Spread the love

  • ડેબિટ કાર્ડ વગર પણ ATMમાંથી પૈસા ઉપાડી શકાશે
  • ભારતનું પ્રથમ UPI ATM લોન્ચ
  •  હિટાચી પેમેન્ટ સર્વિસે UPI ATM લોન્ચ કર્યું 

ભારતનું પ્રથમ UPI ATM હિટાચી લિમિટેડની પેટાકંપની હિટાચી પેમેન્ટ સર્વિસે UPI ATM લોન્ચ કર્યું છે. આ સુવિધા દ્વારા હવે ડેબિટ કે એટીએમ કાર્ડ વગર UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડી શકાશે.

UPI ATM નોન-બેંકિંગ સંસ્થાઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે. UPI ATM ઉપભોકતાઓને માત્ર નવો અનુભવ જ નહીં આપે, સાથે સાથે બેંકિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉપાડ મર્યાદામાં પણ વધારો કરશે. આ ઉપરાંત UPI ATM ને કાર્ડ સ્કિમિંગ જેવી નાણાકીય છેતરપિંડી અટકાવવા માટેના સકારાત્મક પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં જ મુંબઈના ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં રવિસુતંજની કુમાર દ્વારા UPI ATMનો વીડિયો ડેમો શેર કરવામાં આવ્યો હતો, આ ડેમોમાં UPI ATM ટચ પેનલ જોઈ શકાય છે. UPI ATMની જમણી તરફ UPI કાર્ડલેસ કેશ પર ટેપ કરવાથી રોકડ રકમના વિકલ્પ રૂ. 100, રૂ. 500, રૂ. 1000, રૂ. 2000, રૂ. 5000 અને અન્ય રકમ માટે બટન સાથેની બીજી વિન્ડો ખુલે છે. વિન્ડો પર રોકડ રકમનો વિકલ્પ પસંદ કર્યા બાદ, સ્ક્રીન પર QR કોડ દેખાય છે.

QR કોડ દેખાતા UPI બેઝ્ડ એપનો ઉપયોગ કરીને QR કોડ સ્કેન કરવાનો રહે છે. QR કોડ સ્કેન કર્યા પછી, UPI ATM ઉપભોક્તા પોતાની ઈચ્છા મુજબ બેંક એકાઉન્ટને પસંદ કરવાનું રહે છે ત્યારબાદ પસંદની પુષ્ટિ પર ક્લિક કરવાનું સૂચવવામાં આવે છે. હવે ઉપભોક્તાએ રોકડ ઉપાડવા માટે કન્ફર્મ કરવું પડશે. ત્યારબાદ ઉપભોક્તાએ UPI પિન નાખવો પડશે. આટલું કર્યા પછી એક UPI મેસેજ આવશે કે ટ્રાન્ઝેક્શન થવા જઈ રહ્યું છે. અને આખરે એટીએમ દ્વારા પૈસા ઉપાડી શકાશે. આ UPI ATM એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર તૈયાર કરવામાં આવ્યું છે. અત્યારે હિટાચી પેમેન્ટ સર્વિસિસ એકમાત્ર ડબલ્યુએલએ ઓપરેટર છે અને 3000 થી વધુ ATM સ્થાનોના નેટવર્કની ઍક્સેસ ધરાવે છે.

ભારતના લોકોને આ અદ્ભુત સુવિધા પૂરી પાડવા માટે, તેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના સહયોગથી UPI ATMના વ્હાઇટ લેબલ ATM (WLA) તરીકે રજૂ કરવામાં આવ્યું છે. આ ATM વપરાશકર્તાઓને બહુવિધ એકાઉન્ટ્સમાંથી UPI એપ્લિકેશન દ્વારા ચુકવણી કરવાની મંજૂરી આપે છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.