જય શાહે ICC અધ્યક્ષ તરીકેના તેમના પ્રથમ નિવેદનમાં તેમની પ્રાથમિકતાઓની રૂપરેખા આપી હતી, જેમાં લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ અને મહિલા રમતના વિકાસને વધુ વેગ આપવાનો સમાવેશ થાય છે. શાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ICC અધ્યક્ષની ભૂમિકા નિભાવવા માટે હું પોતાને સન્માનિત અનુભવી રહ્યો છું અને ICC ડિરેક્ટરો અને સભ્ય બોર્ડના સમર્થન અને વિશ્વાસ માટે આભારી છું.
ભારતીય ક્રિકેટને નવી ઉંચાઈઓ પર લઈ જવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યા બાદ, જય શાહે રવિવાર એટલે કે 1લી ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ શરૂ કર્યો છે. તે ગ્રેગ બાર્કલીનું સ્થાન લેશે. બાર્કલે નવેમ્બર 2020 થી આ પદ સંભાળતા હતા. જય શાહ આ વર્ષે ઓગસ્ટમાં ICC ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.
Jay Shah becomes new ICC chief, starts tenure from today
— ANI Digital (@ani_digital) December 1, 2024
Read @ANI Story |https://t.co/3PkgnDPlvY #JayShah #icc2024 #Cricket pic.twitter.com/swSrsWGqqT
ICC અધ્યક્ષ તરીકેના તેમના પ્રથમ નિવેદનમાં, જય શાહે તેમની પ્રાથમિકતાઓની રૂપરેખા આપી હતી, જેમાં લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ અને મહિલા રમતના વિકાસને વધુ વેગ આપવાનો સમાવેશ થાય છે. શાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ICC અધ્યક્ષની ભૂમિકા નિભાવવા માટે હું પોતાને સન્માનિત અનુભવી રહ્યો છું અને ICC ડિરેક્ટરો અને સભ્ય બોર્ડના સમર્થન અને વિશ્વાસ માટે આભારી છું. તેમણે કહ્યું કે આ રમત માટે રોમાંચક સમય છે કારણ કે આપણે લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક ગેમ્સની તૈયારી કરી રહ્યા છીએ અને ક્રિકેટને વિશ્વભરના ચાહકો માટે વધુ સમાવેશી અને આકર્ષક બનાવવા માટે કામ કરીએ છીએ. અમે બહુવિધ ફોર્મેટના સહઅસ્તિત્વ અને મહિલા રમતના વિકાસને વેગ આપવાની જરૂરિયાત સાથે મહત્વપુર્ણ વળાંક પર છીએ. તેમણે કહ્યું કે ક્રિકેટમાં વૈશ્વિક સ્તરે અપાર સંભાવનાઓ છે અને હું આ તકોનો લાભ લેવા અને રમતને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ICC ટીમ અને સભ્ય દેશો સાથે મળીને કામ કરવા આતુર છું.
શાહે છેલ્લા ચાર વર્ષમાં ICCની સિદ્ધિઓમાં બાર્કલેના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે હું ગ્રેગ બાર્કલેનો છેલ્લા ચાર વર્ષમાં આ પદ પરના નેતૃત્વ માટે અને આ સમયગાળા દરમિયાન મેળવેલી સિદ્ધિઓ માટે આભાર માનું છું. હું વૈશ્વિક મંચ પર રમતની પહોંચ અને વૃદ્ધિને વિસ્તૃત કરવા માટે ICC ટીમ અને સભ્ય દેશો સાથે મળીને કામ કરવા આતુર છું.
જય શાહની આ સફર 2009થી શરૂ થઈ
જય શાહને ક્રિકેટ વહીવટનો બહોળો અનુભવ છે. તેમણે 2009માં ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે તેની શરૂઆત કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો વિકાસ થયો હતો. 2019 માં, શાહ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માં જોડાયા અને BCCI ના સૌથી યુવા સચિવ બન્યા. તેમણે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ અને ICCની નાણા અને વાણિજ્યિક બાબતોની સમિતિના અધ્યક્ષ તરીકે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
કયા કયા ભારતીય ICCના પ્રમુખ રહી ચૂક્યા છે?
શાહ ICCના ટોચના સ્થાને પહોંચનાર પાંચમા ભારતીય છે. સૌ પ્રથમ, જગમોહન દાલમિયા 1997 થી 2000 વચ્ચે ભારત તરફથી ICCના પ્રમુખ હતા. આ પછી વરિષ્ઠ રાજનેતા શરદ પવારે 2010 થી 2012 સુધી ICC પ્રમુખ તરીકે કામ કર્યું. ત્યારબાદ ઉદ્યોગપતિ અને ચેન્નાઈ સુપર કિંગ્સના સહ-માલિક એન શ્રીનિવાસને 2014 અને 2015 વચ્ચે ICC અધ્યક્ષની ભૂમિકા ભજવી હતી. આ પછી શશાંક મનોહરે 2015 થી 2020 સુધી ICC અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું.