ડીઆરડીઓના (DRDO) એક ગુપ્ત હાઈપરસોનિક મિસાઈલ વિકસાવી રહ્યું છે જે સમગ્ર એશિયામાં અત્યંત ઘાતક છે. એવું માનવામાં આવે છે કે તેના આગમનથી શક્તિ સંતુલન બદલાઈ શકે છે.
ડીઆરડીઓના (DRDO) એક ગુપ્ત હાઈપરસોનિક મિસાઈલ વિશ્વની સૌથી ઘાતક મિસાઈલોમાંની એક છે. તે આંખના પલકારામાં ત્રણ કિલોમીટરનું અંતર કાપી શકે છે. કોઈ રડાર કે સંરક્ષણ પ્રણાલી તેને રોકી શકશે નહીં. તેને એશિયામાં સૌથી મોટી ગેમ ચેન્જર માનવામાં આવે છે. આ છે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) નો ‘પ્રોજેક્ટ વિષ્ણુ’. ડીઆરડીઓ (DRDO) ભારતના પ્રસ્તાવિત હાઈપરસોનિક મિસાઈલ વિકાસ કાર્યક્રમને આગળ ધપાવતા, હવે ટૂંક સમયમાં આ અદ્યતન મિસાઇલનું પરીક્ષણ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે.

શું છે આ મિસાઈલનું સાચું નામ?
DRDO ના ગુપ્ત પ્રોજેક્ટ જેનું નામ ‘પ્રોજેક્ટ વિષ્ણુ’ છે તેની અંતર્ગત બનાવવામાં આવી રહેલી આ મિસાઈલનું નામ એક્સટેન્ડેડ ટ્રેજેક્ટરી લોંગ ડ્યુરેશન હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ (ET-LDHCM) છે. તે સંપૂર્ણપણે ભારતમાં બનેલી છે. આ એક એવી મિસાઈલ માનવામાં આવી રહી છે જે એશિયામાં શક્તિ સંતુલન બદલી નાખશે. આ ET-LDHCM ખૂબ જ ચોકસાઈથી હુમલો કરી શકવા સમર્થ છે. ભારતના શત્રુ પાકિસ્તાન હોય કે ચીન તેની સામે થોડીક જ ક્ષણોમાં હુમલો કરવાની ક્ષમતા ભારત પાસે આવી જશે.
આશ્ચર્યજનક ગતિ ધરાવે છે પ્રોજેક્ટ વિષ્ણુની મિસાઈલ
પ્રોજેક્ટ વિષ્ણુ અંતર્ગત નિર્માણ પામનારી આ મિસાઈલની ગતિ ખૂબ જ ઝડપી છે. તે મેક 8 ની ઝડપે શત્રુના નિશાન ઉપર હુમલો કરે છે, આ ગતિ લગભગ 11,000 કિલોમીટર પ્રતિ કલાક છે. જે અવાજની ગતિ કરતા આઠ ગણી છે. બીજા અર્થ માં કહીએ તો આ મિસાઇલ એક સેકન્ડમાં ત્રણ કિલોમીટરનું અંતર કાપવા સમર્થ છે. તેની આવી ઝડપી ગતિને કારણે વર્તમાન સમયના રડાર અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા તેને અટકાવવી લગભગ અશક્ય છે.

પરમાણુ શસ્ત્રોથી સજ્જ થતા બનશે વધુ ઘાતક
ET-LDHCM 1,500 કિલોમીટરથી વધુ અંતરે પ્રહાર કરી શકે છે. તેમાં 1,000-2,000 કિલોગ્રામ પરમાણુ અથવા સામાન્ય શસ્ત્રો વહન કરવાની ક્ષમતા છે. શસ્ત્રોથી સજ્જ આ મિસાઈલ શત્રુના ઠેકાણાઓને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવાની ક્ષમતા ધરાવે છે. તેથી જે તેની ચર્ચા માત્ર જ દુશ્મનના હાંજા ગગડી જાય છે.

તે છુપાઈને હુમલો કરે છે અને પોતાની મરજી મુજબ રસ્તો બદલી લે છે
આ મિસાઈલ ચુપકીદીથી પ્રહાર કરવા, શક્તિશાળી અને બહુવિધ ઉપયોગો માટે તૈયાર કરવામાં આવી છે. બેલિસ્ટિક મિસાઈલો એક નિશ્ચિત માર્ગને અનુસરે છે, પરંતુ ડીઆરડીઓ (DRDO) દ્વારા નિર્મિત આ અદ્યતન ET-LDHCM ઓછી ઊંચાઈએ ઉડે છે અને ઉડાન દરમિયાન તેનો માર્ગ બદલી શકે છે. આ મિસાઈલ એવી સામગ્રીથી નિર્માણ કરવામાં આવી છે જેને પરિણામે તે 2,000 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સહન કરી શકે છે.

દુશ્મન રડાર સ્ટેશનો અને કમાન્ડ સેન્ટરોને બનાવે છે નિશાન
ડીઆરડીઓના (DRDO) નિષ્ણાત વૈજ્ઞાનિકોએ તેના પર એક ખાસ કોટિંગ લગાવ્યું છે જે તેને ખારા પાણી અને તીવ્ર સૂર્યપ્રકાશ જેવા કઠીન વાતાવરણમાં પણ લક્ષ્યને વેધન કરવામાં સહાય કરે છે. ET-LDHCM ને જમીન, હવા અથવા સમુદ્રમાંથી લોન્ચ કરી શકાય છે. આ મિસાઈલ દ્વારા ભારતને શત્રુઓ પર હુમલો કરવા માટે ઘણા બધા વિકલ્પો મળી રહેશે. આ મિસાઈલ શત્રુના રડાર સ્ટેશનો, નૌકાદળના જહાજો અથવા કમાન્ડ સેન્ટરોને નિશાન બનાવવા સક્ષમ છે. તેની ચોકસાઈ, રેન્જ અને ટકી રહેવાની ક્ષમતા તેને દુશ્મન માટે કાળ બનાવે છે.
भारत के इस हाइपरसोनिक मिसाइल को रडार पर ट्रैक करना और रोकना मुश्किल है…#HypersonicMissile #DRDO #ProjectVishnu #longrangehypersonicmissile #JoKahungaSachKahunga #JKSK #newsnationtv | @Rameshbhimtal pic.twitter.com/7ckE79qF48
— News Nation (@NewsNationTV) June 10, 2025
વિશ્વના જૂજ દેશો પાસે આ ટેકનોલોજી
ET-LDHCM ને કારણે, ભારત એવા દેશોના વિશિષ્ટ દેશોની ક્લબમાં જોડાયું છે જેમની પાસે આ પ્રકારની હાઈપરસોનિક મિસાઈલ ટેકનોલોજી છે. આ ક્લબમાં અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશોનો સમાવેશ થાય છે. પરંતુ ભારતની સિદ્ધિ ખાસ છે કારણ કે આ મિસાઈલ સંપૂર્ણપણે ભારતમાં નિર્માણ પામેલી છે. આ મિસાઈલ હૈદરાબાદના ડૉ. એપીજે અબ્દુલ કલામ મિસાઈલ કોમ્પ્લેક્સ ખાતે ડીઆરડીઓ (DRDO) અને ભારતીય સંરક્ષણ કંપનીઓના સહયોગથી બનાવવામાં આવી છે. સૌથી મોટી બાબત એ છે કે આ હાઈપરસોનિક મિસાઈલ મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ પામી છે.