આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIએ લોકોના જીવનને ઘણી હદ સુધી સરળ બનાવી દીધું છે. જે કાર્યો કરવામાં લોકોને કલાકો લાગતા હતા તે કામ એઆઈ ની મદદથી થોડીવારમાં પૂર્ણ કરી શકાય છે. એમાં કોઈ કંટેન્ટ બનાવવા માંગતા હોઈએ, સ્ક્રિપ્ટ લખવી હોય, નોકરી માટે બાયોડેટા બનાવવો હોય કે પત્ર લખીને ક્યાંક મોકલવો હોય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી આ તમામ કાર્યો ખૂબ જ સરળ થઈ ગયા છે.
ઘણા લોકોને AI ની મદદથી તેમની કુશળતા વધારવામાં મદદ મળે છે તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વ્યક્તિએ AIને એક અલગ જ સ્તર પર આપી લીધું છે. આ વ્યક્તિએ AI પાસે પોતાના પર્સનલ આસિસ્ટન્ટ (PA) તરીકે કામ કરાવ્યું છે. તે વ્યક્તિ જ્યારે સૂતો હતો ત્યારે AIએ તેના માટે નોકરી માટે અરજી કરી.
Man Uses AI To Apply For 1,000 Jobs While Asleep, Lands 50 Interviewshttps://t.co/sgfWNPU39O#ArtificialIntelligence #JobApplication #reddit
— Deccan Chronicle (@DeccanChronicle) January 10, 2025
AI દ્વારા 1000 નોકરીઓ માટે કરી અરજી
નોકરી માટે અરજી કરવી ખૂબ જ મુશ્કેલ કામ છે. જો ક્યાંક એક ભૂલ થઈ જાય તો નોકરી ગુમાવી બેસવાનો વારો આવે છે. ઘણા લોકો નોકરી શોધવા માટે દિવસ-રાત મહેનત કરે છે તેમને ઊંઘ પણ આવતી નથી. ઘણી બધી નોકરીઓ માટે અરજી કરતા રહે છે. પરંતુ ચોંકી જવાય એવી વાત એ છે કે તે વ્યક્તિએ હજારો નોકરીઓ માટે અરજી કરી હતી એ પણ જ્યારે એ સૂતા હતા.
આ વ્યક્તિએ Reddit પ્લેટફોર્મ પર પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે તેણે ઘરે બનાવેલા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બોટનો ઉપયોગ કરીને નોકરીની શોધમાં ઘણી મદદ મળી હતી. સૌથી વધુ આશ્ચર્યજનક વાત એ હતી કે તે વ્યક્તિ આરામથી પલંગ પર સૂતો હતો ત્યારે એઆઈ બોટે તેના તમામ કામ કરી દીધા હતા.
એક મહિનામાં 50 ઇન્ટરવ્યુ આપ્યા
Reddit ના ‘Get Employed’ ફોરમ પર એઆઈ બૉટ વિશે વાત કરતાં આ વ્યક્તિએ કહ્યું કે તે (AI) ઉમેદવારોની માહિતીનું વિશ્લેષણ કરે છે, નોકરીનું વર્ણન તપાસે છે. અને તેના આધારે, દરેક જોબ અનુસાર અલગ-અલગ બાયોડેટા અને અલગ અલગ કવર લેટર તૈયાર કરે છે. આ ઉપરાંત, તે રીક્રુટ કરનાર દ્વારા પૂછવામાં આવતા મુશ્કેલ પ્રશ્નોના યોગ્ય ઉત્તરો પણ આપે છે. વ્યક્તિએ વધુમાં કહ્યું કે ‘માત્ર એક મહિનામાં તેણે 50 ઇન્ટરવ્યુ પણ આપ્યા છે.’