Spread the love

  • એશિયન ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરાયો
  • એક ટીમ માત્ર 15 રનમાં ઓલઆઉટ
  • 172 રનથી મળ્યો પરાજય

ક્રિકેટ જેન્ટલમેન રમત ગણાય છે, ક્રિકેટ બીજી બાજુ અનિશ્ચિતતાઓની રમત પણ ગણાય છે, અહીં પ્રત્યેક સેકન્ડ મહત્વની હોય છે ગમે ત્યારે પાસું પલટાઈ શકે છે. એક બેટ્સમેન કે બોલર કે ફિલ્ડર, કે એક બોલ, એક ઓવર મેચનું પરિણામ બદલી શકવા સક્ષમ ગણાય છે. આજે એક ટીમ એવું ક્રિકેટ રમી કે મેચમાં કુલ ઓવરોની સંખ્યા જેટલા રન પણ ન બનાવી શકી અથવા એવું કહી શકાય કે એક ટીમ એટલું સુંદર ક્રિકેટ રમી કે હરીફ ટીમને માત્ર શરમજનક સ્કોર પર ઓલ આઉટ કરી દીધી. T-20 એ આધુનિક ક્રિકેટનું સ્વરૂપ છે જેમાં 20-20 ઓવર્સની મેચ રમાતી હોય છે આવી જ એક મેચમાં એક ટીમ 20 ઓવરમાં 20 રન પણ બનાવી શકી નહીં. આખી ટીમ માત્ર 20 રન કરતાં પણ ઓછા રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ મેચ ચીનના હાંગઝોઉમાં શરૂ થયેલી એશિયન ગેમ્સ 2023 માં રમાઈ હતી.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2023ની એશિયન ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2023ની એશિયન ગેમ્સમાંમાં ભારતીય મહિલા અને પુરૂષ ટીમો પણ ભાગ લઈ રહી છે. એશિયન ગેમ્સ 2023માં ક્રિકેટની સૌપ્રથમ મેચ ઈન્ડોનેશિયા અને મોંગોલિયાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાઈ અને આ મેચનું જે પરિણામ આવ્યું તેના આંકડાઓ ચોંકાવી દેનારા હતા.

 ચીનના હાંગઝોઉમાં શરૂ થયેલી એશિયન ગેમ્સ 2023માં મહિલા ક્રિકેટની સૌપ્રથમ મેચ ઇન્ડોનેશિયા અને મોંગોલિયા વચ્ચે રમાઈ જેમાં ઈન્ડોનેશિયાની મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટના ભોગે 187 રનનો સ્કોર બનાવ્યો હતો. ઈન્ડોનેશિયાની મહિલા ટીમના ઓપનર્સએ સારી શરૂઆત કરી અને પ્રથમ વિકેટની ભાગીદારીમાં 106 રન ઉમેર્યા, જેના પાયા ઉપર ઈન્ડોનેશિયન મહિલા ક્રિકેટ ટીમ 187 રનનું ટાર્ગેટ મોંગોલિયાની મહિલા ક્રિકેટ ટીમને આપી શકી.

મંગોલિયાની મહિલા ખેલાડીઓની સામે 20 ઓવરમાં 188 રન બનાવવાનું કપરું લક્ષ્ય હતું. મોંગોલિયન મહિલા ક્રિકેટ ટીમની બેટિંગ શરૂઆતથી જ લથડાવા લાગી હતી. હજુ સ્કોર બોર્ડ પર 10 રન માંડ થયા હતા ત્યાં તો મોંગોલિયાની 7 વિકેટો પડી ચૂકી હતી. સ્થિતિ એવી હતી કે મોંગોલિયાની હાર નિશ્ચિત જ દેખાતી હતી છતાં ક્રિકેટ એટલે અનિશ્ચિતતાની રમત એમ સમજી કોઈ ચમત્કાર થશે એવું માનવું જ ઘણું હતું. પરંતુ કોઈ અનિશ્ચિતતા કે ચમત્કાર મોંગોલિયાની મહિલા ક્રિકેટ ટીમની વહારે ન આવ્યો અને આખી ટીમ માત્ર 15 રન બનાવીને પેવેલિયયનમાં પરત ફરી. મોંગોલિયાની ટીમના 7 ખેલાડીઑ પોતાનું ખાતું પણ ખોલાવી નહોતા શક્યા. સૌથી મોટી બાબત એ હતી કે મોંગોલિયાની ટીમને વધારાના એટલે કે એકસ્ટ્રાના 5 રન મળ્યા હતા જ્યારે ટીમ તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડીએ પણ 5 રન બનાવ્યા હતા.

મોંગોલિયા મહિલા ક્રિકેટ ટીમ 15 રનમાં ઓલ આઉટ થતાં ઈન્ડોનેશિયાની મહિલા ક્રિકેટ ટીમનો મેચમાં 172 રને વિજય થયો હતો.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.