WTC
Spread the love

WTC 2025 ની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ICC ટાઈટલ જીત્યું. દક્ષિણ આફ્રિકાએ ટેમ્બા બાવુમાની કેપ્ટનશીપમાં આ સિદ્ધિ મેળવી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ટેમ્બા બાવુમાની કેપ્ટનશીપમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ઈતિહાસ રચ્યો. આફ્રિકન ટીમે WTC ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ટાઈટલ જીતવામાં સફળતા મેળવી. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ 27 વર્ષ પછી ICC ટ્રોફી જીતવાનો રેકોર્ડ કર્યો છે. WTC ફાઈનલ મેચ સમાપ્ત થયા પછી, દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ એક મોટો ખુલાસો કર્યો છે. ટેમ્બાએ કહ્યું કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ તેમની ટીમને સ્લેજ કરવા માટે ચોક શબ્દનો ઉપયોગ કરતા હતા.

WTC 2025 ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ શું કર્યું?

બાવુમાએ બીબીસી ટેસ્ટ મેચ સ્પેશિયલમાં કહ્યું કે જ્યારે તેમની ટીમ બેટિંગ કરી રહી હતી, ત્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ચોક-ચોક શબ્દનો ઉપયોગ કરીને તેમની સાથે સ્લેજિંગ કરી રહ્યા હતા. બાવુમાએ એક ઓસ્ટ્રેલિયન ખેલાડીને કહેતા સાંભળ્યા કે ટેસ્ટ મેચના ચોથા દિવસે તેમના બેટ્સમેન ફરીથી ચોક કરી જશે અને 60 રનની અંદર પોતાની બધી વિકેટ ગુમાવી દેશે.

બાવુમાએ કહ્યું કે તેમની ટીમ ખૂબ જ આત્મવિશ્વાસ અને અનેક સંદેહો સાથે રમવા ઉતરી હતી. તેઓ ફાઈનલમાં પહોંચ્યા હતા અને લોકો અમારા ફાઈનલમાં પહોંચવા ઉપર શંકા કરી રહ્યા હતા. જેઓ તેમને નબળા માનતા હતા તે બધાને આ જીત સાથે તેમની ટીમે યોગ્ય ઉત્તર આપ્યો છે.

એડન માર્કરામે વ્યક્ત કરી આશા

WTC 2025 ફાઈનલમાં શાનદાર સદી ફટકારનાર એડન માર્કરામે આશા વ્યક્ત કરી છે કે દક્ષિણ આફ્રિકા માટે ફરી ક્યારેય ચોક શબ્દનો ઉપયોગ કરવામાં નહી આવે. માર્કરામે કહ્યું કે જીત મેળવવી અને ‘ચોકર્સ’ ટેગ ફગાવવો એ ટીમ માટે એક મોટી સિદ્ધિ છે.

દક્ષિણ આફ્રિકાને ચોકર્સ કેમ કહેવામાં આવે છે?

દક્ષિણ આફ્રિકાએ છેલ્લે 1998 માં ICC ટ્રોફી જીતી હતી. ત્યારથી, ટીમ ઘણી વખત ICC ટુર્નામેન્ટના નોકઆઉટ તબક્કામાં પહોંચવામાં સફળ રહી છે પરંતુ ક્યારેય ટ્રોફી જીતી શકી નથી. દક્ષિણ આફ્રીકાની ટીમ મહત્વની મેચમાં છેક આવીને પાણીમાં બેસી જતી હતી તેને કારણે તેમને ચોકર્સનું ટેગ આપવામાં આવ્યું હતું. પરંતુ દક્ષિણ આફ્રીકાની ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ જીતીને આ ટેગ ફગાવી દીધો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *