ સ્વતંત્રતા (Technological Freedom) ઈચ્છતા હોય એવા યુઝર્સ માટે બિટચેટ (Bitchat) બનાવ્યું છે.
🚨 Twitter Co founder Jack Dorsey launches a messaging app, 'bitchat,' that doesn't require the internet. pic.twitter.com/kuohh7rLlC
— Indian Tech & Infra (@IndianTechGuide) July 9, 2025
બિટચેટ (Bitchat) વેબ3 (Web3) અને બ્લોકચેન ટેકનોલોજી (Blockchain Technology) પર આધારિત છે. આ એપ સંપૂર્ણપણે વિકેન્દ્રિત (Decentralised) છે, એટલે કે, વપરાશકર્તાનો ડેટા કોઈપણ કેન્દ્રીય સર્વર પર સંગ્રહિત નથી. તેમાં ઈનબિલ્ટ ક્રિપ્ટો વોલેટ (Inbuilt Crypto Wallet), એન્ક્રિપ્ટેડ ચેટ (encrypted Chat), ફાઈલ શેરિંગ (File Sharing) અને કોઈ જાહેરાતો નહી (No Advertisement) જેવી સુવિધાઓ (Feature) છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સૌથી રસપ્રદ વાત એ છે કે આ એપ ઈન્ટરનેટ (Internet) વગર પણ કામ કરી શકે છે. આ એપમાં બ્લૂટૂથ (Bluetooth) સાથે કનેક્ટ કરીને ચેટિંગ પણ શક્ય છે. જોકે આ એપ હાલમાં સામાન્ય લોકો માટે લોન્ચ કરવામાં આવી નથી, પરંતુ ટેકનોલોજી જગતના માંધાતાઓમાં તેના વિશે ઘણો ઉત્સાહ છે.

વોટ્સએપ વિરુદ્ધ બિટચેટ કોને કરાય પસંદ?
જે યુઝરને વિશ્વસનીય, સરળ, ઝડપી અને ફેમિલી ફ્રેન્ડલી ચેટિંગ એપ્લિકેશન જોઈતી હોય, તો તેને માટે WhatsApp એક યોગ્ય વિકલ્પ છે, પરંતુ જે યુઝર ગોપનીયતાને વધુ મહત્વ આપે છે, Web3 અથવા ક્રિપ્ટોમાં રસ ધરાવે છે અને કંઈક નવી એપ્લિકેશન શીખવા માંગે છે, તો તે યુઝર માટે બિટચેટ (BitChat) એક આકર્ષક વિકલ્પ બની શકે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો