ICC ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને લઈને જે રીતે નવા નવા અપડેટ આવી રહ્યા છે તેમ તેમ રહસ્ય ઘુંટાતુ જાય છે. ભારતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનમાં નહી રમવાનો નિર્ણય કર્યો છે અને પાકિસ્તાન અડિયલ બનીને નવી નવી શરતો મુકી રહ્યું છે તેનાથી હવે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીના ભાવિ પર અનિશ્ચિતતાના વાદળો છવાયા છે. એવું કહેવાય છે કે આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ પર આયોજિત થાય જ્યાં ભારત તેની આખી ટુર્નામેન્ટ દુબઈમાં રમે જો કે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ને ટૂર્નામેન્ટના પ્રસારણકર્તા સ્ટાર ઈન્ડિયા દ્વારા જો ભારત અથવા પાકિસ્તાન આ સ્પર્ધામાંથી ખસી જવાનું નક્કી કરે તો સ્પર્ધાના પરિણામો ભોગવવાની ચેતવણી આપવામાં આવી છે.
આગામી ટુર્નામેન્ટ માટે ICC એ ભારતમાં પ્રસારણ માટે મીડિયાના અલગ અધિકારો વેચવાનું પસંદ કર્યું. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ભારતીય બજારમાંથી આવક લગભગ 750 મિલિયન ડોલર્સ થવા જાય છે જેની તેની વૈશ્વિક આવકના લગભગ 90% હિસ્સો ધરાવે છે. જો ભારત આ ઈવેન્ટમાંથી બહાર નીકળી જશે, તો ICC લગભગ આ ટુર્નામેન્ટમાંથી ઉભી થનારી 90% આવક ગુમાવી શકે છે. તેનાથી વિપરિત, પાકિસ્તાનની પીછેહઠની પ્રમાણમાં ઓછી અસર પડશે, કારણ કે આવકના 10% કરતા પણ ઓછી આવક ગુમાવવાનું જોખમ ઉભુ થશે. આ નાણાકીય બાબત નિઃશંકપણે ટુર્નામેન્ટ માટેના અંતિમ સ્થળ અંગેના ICC બોર્ડના નિર્ણયમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
એક રિપોર્ટમાં જણાવાયું છે કે, “જ્યાં તેની મિલકતના શ્રેષ્ઠ હિતમાં હોય (આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી વાંચો) ટૂર્નામેન્ટને કોઈપણ દેશમાં સ્થાનાંતરિત કરવાના તેના અધિકારોનો ઉપયોગ કરી શકે છે અને આ નિર્ણય જેટલો પ્રચારિત કરાઈ રહ્યો છે એટલો જટિલ નથી.
“ટુર્નામેન્ટ રદ્દ થવાનો કોઈ પ્રશ્ન જ નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) કહે છે કે જ્યારે એશિયા કપ આવશે ત્યારે તેઓ ભારત સાથે ભારતે એની સાથે કર્યું એવું જ કરશે, જોકઃ અહીં એ સ્પષ્ટતા કરવી જોઈએ કે વર્તમાન મુદ્દો એ ICCનો મુદ્દો છે જ્યારે એશિયા કપનો નિર્ણય એશિયન ક્રિકેટ કાઉન્સિલ કરશે. માન છે, ન તો બ્રોડકાસ્ટર અને પીસીબી માટે વિચારવાનો મુદ્દો એ છે કે ન તો બ્રોડકાસ્ટર અને ન તો ફેડરેશન માટે આ સંપૂર્ણપણે અલગ મુદ્દો છ.”
બ્રોડકાસ્ટરે આપેલી ચેતવણી અને પાકિસ્તાનનું અડિયલ વલણ જોતા આઈસીસી કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. સ્ટાર ઈન્ડિયાએ જણાવ્યા મુજબ ભારત ટુર્નામેન્ટમાંથી ખસી જાય તો આઈસીસીને પાકિસ્તાનના ખસી જવા કરતાં મોટો નાણાકીય ફટકો પડી શકે છે તે જોતા આઈસીસીનો નિર્ણય ભારતની તરફેણ કરતો આવે એવી સંભાવના જણાઈ રહી છે. જો આગામી ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાન ક્રિકેટ ટીમની ગેરહાજરીમાં રમાય તો નવાઈ ન પામવી જોઈએ.