પિગ બુચરિંગને રોકવા માટે, I4C એ Google અને Facebook સાથે ઈન્ટેલિજન્સ ઈન્ફોર્મશનના આદાનપ્રદાન માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
પિગ બુચરિંગથી છેતરાય છે લોકો
I4C એ ઇન્ટેલિજન્સ શેરિંગ માટે Google અને Facebook સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા, જેથી પિગ બુચરિંગના કેસમાં તાત્કાલિક પગલાં લઈ શકાય. આ પ્રકારના સાયબર કૌભાંડ પર ગૃહ મંત્રાલયે લોકોને ચેતવણી આપી છે. આ કૌભાંડમાં સાયબર ઠગો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને મેસેન્જર એપ્સ દ્વારા લોકોને મોટા નફાની લાલચ આપીને છેતરે છે અને કૌભાંડ આચરી રહ્યા છે.
સાયબર ઠગોએ નવી પદ્ધતિ અપનાવી છે. સાયબર છેતરપિંડી કરનારાઓ વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ અને બેરોજગાર યુવાનોને નિશાન બનાવી રહ્યા છે. વધી રહેલા આ પ્રકારના મામલાઓને કારણે ગૃહ મંત્રાલયે ચેતવણી પણ આપી હતી.
પિગ બચરિંગને માટે ગુગલ સર્વિસ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. છેતરપિંડી કરનારાઓ ક્રિપ્ટો કરન્સી અને અન્ય રોકાણોમાં નાણાંનું રોકાણ કરવા લોકોને કહે છે. શરૂઆતમાં તેઓ લોકોને મોટા નફાની લાલચ આપે છે. છેતરપિંડી કરનારાઓને ફેસબુક માટે ગેરકાયદેસર લોન એપ્સ પણ ડાઉનલોડ કરાવતા હોય છે.
પિગ બુચરિંગ એટલે શું?
પિગ બુચરિંગનું સ્કેમ એ સાયબર ક્રાઇમનો એક પ્રકાર છે જેમાં ગુનેગારો લોકોને લલચાવવા માટે ફેસબુક, વોટ્સએપ અથવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. આ કૌભાંડ કરતા ગુનેગારો તેમના શિકારને આકર્ષક રોકાણની તક અથવા રોમેન્ટિક સંબંધો રાખવાની લાલચ આપે છે, પરંતુ વાસ્તવમાં તેમનો હેતુ તેમની સાથે પૈસાની છેતરપિંડી કરવાનો હોય છે. આ કૌભાંડને “પિગ બુચરિંગ” કહેવામાં આવે છે.
Pig Butchering यानि ऑनलाइन धोखाधड़ी का नया नाम
— Zee Business (@ZeeBusiness) January 3, 2025
भारत में ये स्कैम तेजी से बढ़ रहा है,यह स्कैम खासकर बेरोजगार युवाओं, गृहिणियों, छात्रों और जरूरतमंद लोगों को निशाना बना रहा है,यह जानकारी गृह मंत्रालय की वार्षिक रिपोर्ट में सामने आई है
जनिए क्या है पूरी रिपोर्ट इस वीडियो में… pic.twitter.com/hGZ8RUxva5
પિગ બુચરિંગથી બચવા શું કરવું?
જાણતા ન હોઈએ તેમના દ્વારા સંપર્ક કરીને કરવામાં આવતા દાવાઓ ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ. આકર્ષક રોકાણની તક દેખાડે તો યોગ્ય તપાસ કરવી જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે તે અસલી છે કે બનાવટ કરવામાં આવી રહી છે. વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં. વ્યક્તિગત માહિતી, જેમ કે બેંક એકાઉન્ટ નંબર અથવા ક્રેડિટ કાર્ડની વિગતો કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં. કોઈ પણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ કે વ્યક્તિ જોવા મળે તો તરત જ સતર્ક બની જવું તેની જાણ યોગ્ય જગ્યાએ કરવી જોઈએ.
[…] વધુ 79 ટકા જાહેરાતો ડિજિટલ પ્લેટફોર્મ ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પાસે હતી. […]