ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની (Mohammed Shami) પુત્રી આયરાની હોળી રમતા ફોટોગ્રાફ સામે આવ્યા બાદ નવી ચર્ચા છેડાઈ ગઈ છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ઈસ્લામિક શરિયત મુજબ રંગોત્સવ રમવો યોગ્ય નથી અને તેનાથી બચવું જોઈએ.
મૌલાનાએ કહ્યું, “તે નાની બાળકી છે, જો તે અણસમજથી હોળી રમી છે તો તે ગુનો નથી. જો તેને સમજણ છે અને છતાં પણ તે હોળી રમે છે તો તેને શરિયત વિરુદ્ધ ગણવામાં આવશે.”

શું કહ્યું મૌલાનાએ?
અગાઉ પણ આ મૌલાનાએ મોહમ્મદ શમીને (Mohammed Shami) શરિયતના નિયમોનું પાલન કરવાની સલાહ આપી હતી, પરંતુ શમીની પુત્રીના હોળી રમતા ફોટોગ્રાફ સામે આવ્યા બાદ આ મુદ્દે ફરી ચર્ચા શરૂ થઈ છે. મૌલાનાએ પરિવારોને અપીલ કરી કે તેઓએ પોતાના બાળકોને શરિયત વિરુદ્ધ માનવામાં આવે છે એવી પ્રવૃત્તિઓથી દૂર રાખવા જોઇએ.
बेटी के Holi खेलने पर Maulana ने Mohammed Shami को फिर दी चेतावनी #shorts#holi2025 #MohammedShami #Maulana pic.twitter.com/06TsZ9GFve
— News18 India (@News18India) March 15, 2025
હોળી એ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે, જે સમગ્ર ભારતમાં ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. મૌલાના રઝવીનું માનવું છે કે મુસ્લિમોએ તેનાથી દૂર રહેવું જોઈએ. આ પહેલીવાર નથી જ્યારે શમીને (Mohammed Shami) ધાર્મિક માન્યતાઓને લઈને સલાહ આપવામાં આવી હોય. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન જ્યારે શમીએ (Mohammed Shami) એનર્જી ડ્રિંક્સ પીધું ત્યારે પણ એવી પ્રતિક્રિયા આવી કે તેણે શરિયતના નિયમોનું પાલન કરવું જોઈએ. તેના પર શહાબુદ્દીન રઝવીએ કહ્યું હતું કે- શરિયતના નિયમોનું પાલન કરવું દરેકની જવાબદારી છે. ઇસ્લામમાં રોજા રાખવાએ ફર્ઝ છે.

મોહમ્મદ શમી (Mohammed Shami) ને મૌલાનાએ આપી સલાહ
મૌલાનાએ ટીમ ઈન્ડિયાને જીત માટે અભિનંદન પણ આપ્યા, પરંતુ એમ પણ કહ્યું કે શમીએ પોતાના ધર્મની જવાબદારીઓનું પાલન કરવું જોઈએ. તેમણે સૂચવ્યું કે જો શમીએ રમઝાન દરમિયાન રોજા છોડી દીધા છે, તો તે પછીથી પૂરા કરવા જોઈએ. ઉપરાંત, મૌલાનાએ આશા વ્યક્ત કરી કે શમી (Mohammed Shami) તેના પરિવારને શરિયતના નિયમો વિશે જાગૃત કરશે.

બીબીસી હિન્દીએ તેના અહેવાલમાં ઈન્ઝમામ ઉલ હકને ટાંકીને કહ્યું છે કે, “રમતી વખતે રોજા છોડી દેવા એવી વાત નથી. મને લાગે છે કે સૌથી મોટો વાંધો એ હતો કે તેણે (શમી) જાહેરમાં પાણી પીધું હતું. રમતી વખતે રોજા રાખવા મુશ્કેલ છે. અમારા પોતાના પણ અનુભવો છે. જ્યારે અમે રોઝા દરમિયાન મેચ રમતા ત્યારે પાકિસ્તાનની ટીમ વોટર બ્રેક દરમિયાન સ્ક્રીનની પાછળ જતી રહેતી હતી.

[…] નિર્ણય લીધો હતો. કેપ્ટનના નિર્ણયને મોહમ્મદ શમીએ ન માત્ર સાચો સાબિત કર્યો સાથે સાથે […]