ક્રિકેટ વિશ્વમાં સૌથી મનોરંજક કહેવાતી ટુર્નામેન્ટ ભારતમાં અત્યારે ચાલી રહી છે. IPL 2025 નો ફીવર અત્યારે ચરમ ઉપર છે. IPL 2025 ટૂર્નામેન્ટમાં ચાહકોને વિસ્ફોટક મેચ જોવા મળી રહી છે. IPL ના ફીવર વચ્ચે સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં ફિલ્ડરોએ બેટ્સમેનને રન આઉટ કરતા પહેલા મેદાન પર પંજાબી ભાંગડા ડાન્સ શરૂ કરી દીધો હતો.

ક્રિકેટમાં, બેટ્સમેન અને બોલર સફળતા પ્રાપ્ત કરે છે ત્યારે ઉજવણી કરે છે. વિકેટ લીધા પછી, બોલરો ક્યારેક ગુસ્સો વ્યક્ત કરે છે તો ક્યારેક કૂલ સેલિબ્રેશન કરતા જોવા મળે છે. પરંતુ ક્રિકેટરોના સેલિબ્રેશનનો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં અંડર-16 (U16) ટીમના ખેલાડીઓ વિકેટ લેતા પહેલા જ ઉજવણી કરવાનું શરૂ કરી દેતા જોવા મળી રહ્યા છે.

આ વાયરલ વીડિયો (Viral Video) હિમાચલ પ્રદેશના ઈન્ટર-ડિસ્ટ્રીક્ટ મેચનો છે. આ અંડર 16 મેચ ઉના અને બિલાસપુર વચ્ચે રમાઈ હતી. ઉનાની બેટિંગ દરમિયાન, 64મી ઓવરમાં વૈભવ શર્મા સ્ટ્રાઈક પર હતો. બિલાસપુરના બોલર પ્રિન્સ સુરેન્દ્ર ઠાકુરના બોલ ઉપર બેટ્સમેન વૈભવ શર્માએ શોટ રમવાની સાથે બે રન લેવાનો પ્રયાસ કર્યો. જોકે, પહેલા રન પછી, વૈભવ શર્માએ બોલ ફિલ્ડર પાસે જતો જોયો અને પોતાનો વિચાર બદલી નાખ્યો અને બીજા છેડેથી દોડી રહેલા બેટ્સમેન સમીર સિંહ ચૌહાણને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે વૈભવનો કોલ સાંભળ્યો નહીં અને બીજા છેડે દોડી ગયો.

રન આઉટ કર્યા પહેલા ભાંગડા ડાન્સ શરુ
ફિલ્ડરે બોલ સીધો વિકેટકીપર છેડે ફેંક્યો, બોલ વિકેટકીપરના હાથમાં ગયો ત્યાં સુધી બંને બેટ્સમેન ક્રીઝના એક જ છેડે ભેગા થઈ ગયા હતા. મેચની આ ક્ષણે વિકેટકીપરે બેટસમેનને રન આઉટ કરતા પહેલા કરેલું સેલિબ્રેશન વાયરલ વિડીયોમાં (Viral Video) જોવા મળે છે. વિકેટકીપરે રન આઉટ કરતા પહેલા ભાંગડા ડાન્સ શરૂ કરી દીધો હતો. થોડી વારમાં બધા ફિલ્ડરો વિકેટકીપર પાસે ભેગા થયા અને સાથે મળીને ભાંગડા કરવા લાગ્યા. આ ઉજવણી વચ્ચે વિકેટકીપરે બેટ્સમેનને રન આઉટ કર્યો. સોશ્યલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
Bowling team does 'Bhangra' before running out the batter. 🤣 pic.twitter.com/5cXjCQp08T
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 27, 2025
વાયરલ વિડીયો (Viral Video) પર રમુજી પ્રતિક્રીયા
વાયરલ વીડિયો (Viral Video) પર લોકો જુદી-જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, ‘આપણે સમજી શકીએ છીએ કે આ નાના બાળકો છે, તેમને તેનો આનંદ માણવા દો, જો તેઓ વાસ્તવિક મેચ રમતા હોત તો બેટ્સમેન વિકેટકીપરના છેડા પર પાછો આવી શક્યો હોત.’ એક યુઝરે લખ્યું, આને ઘા પર મીઠું ભભરાવવું કહેવાય. બીજા એક યુઝરે લખ્યું, “મેચ ચાલુ રહેશે પણ ડાન્સ બંધ ન થવો જોઈએ.”
એક યુઝરે લખ્યું, ‘બધા આઉટ કરતા પહેલા મજા લઈ રહ્યા છે.’ સોશિયલ મીડિયા પર લોકો બાળકોની આ નિર્દોષતાને સૌ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ઘટના 26 એપ્રિલના રોજ બની હતી. બાળકોના આ ઉજવણીને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વળી, કેટલાક યૂઝર્સ માને છે કે આવી ઉજવણી ભાગ્યે જ જોવા મળે છે. કેટલાક કહે છે કે આ જોયા પછી વરિષ્ઠ લોકો પણ તેની નકલ કરશે.
[…] વાયરલ વિડીયો (Viral Video) પણ એક અજબ પ્રકારની પ્રક્રીયા છે જેને જોતા જ લોકો આશ્ચર્ય પામે છે અથવા લોકોમાં રમૂજ ફેલાય છે. વાયરલ વિડીયો (Viral Video) હવે કે વિજ્ઞાન બની રહ્યા છે એવું લાગે છે. તાજેતરમાં એક વાયરલ વીડિયોની ચર્ચા સોશ્યલ મીડિયા પર ખુબ થઈ રહી છે. આ વાયરલ વિડીયોમાં સૂર્યની ધગધગતી જ્વાળાઓ પર્વત ઉપરથી ફેલાતી હોય તેમ જણાય છે. કહેવાય છે કે આ વાયરલ વિડીયો (Viral Video) ચીનના મેઈલી સ્નો માઉન્ટેન પર ફિલ્માવાયુ છે. વાયરલ વીડિયોમાં બરફથી ઢંકાયેલા પર્વતોની ઉપરથી સૂર્ય જ્વાળા આકશ તરફ જતી દેખાય છે – એવું લાગે જાણે સૂર્ય જીવંત થઈ ગયો હોય, ભડભડ સળગી રહ્યો હોય. […]
[…] Waterfall: વાયરલ વિડીયો સોશ્યલ મીડિયાના ઘરેણા બની ચુક્યા છે […]