સ્મૃતિ મંધાનાએ ભારત અને આયર્લેન્ડ વચ્ચે રાજકોટ ODIમાં વિસ્ફોટક સદી ફટકારીને મહિલા ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. સ્મૃતિ મંધાનાએ ટીમ ઈન્ડિયા તરફથી રમતા સૌથી ઝડપી ODI સદીનો રેકોર્ડ તોડ્યો છે. તેણે માત્ર 70 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. મંધાનાએ વનડે શ્રેણીની ત્રીજી મેચમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરી દીધો હતો. પ્રતિકા રાવલે પણ ભારતીય ટીમ માટે અડધી સદી ફટકારીને મંધાનાને મજબૂત સાથ આપ્યો હતો.
સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલનું રનનું વાવાઝોડુ
ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા ત્રીજી અને છેલ્લી વનડેમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. આ સમય દરમિયાન, મંધાના અને પ્રતિકા ભારત માટે ઓપનિંગ કરવા આવ્યા હતા, સ્મૃતિ મંધાનાએ 80 બોલમાં સામનો કરીને 7 છગ્ગા અને 12 ચોગ્ગાની મદદથી 135 રન બનાવ્યા હતા. પ્રતિકા રાવલે પોતાની પ્રથમ મેચમાં 129 બોલમાં 20 ચોગ્ગા અને 1 ગગનચુંબી છગ્ગા સાથે 154 રન બનાવ્યા હતા. ભારતે 48 ઓવર્સમાં 4 વિકેટ ગુમાવીને 419 રન બનાવી આયર્લેન્ડને 420 રનનો ટાર્ગેટ આપ્યો છે.
સ્મૃતિ મંધાનાએ તોડ્યો સૌથી ઝડપી વન-ડે સદીનો રેકોર્ડ
ભારત તરફથી બેટિંગ કરતા સ્મૃતિ મંધાનાએ સૌથી ઝડપી વન-ડે (ODI) સદીનો હરમનપ્રીત કૌરનો રેકોર્ડ તોડ્યો હતો. મંધાનાએ માત્ર 70 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. મંધાનાની આ સદી બાદ સૌથી ઝડપી વન-ડે સદી ફટકારનારાની યાદીમાં હરમનપ્રીત કૌર બીજા સ્થાને છે. હરમને 2024માં દક્ષિણ આફ્રિકા સામે 87 બોલમાં સદી ફટકારી હતી. હરમનપ્રીતે આ પહેલા 2017માં ઓસ્ટ્રેલિયા સામે 90 બોલમાં સદી ફટકારી હતી. આ રીતે મંધાનાએ હરમનપ્રીત કૌરને પાછળ છોડી દીધી છે.
The Fastest ODI century ever for India in women's cricket ⚡️⚡️
— BCCI Women (@BCCIWomen) January 15, 2025
A milestone-filled knock from Captain Smriti Mandhana 👏👏
Updates ▶️ https://t.co/xOe6thhPiL#TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/L9hj2SANJU
ભારત વતી સૌથી ઝડપી વન-ડે સદી ફટકારનાર
આ લિસ્ટમાં પ્રથમ સ્થાને સ્મૃતિ મંધાના છે જેણે વર્ષ 2025 માં આયર્લેન્ડ વિરુદ્ધ રમતા રાજકોટમાં માત્ર 70 બોલમાં સદી ફટકારી છે. બીજા સ્થાને હરમનપ્રીત કૌરે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બેંગલુરુમાં વર્ષ 2024માં 87 બોલમાં સદી ફટકારી હતી. ત્રીજા નંબરે પણ હરમનપ્રીત છે, હરમનપ્રીત કૌરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ડર્બીમાં વર્ષ 2017માં 90 બોલમાં સદી કરવાનો રેકોર્ડ કર્યો હતો. ચોથા સ્થાને આ વર્ષે આયર્લેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી શ્રેણીમાં રાજકોટમાં રમતા જેમિમાહ રોડ્રિગ્સે 90 બોલમા સદી ફટકારી હતી. ગયા વર્ષે 2024 માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વડોદરામાં માત્ર 98 બોલમાં સદી ફટકારનાર હરલીન દેઓલ સૌથી ઝડપી વન-ડે સદી ફટકારનારા ખેલાડીની યાદીમાં પાંચમા નંબરે છે.
[…] પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાની તોફાની સદી અને પ્રતિકા રાવલની […]
[…] મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાની સિદ્ધિની રફતાર અટકવાના કોઈ સંકેત […]