AI
Spread the love

એઆઈ (AI) આજના ડિજિટલ યુગમાં સૌથી વધુ ચર્ચાતો વિષય છે, એઆઈ (AI) થી બનાવેલા વિડીયો કન્ટેન્ટની માંગ પણ સૌથી વધારે છે, પરંતુ દરેક પાસે કેમેરા નથી હોતા કે શૂટિંગ કે એડિટિંગ માટે સમય પણ નથી હોતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આજના ડિજિટલ યુગમાં, વિડીયો કન્ટેન્ટની માંગ સૌથી વધુ છે, પરંતુ દરેક પાસે કેમેરા નથી, શૂટિંગ કે એડિટિંગ માટે સમય નથી. આવી સ્થિતિમાં, એઆઈ વિડીયો જનરેશન ટૂલ્સ એક નવા અને સરળ ઉકેલ તરીકે ઉભરી આવ્યા છે. કેમેરા અને સ્ટુડિયો વગર પણ પ્રોફેશનલ વિડીયો બનાવીને સોશિયલ મીડિયાથી સારા પૈસા કમાઈ શકાય છે.

શું છે AI વિડીયો?

એઆઈ વિડીયો એ એવા વિડીયો છે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવે છે. આમાં ફક્ત ટેક્સ્ટ ઈનપુટ આપવાથી એઆઈ તેના આધારે વિડીયો બનાવી આપે છે. આમાં, વૉઇસઓવર, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, એનિમેશન, અવતાર અને મૂવમેન્ટ્સ જેવી બધી વસ્તુઓ આપમેળે તૈયાર થઈ જાય છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

AI વિડીયોઝ બનાવવા માટેના ટોપ ટુલ્સ

અહીં કેટલાક લોકપ્રિય એઆઈ વિડીયો ટૂલ્સ જણાવ્યા છે જે થોડીક જ મિનિટોમાં ગુણવત્તાયુક્ત કન્ટેન્ટ બનાવી આપે છે: 1. Synthesia.io એઆઈ ટુલ વર્ચ્યુઅલ અવતાર સાથે વિડીયોઝ બનાવી આપે છે, અને તેમાં 120+ ભાષાઓમાં વૉઈસઓવરની સુવિધા પણ ઉપ્લબ્ધ છે અને કેમેરાની તો આવશ્યકતા જ નથી.

Pictory.ai: બ્લોગ્સ અથવા ટેક્સ્ટને વિડીયોઝમાં રૂપાંતરિત કરવા માટેનું એક શ્રેષ્ઠ ટુલ છે. આ ટુલ આપમેળે સબટાઈટલ પણ ઉમેરી આપે છે.

Lumen5: આ ટુલ ટેક્સ્ટને સ્લાઈડશો વિડીયોમાં કન્વર્ટ કરવા માટેનું એક અદ્ભુત ટુલ છે, આ ટુલ દ્વારા ખાસ કરીને YouTube અને Instagram Reels માટે ઉપયોગમાં લઈ શકાય છે.

InVideo: આ ટુલ સ્ક્રિપ્ટેડ ટેમ્પ્લેટ્સ અને એઆઈ-આધારિત સ્ક્રિપ્ટીંગ ટૂલ્સ ઓફર કરે છે. આ કન્ટેન્ટ માર્કેટિંગ અને શૈક્ષણિક વિડીયોઝ બનાવવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય તેમ છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

એઆઈ વિડીયોઝ દ્વારા કમાણી કેવી રીતે કરી શકાય?

સૌપ્રથમ યુટ્યુબ ઉપર એક યુટ્યુબ ચેનલ ચાલુ કરવી જોઈએ. યુટ્યુબ ચેનલ ઉપર એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરીને બનાવેલા શૈક્ષણિક, મોટિવેશનલ અથવા વાસ્તવિકતા રીલેટેડ વિડીયો અપલોડ કરી શકાય છે. યુટ્યુબના નિયમાનુસાર ચેનલનું મોનિટાઈઝેશન કરાવ્યા બાદ AdSense ની સહાયથી કમાણી શરૂ કરી શકાય છે.

આ ઉપરાંત આજકાલ શોર્ટ્સની બોલબાલા છે, શોર્ટસ એઆઈ વિડીયોઝ દ્વારા બનાવીને તેને રીલ્સ તરીકે શેર કરી શકાય. રીલ્સ બોનસ પ્રોગ્રામ, બ્રાન્ડ પાર્ટનરશીપ અને એફિલિએટ પ્રમોશનમાંથી પણ કમાણી કરી શકાય છે.

Fiverr, Upwork જેવા પ્લેટફોર્મ પર ક્લાયન્ટ્સ માટે વિડીયો બનાવીને કમાણી કરી શકાય છે. આ ઉત્તમ કૌશલ્ય આધારિત આવકનો સ્ત્રોત છે. આ ઉપરાંત AI વિડીયો દ્વારા કોઈપણ પ્રોડક્ટ અથવા સર્વિસનું માર્કેટિંગ કરીને તેના વેચાણ પર કમિશન દ્વારા કમાણી કરી શકાય છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *