Robot
Spread the love

રોબોટ (Robot) આજકાલ જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં જોવા મળી રહ્યા છે. જોકે રોબોટ (Robot) ક્યારેક ખતરો પણ બની શકે છે. આવો જ એક ચોંકાવનારો વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હિંસક રોબોટનો (Robot) આ વિડીયો ચીનની એક ફેક્ટરીનો હોવાનું કહેવાય છે, આ વીડિયોમાં એક ઈન્ડસ્ટ્રીયલ રોબોટ (Robot) અચાનક હિંસક બનતો જોઈ શકાય છે.

દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા માટે વોટ્સએપ ચેનલ ફોલો કરો

વાયરલ વીડિયોમાં (Viral Video) સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ફેક્ટરીમાં કામ કરતો રોબોટ (Robot) અચાનક બેકાબૂ થઈ જઈ રહ્યો છે અને નજીકમાં ઉભેલા કર્મચારીઓ ઉપર હુમલો કરવા લાગ્યો. રોબોટ હિંસક બનતાની સાથે જ ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘણા લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડતા જોવા મળ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત યુનિટરી રોબોટિક્સ દ્વારા બનાવવામાં આવેલા એચ1 નામના રોબોટ સાથે થયો હતો, જેની કિંમત લગભગ 6.5 લાખ યુઆન હોવાનું કહેવાય છે. તે એક માનવીય રોબોટ છે, જે માણસોની જેમ વર્તે છે જેથી તે તેમની સાથે સરળતાથી કામ કરી શકે પરંતુ આ વખતે તેના પ્રોગ્રામિંગમાં એક નાની ભૂલને કારણે મોટી ઘટના બની.

શા માટે રોબોટ (Robot) બન્યો હિંસક?

ફેક્ટરી મેનેજમેન્ટે જણાવ્યું હતું કે ઘાયલ કામદારોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, સલામતીના ધોરણોની સમીક્ષા કરવામાં આવી રહી છે અને રોબોટના (Robot) પ્રોગ્રામિંગ અંગે તપાસ ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ટેકનિકલ ખામી એટલે કે કોડિંગ ભૂલને કારણે થયો હતો, જેના કારણે બે કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

રોબોટના (Robot) હિંસક બનવાની આ પ્રથમ ઘટના નથી થોડા મહિના પહેલા પણ એક ટેક ફેસ્ટિવલ દરમિયાન, એક રોબોટ અચાનક પ્રેક્ષકો તરફ આગળ વધ્યો, જેના કારણે ત્યાં હાજર લોકો ગભરાઈ ગયા. આવી ઘટનાઓ આપણને વિચારવા મજબૂર કરે છે કે શું આપણે ટેકનોલોજી પર વધુ પડતો આધાર રાખવો જોઈએ કે નહી? શું ટેકનોલોજી જ માનવની શત્રુ બની જશે?

દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા માટે વોટ્સએપ ચેનલ ફોલો કરો

રોબોટ હિંસક બનવાના આ વાયરલ વીડિયો (Viral Video) પર નેટીઝનની પ્રતિક્રિયાઓનો પ્રવાહ શરૂ થઈ ગયો. કેટલાક યુઝર્સે ચિંતા વ્યક્ત કરી કે માણસો માટે સંપૂર્ણપણે મશીનો પર નિર્ભર રહેવું કેટલું જોખમી હોય શકે છે. ત્યારે કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે જ્યાં સુધી રોબોટના પ્રોગ્રામિંગમાં માનવીય ભૂલની સંભાવનાઓ રહેલી છે, ત્યાં સુધી આ ટેકનોલોજીથી સંપૂર્ણપણે સુરક્ષિત ન ગણી શકાય.

આ ઘટના બાદ ફેક્ટરીએ તેના સલામતીના પગલાં કડક બનાવ્યા છે અને રોબોટિક યુનિટ્સનું ફરીથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. નિષ્ણાતો કહે છે કે જેમ જેમ આર્ટીફીશીયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સ આગળ વધી રહ્યા છે, તેમ તેમ તેમનો સાવધાની સાથે ઉપયોગ કરવાની જરૂરિયાત પણ વધી રહી છે.

દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા માટે વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *