ભારતીય ક્રિકેટ ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર ગણવામાં આવી રહેલા જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયાના કેમ્પમાં સતત કહેર મચાવવાનો ચાલુ રાખ્યો છે. મેલબોર્નમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટના ચોથા દિવસે ભારતનો પ્રથમ દાવ 369 રનમાં સમેટાઈ ગયા બાદ ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં પણ જસ્સીએ કાંગારૂ બેટિંગ લાઈન ઉપર એવું જોરદાર આક્રમણ કર્યું કે કાંગારૂઓ હચમચી ગયા હતા. પ્રથમ દાવમાં ચાર વિકેટ ઝડપનારા બુમરાહને કેપ્ટન રોહિત શર્માએ નાના-નાના સ્પેલ આપીને ઉપયોગ કર્યો,જેનાથી બુમરાહે ઓસ્ટ્રેલિયન બેટિંગ લાઈનને હચમચાવી નાખી હતી. બુમરાહે (Jaspreet Bumrah Creates History), શાનદાર ફોર્મમાં રહેલા ટ્રેવિસ ફ્રેન્ડને પ્રથમ દાવમાં ખાતું પણ નહોતું ખોલવા દીધું બીજી ઈનિંગમાં પણ માત્ર એક રન બનાવીને પેવેલિયન પરત મોકલી દીધો હતો. ટ્રેવિસ ફ્રેન્ડને આઉટ કરતાની સાથે જ બુમરાહ ભારતના ઈતિહાસમાં સૌથી ઝડપી 200 વિકેટ લેનારો બોલર બની ગયો છે એટલું જ નહીં તેણે ટેસ્ટ ઈતિહાસના મહાન બોલરોની યાદીમાં પણ પોતાનો સમાવેશ કરી લીધો છે.
આરંભ જ કર્યો પ્રચંડ
બુમરાહે પ્રથમ દાવમાં સદી ફટકારનારા સેમ કોન્સ્ટોસને સસ્તામાં આઉટ કરીને પોતાની ઓવર ઝુડવાનો બદલો લઈ લીધો હતો. 19 વર્ષનો કોન્ટોસ બુમરાહના શાર્પ સ્વિંગને જોતો જ રહી ગયો અને બોલ સ્ટમ્પ ઉડાવી ગયો અને તે માત્ર 8 રન બનાવી પેવેલિયન ભેગો થઈ ગયો. પ્રથમ દાવમાં સદી ફટકાર્યા બાદ કોન્સ્ટાસ ફિલ્ડિંગ કરવા આવ્યો ત્યારે તે સતત હાથ ઉંચો કરીને ચાહકોને એવી જ રીતે એક્ટ કરવા માટે પ્રોત્સાહિત કરતો જોવા મળ્યો હતો. આમ કરીને કોન્સ્ટાસ સતત ભારતીય ખેલાડીઓ પર દબાણ બનાવવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયન ચાહકોએ પણ કોન્સ્ટાસના ઈશારા પર હાથ ઉંચો કરીને ભારતીય ટીમની મજાક ઉડાવવાનું શરૂ કર્યું હતું. આ વિડીઓમાં કોન્સ્ટાસના ઇશારા જોઇ શકાય છે.
Sam Konstas is getting the crowd involved 😅#AUSvIND pic.twitter.com/LxpxbvnPEf
— cricket.com.au (@cricketcomau) December 27, 2024
પરંતુ બીજી ઈનિંગમાં સેમ કોન્સ્ટન્સને આઉટ કર્યા બાદ બુમરાહે ખાસ રીતે ઉજવણી કરી હતી જેની ચર્ચા થઈ રહી છે. ફિલ્ડિંગ કરતી વખતે કોન્સ્ટાસ ફેન્સને જે રીતે અવાજ ઉઠાવવા માટે કહી રહ્યો હતો બુમરાહે તેને આઉટ કર્યા પછી એવો જ ઈશારો કર્યો અને ઓસ્ટ્રેલિયન ફેન્સ અને કોન્સ્ટાસ પર આ રીતે જશ્ન મનાવીને બુમરાહે પણ ઓસ્ટ્રેલિયન ફેન્સની ખીલ્લી ઉડાવી હતી. આ વિડીઓમાં બુમરાહે કોન્સ્ટાસને આઉટ કર્યા બાદ કરેલી ઉજવણી જોઈ શકાય છે.
BOOM! BOOM! Wake up, India! 🇮🇳 🔥#INDvAUS #WhistlePodu 🦁💛@Jaspritbumrah93
— Chennai Super Kings (@ChennaiIPL) December 29, 2024
pic.twitter.com/yNMF12BIMg
ટ્રેવિસ હેડ ફરી મુકાયો શરમજનક સ્થિતિમાં
ત્યાર બાદ બુમરાહ બીજા સ્પેલમાં આવ્યો ત્યારે ઓસ્ટ્રેલિયન બટિંગ લાઈન ઉપર કહેર મચાવી દીધો અને થોડી જ વારમાં કાંગારુ કેમ્પમાં ખળભળાટ મચી ગયો. ટ્રેવિસ હેડે આ સિરીઝમાં બે સદી ફટકારી છે પરંતુ બુમરાહે મેલબોર્નમાં તેની આબરુ રાઈ રાઈ કરી દીધી હતી. લગભગ 80,000 દર્શકોની સામે પ્રથમ દાવમાં બુમરાહે હેડને ખાતું પણ ખોલવા દીધું નહોતુ અને બીજી ઈનિંગમાં મેદાન પર આવેલા હેડને એક રનમાં ચાલતો કરી દીધો હતો. બીજી ઇનિંગમાં હેડે પાછળના પગથી ફ્લિક કરવાનો પ્રયાસ કરતા કેચ ઉછળ્યો અને સ્ક્વેર લેગ પર ઉભેલા નીતિશે એક સરળ કેચ ઝડપી લીધો અને માત્ર એક રન પર હેડની ઇનિંગ્સનો અંત આવી ગયો. અને આ સાથે જ બુમરાહ ભારતના ક્રિકેટ ઈતિહાસનો સૌથી ઝડપી 200 વિકેટ લેનારો બોલર બની ગયો સાથે સાથે ટેસ્ટ ક્રિકેટ્ના ઈતિહાસમાં આમ કરનાર ચોથો બોલર બન્યો છે. બુમરાહ પહેલા કયા બોલરોએ કેટલા બોલમાં 200 વિકેટ પૂરી કરી હતી.
બોલરનું નામ | બોલ |
વકાર યુનુસ | 7,725 |
ડેલ સ્ટેઈન | 7,848 |
કૈગિસો રબાડા | 8,153 |
જસપ્રીત બુમરાહ | 8,484 |
[…] બુમરાહ આ સિરીઝમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર છે. સિડનીમાં પણ બુમરાહ તેની બોલિંગથી ધૂમ મચાવવામાં સફળ રહ્યો છે. અત્યાર સુધી સિડની ટેસ્ટ મેચમાં બુમરાહે 10 ઓવર નાંખી હતી અને 33 રનમાં બે વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. પરંતુ હવે બુમરાહ મેદાનની બહાર હોવાથી ચાહકો ખૂબ જ નિરાશ છે. ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે કે બુમરાહની ઈજા વધુ ગંભીર ન હોય. […]
[…] અમીરાત એટલે કે UAE માં ચાલી રહેલી ILT20, 2025 ક્રિકેટ ટુર્નામેન્ટમાં મચેલું રણમાં રનનું […]
[…] ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ICC ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડમાં ધૂમ […]