સાયબર ફ્રોડ (Cyber Fraud) કરનારા અપરાધીઓ જેના દ્વારા તેઓ સરળતાથી લોકોને છેતરી શકે તેવી નીત નવી પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. લોકો ઓનલાઈન છેતરપિંડી, ફિશીંગ, માલવેર એટેક અને અન્ય પદ્ધતિઓ દ્વારા શિકાર બને છે. બેંગલુરુમાંથી સાયબર ફ્રોડ (Cyber Fraud) નો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાયબર અપરાધીઓએ નવી પદ્ધતિ અપનાવીને વ્યક્તિને મફતમાં મોબાઈલ ફોન આપ્યો. તેણે આ ફોનમાં સિમ કાર્ડ નાખીને એક્ટિવેટ કર્યું કે તરત જ તેના બેંક ખાતામાંથી લગભગ ત્રણ કરોડ રૂપિયા ગાયબ થઈ ગયા.
સાયબર અપરાધીઓએ મોબાઈલ ફોન ગિફ્ટ કર્યો
સાયબર અપરાધીઓએ એક વ્યક્તિને મોબાઈલ ફોન ગિફ્ટ કર્યો, જેમાં જાસૂસી સોફ્ટવેર પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલુ હતું. જેને મોબાઈલ ફોન ગિફ્ટ કર્યો હતો તે વ્યક્તિએ જેવું ફોનમાં સિમકાર્ડ નાખ્યું અને તેને એક્ટિવેટ કર્યું કે તરત જ ફોન પરની તમામ ગતિવિધિઓ સાયબર અપરાધીઓને પહોંચવા માંડી.

સાયબર ફ્રોડ (Cyber Fraud) ની શરુઆત કેવી રીતે થઈ?
આ સાયબર ફ્રોડ (Cyber Fraud) ની શરુઆત એક વોટ્સએપ કોલથી થઈ હતી. ફોન કોલમાં ગુનેગારે વ્યક્તિના આંતરરાષ્ટ્રીય બેંકના ક્રેડિટ કાર્ડની એપ્લિકેશન પેંડિંગ હોવાનું કહ્યું અને તે માટે તેને અપ્રુવલ માટે ખોટી પ્રક્રિયા જણાવવમાં આવી. ત્યારબાદ તેને નવું સિમ કાર્ડ ખરીદવાનું કહેવામાં આવ્યું. ત્યાર બાદ તેને કહેવામાં આવ્યું કે તેણે સિમ અને ક્રેડિટ કાર્ડના લકી ડ્રોમાં મોબાઈલ ફોન જીત્યો છે જે તેને થોડા દિવસોમાં મોકલવામાં આવશે.
साइबर ठगों का एक नया पैंतरा सामने आया है, जिसमें विक्टिम को बड़ी ही चालाकी से शिकार बनाया. बेंगलुरू के रहने वाले शख्स को साइबर ठगों ने बैंक कर्मचारी बनकर विक्टिम को WhatsApp Call किया. इसके बाद विक्टिम के पास कुरियर से एक फोन भेजा और आखिर में उसके बैंक खाते से 2.80 करोड़ रुपये… pic.twitter.com/asjm5lmy0x
— AajTak (@aajtak) January 21, 2025
થોડાક દિવસમાં જ તે વ્યક્તિને ફોન મળી ગયો. મોબાઈલ ફોન મળ્યા બાદ વ્યક્તિએ સૂચના અનુસાર તેના બેંક ખાતાઓને નવા સિમ સાથે લિંક કર્યા. આ પછી તેને મેસેજ આવવાના બંધ થઈ ગયા. જ્યારે તે બેંકમાં ગયો ત્યારે તેને ખબર પડી કે તેના ખાતામાંથી લગભગ 2 કરોડ 80 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે.
પોલીસ કમિશનર બી દયાનંદે કહ્યું કે વધુ માહિતી આપી શકાય તેમ નથી કેમ કે આ મામલે તપાસ ચાલી રહી છે અને હજુ તપાસ પૂર્ણ થઈ નથી. વાસ્તવમાં, આ ફોનને ક્લોન કરવામાં આવ્યો હતો અને કોલ અને મેસેજની કોપી સાયબર ગુનેગારો સુધી પહોંચી રહી હતી, જેના કારણે સાયબર અપરાધીઓએ સરળતાથી લગભગ 3 કરોડ રૂપિયા સરવી લીધા હતા.