Mohammad Shami
Spread the love

મોહમ્મદ શમી (Mohammad Shami) નું પ્રદર્શન આઈસીસી ટૂર્નામેન્ટમાં દરેક વખતે ઉત્તમ રહ્યું છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ODI વર્લ્ડ કપ 2023માં જોવા મળ્યું હતું.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે મજબૂત ભારતીય બોલિંગ અને બાંગ્લાદેશની નબળી બેટિંગ લાઈને ભૂલ ભરેલો સાબિત કર્યો હતો. બાંગ્લાદેશે માત્ર 35 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. શરૂઆતમાં ભારતીય બોલરોએ વિરોધી બેટ્સમેનોને મુક્તપણે સ્ટ્રોક કરવાની તક આપી ન હતી. શમીએ આ મેચમાં શાનદાર બોલિંગ કરીને વિશેષ રેકોર્ડ બનાવ્યો છે.

મોહમ્મદ શમી (Mohammad Shami) નો કમાલ

મોહમ્મદ શમી (Mohammad Shami) એ હંમેશા આઈસીસી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેનું ઉદાહરણ ODI વર્લ્ડ કપ 2023માં જોવા મળ્યું હતું. હવે બાંગ્લાદેશ સામેની મેચમાં ત્રણ વિકેટ લઈને તેણે વનડે ક્રિકેટમાં પોતાની 200 વિકેટ પૂરી કરી લીધી છે. મોહમ્મદ શમી (Mohammad Shami) મિચેલ સ્ટાર્કનો વર્લ્ડ રેકોર્ડ તોડીને આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઓછા બોલમાં 200 વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. શમીએ 5126 બોલમાં 200 વનડે વિકેટ લીધી છે. જ્યારે સ્ટાર્કે 5240 બોલમાં 200 વિકેટ ઝડપી હતી.

મોહમ્મદ શમી (Mohammad Shami) આંતરરાષ્ટ્રીય વન-ડેમાં સૌથી ઓછા બોલમાં 200 વન-ડે વિકેટ ઝડપવાના મામલામાં વિશ્વભરના તમામ બોલરોને પાછળ છોડી દીધા છે અને પ્રથમ સ્થાને પહોંચી ગયો છે.

કયા બોલરે કેટલા બોલમાં ઝડપી 200 વિકેટ

આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 200 વિકેટ મોહમ્મદ શમીએ 5126 બોલમાં ઝડપી છે, બીજા નંબરે મિશેલ સ્ટાર્કે 5240 બોલમાં, સક્લૈન મુશ્તાકે 5451 બોલમાં, બ્રેટલીએ 5640 બોલમાં જ્યારે ટ્રેન્ટ બોલ્ટે 5783 બોલમાં 200 વિકેટ ઝડપી છે.

સક્લૈન મુશ્તાકની કરી બરાબરી

મોહમ્મદ શમીએ પોતાની આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટ કેરીયરમાં 104 મેચમાં 200 વિકેટ ઝડપી છે. આ રેકોર્ડ સાથે સૌથી ઓછી મેચોમાં 200 વિકેટ ઝડપનાર સક્લૈન મુશ્તાક સાથે સંયુક્ત રીતે બીજો બોલર બની ગયો છે. આ બંને બોલરોએ 104-104 મેચમાં 200 વિકેટ ઝડપી છે જ્યારે મિચેલ સ્ટાર્ક 102 મેચમાં 200 વિકેટ ઝડપીને નંબર વન છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *