ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટુર્નામેન્ટમાં ભારતે પકિસ્તાનમાં ટીમ નહી મોકલવાના કરેલા નિર્ણયને કારણે આયોજન અંગે વિવાદ ચાલી રહ્યો છે જેનાથી પાકિસ્તાનનીયજમાની અંગે પણ જોખમ ઉભુ થયુ છે. પાકિસ્તાને ક્રિકેટ બોર્ડ (પીસીબી) આઇસીસીના સૂચનો બાદ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે હાઇબ્રિડ હોસ્ટિંગ મોડેલ સ્વીકાર કરવા માટે શરતી તૈયારી બતાવી છે. પીસીબીના ચેરમેન મોહસિન નકવીએ પણ આ માટે કેટલીક શરતો મૂકી છે. નકવીએ હાઈબ્રિડ મોડેલ સ્વીકરવા માટે માટે ત્રણ મુખ્ય શરતો રાખી છે, જેમાંની ત્રીજી શરત અવરોધ ઉભો કરી શકે છે.
આઇસીસીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જાણ કરી છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તનમાં થાય, પાકિસ્તાનની યજમાની જળવાઈ રહે માટે હાઈબ્રિડ મોડલ એકમાત્ર વિકલ્પ છે. 29 નવેમ્બરે આઈસીસીની બેઠક દરમિયાન પીસીબીને આ વિશે જાણકારી આપવામાં આવી હતી, બીજી તરફ ભારત સરકારે પોતાની ટીમને પાકિસ્તાન નહીં જવા દેવાનો નિર્ણય કર્યો છે.
આઈસીસીના જણાવ્યા મુજબ આ સમસ્યાનું નિરાકરણ માત્ર હાઈબ્રિડ મોડલ દ્વારા લાવી શકાય છે જેનાથી પાકિસ્તાનને ટૂર્નામેન્ટ માટે આંશિક યજમાનીના અધિકારો જાળવી રાખવાની મંજૂરી આપશે. ઈન્ડિયા ટુડેના જણાવ્યા અનુસાર પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ પર તૈયાર થઈ શકે છે, પરંતુ આ માટે તેમની ત્રણ શરતો છે.
પ્રથમ શરત: ભારતની તમામ મેચ દુબઈમાં યોજાવી જોઈએ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) પ્રથમ શરતમાં ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતની બધી મેચો દુબઇમાં યોજાવી જોઇએ. જેમાં ગ્રુપ સ્ટેજ, સેમિફાઇનલ અને ફાઇનલ (જો ભારત ક્વોલિફાઇ થાય તો) સામેલ છે.
બીજી શરત: લાહોરમાં બેકઅપ હોસ્ટિંગ
પીસીબીએ બીજી શરત રાખી છે તે મુજબ જો ભારત આ ટૂર્નામેન્ટમાં ગ્રૂપ સ્ટેજથી આગળ ના વધી શકે તો પાકિસ્તાનને લાહોરમાં સેમિ ફાઇનલ અને ફાઇનલ મેચની યજમાનીનો અધિકાર આપવામાં આવે.
ત્રીજી નંબર: પાકિસ્તાન ભારતમાં નહીં રમે
પીસીબીએ વિનંતી કરી છે કે જો ભારત ભવિષ્યમાં આઇસીસી ટૂર્નામેન્ટની યજમાની કરશે તો પાકિસ્તાનની મેચો તટસ્થ સ્થળોએ રમાશે. આ શરત પર કેટલી સહમતિ થઈ શકે છે તે જોવાનું રહેશે કારણ કે આગામી ટી-20 વર્લ્ડ કપ 2026માં ભારતમાં જ રમાવાનો છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઈબ્રિડ મોડેલ માટે પોતાની સહમતી દર્શાવતી વખતે રાખેલી આ ત્રણ શરતોમાંથી ત્રીજી શરત એવી છે જેમાં સમસ્યા ઉભી થઈ શકે છે.