ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં મેચ રમાશે. ટુર્નામેન્ટમાં પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે થશે. આ મેચ પણ દુબઈમાં યોજાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઇબ્રિડ મોડલ માટે UAEની પસંદગી કરી હતી તેથી ભારતીય ટીમ તેની તમામ મેચ UAEમાં રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ લાહોરમાં રમાશે પરંતુ જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચશે તો તે દુબઇમાં રમાશે.
ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ 19 ફેબ્રુઆરીએ કરાચીમાં રમાશે. આ પછી 20 ફેબ્રુઆરીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દુબઈમાં મેચ રમાશે. અફઘાનિસ્તાનની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે કરાચીમાં રમાશે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 22 ફેબ્રુઆરીએ મેચ રમાશે.
ભારતીય ટીમ ક્યારે અને ક્યાં કોની સામે રમશે?
ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. ત્યાર બાદ 23 ફેબ્રુઆરીએ ભારતનો મુકાબલો પાકિસ્તાન સાથે થશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 2 માર્ચે મેચ રમાશે. ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ દુબઈમાં જ રમશે.
ફાઈનલ લાહોરમાં રમાશે, પરંતુ ભારત ફાઇનલમાં આવે તો શું?
ફાઈનલ મેચ 9 માર્ચે લાહોરમાં રમાશે, પરંતુ જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચશે તો તે દુબઈમાં રમાશે. તેવી જ રીતે ટુર્નામેન્ટની પ્રથમ સેમીફાઇનલ દુબઇમાં રમાશે. બીજી સેમિફાઇનલ મેચ લાહોરમાં રમાશે. ટીમ ઈન્ડિયા અથવા પાકિસ્તાન સેમિફાઈનલમાં પહોંચ્યા બાદ સ્થળ બદલાઈ શકે છે.
Check out the full fixtures for the ICC Champions Trophy 2025. pic.twitter.com/oecuikydca
— ICC (@ICC) December 24, 2024
[…] ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન તરીકે શુભમન ગિલની પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર શ્રેયસ અય્યરની ટીમમાં વાપસી થઈ છે. અય્યરે તાજેતરના સમયમાં ઘરેલુ ક્રિકેટમાં ઢગલો રન બનાવ્યા છે. ઋષભ પંત, યશસ્વી જયસ્વાલને પણ ટીમમાં તક આપવામાં આવી છે. […]
[…] કેપ્ટન અને ફાસ્ટ બોલર વસીમ અકરમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025) ની શરૂઆત પહેલા ભવિષ્યવાણી કરતા […]